આ કાર કંપની આપી રહી છે બમ્પર ઑફર્સ, મળશે 1.50 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ

By : juhiparikh 02:24 PM, 13 June 2018 | Updated : 02:24 PM, 13 June 2018
જો તમે હોન્ડાની નવી ગાડી લેવાનો પ્લાન કરી રહ્યા છો તો આ યોગ્ય સમય છે. હોન્ડા ઇન્ડિયા 15000-1.5 લાખ સુધીનું કેશ ડિસ્કાઉન્ટ, ફ્રી ઇન્શ્યોરન્સ આપી રહ્યુ છે અને અમેઝ તેમજ એકોર્ડ સિવાયની પ્રોડક્ટ પોર્ટફોલિયો પર કોર્પોરેટર ડિસ્કાઉન્ટ આપી રહ્યુ છે. આ ઑફર્સ ગત વર્ષના વેચાયા ન હોય તે સ્ટોક MY2018 મોડલ્સ પર છે અને જૂન 2018 સુધી વેલિડ રહેશે.

Hondo Brio:
મોટર ઇન્શ્યોરન્સ સર્વિસ પ્રોવાઇડર (MISP)ના અંતર્ગત MY2018  વર્ઝનના 1 રૂપિયાના ઇન્શ્યોરન્સ અને  MY2017 હેચબેક્સ પર 23000 રૂપિયા સુધીનો ફાયદો થશે.બાકી વાહનો પર કોર્પોરેટ ઓફર્સ પણ છે.

Honda Jazz:
azz પેટ્રોલ(V Privilege સિવાય)- MY2018 મોડલ્સ પર 15000 રુપિયાનું કેશ ડિસ્કાઉન્ટ અને MY2017 મોડલ્સ પર 46000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ.
Jazz ડીઝલ(SV, V સિવાય)- MY2018 કાર પર 30000 રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ અને MY2017 મોડલ્સ પર 63000 રુપિયા સુધીનો ફાયદો.
Jazz ડીઝલ SV, V- My2018 વર્ઝન્સ પર 75,000 રુપિયાનું કેશ ડિસ્કાઉન્ટ અને MY2017 પર 1.08 લાખનું કેશ ડિસ્કાઉન્ટ. કેશ ડિસ્કાઉન્ટ સિવાય 1 રૂપિયામાં ઈન્શ્યોરન્સ.

Honda BR-V:
જો તમે BR-V વેરિયન્ટ લેવા ઇચ્છો છો તો MY2018 વર્ઝન પર તમને 60000 રૂપિય સુધીનું ડિસ્કાઉન્ટ અને ગત વર્ષના અનસોલ્ડ સ્ટોક પર 72000 રૂપિયા સુધીનો ફાયદો થશે.

Honda City: 
 MY2018 મોડલ્સના 1 રૂપિયામાં ઇન્શ્યોરન્સ  (32,000 રૂપિયાની કિંમત) અને MY2017 મૉડલ્સ પર 44000 રૂપિયા સુધીનો ફાયદો મળશે. Honda City Petrol V MT- MY2018નું 1 રુપિયામાં ઈન્શ્યોરન્સ તેમજ MY2017 પર 44000 સુધીનો ફાયદો.

City ZX એનિવર્સરી એડિશન:
MY2018 મોડલ્સને અડધી કિંમતમાં ઈન્શ્યોરન્સ અને MY2017ની ખરીદી પર 28,000 સુધીનો ફાયદો થશે.

Honda WR-V:
ઇન્શ્યોરન્સમાં 50% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.  MY2018 મોડલ પર 20,000 સુધીનું એક્સચેન્જ બોનસ અથવા 2017માં બનેલી કારો પર 44,000 રૂપિયા સુધીનો ફાયદો થશે.

Honda CR-V:
હોન્ડાની પ્રીમિયમ SUV પર સૌથી વધારે 1.50 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ છે. અત્યારે આ કારના બે વેરિયન્ટ ઉપલબ્ધ છે- 2 લીટર AT અને 2.4 લીટર AT, જેની કિંમત 24.39 લાખ અને 26ય68 લાખ રૂપિયા છે.Recent Story

Popular Story