બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / home remedies to prevent joints pain

ફાયદાકારક / ચોમાસામાં સાંધાઓ દુખે અને જકડાય જાય તો તરત જ આ ઘરેલૂ ઉપાય કરો, નહીં ખાવી પડે પેઈન કિલર

Noor

Last Updated: 10:30 AM, 20 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચોમાસામાં ઘણાં લોકોને બોડી પેઈન, સાંધાઓમાં દુખાવાની સમસ્યા વધી જાય છે. જેથી તેના માટે પેઈન કિલર ખાવાથી ગંભીર નુકસાન થાય છે. તેના બદલે તમે અહીં જણાવેલા નેચરલ ઉપચાર કરી લો.

  • ચોમાસામાં વધી જાય છે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ
  • વરસાદની સીઝનમાં સાંધાઓ દુઃખે તો કરો આ ઉપાય
  • ચોમાસામાં ઘરેલૂ ઉપાયો કરીને રહો સાજા

ઉંમર વધવાની સાથે મોટાભાગના લોકોને સંધિવા એટલે કે આર્થ્રાઈટિસ, વાના રોગની સમસ્યા પરેશાન કરવા લાગે છે. પરંતુ આજકાલ નાની ઉંમરમાં જ સાંધાઓ દુખવાની અને સાંધા જકડાય જવાની તકલીફ થવા લાગે છે. જેથી આજે અમે તમને આના માટે કેટલાક નુસખાઓ જણાવીશું, જે નાના અને મોટી ઉંમરના લોકોના સાંધાના દુખાવાને કાયમી ઠીક કરી દેશે અને દવાઓ નહીં ખાવી પડે. આ શરીરના કોઈપણ સાંધાઓ દુખતા હશે તેમાં કારગર સાબિત થશે. 

બેસ્ટ ઉપાય

  • લસણને ડાયટમાં સામેલ કરો. લસણમાં દુખાવો અને સોજો દૂર કરનાર એન્ટીઈન્ફ્લામેટરી અને એલિસિન તત્વ હોય છે.
  • પાણી વધુ પીવાથી શરીર હાઈડ્રેટ રહે છે અને શરીરમાં જમા યૂરિક એસિડ પણ પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે.
  • કાળા મરીમાં રહેલું કેપ્સેસિન તત્વ આર્થ્રાઈટિસની તકલીફથી બચાવે છે. ડાયટમાં ઉમેરો.
  • હળદરમાં રહેલાં કર્ક્યુમિનમાં એન્ટીઆર્થ્રાઈટિસ ગુણ હોય છે. જે દુખાવો અને સોજાને દૂર કરે છે. તેને ડાયટમાં સામેલ કરો અથવા સવારે 1 ગ્લાસ નવશેકા પાણીમાં ચપટી હળદર મિક્સ કરીને રોજ પીવો.
  • ભોજનમાં આદુનો ઉપયોગ વધારવાથી ગઠિયાના રોગમાં ફાયદો થાય છે. તેમાં જિંજરોલ તત્વ હોય છે જે સોજા અને દુખાવાને દૂર કરે છે.
  • તજની તાસીર ગરમ હોય છે અને તેમાં સોજા અને દુખાવા દૂર કરનાર ફાઈટોકેમિકલ્સ હોય છે. રોજ 1 ચમચી મધ સાથે ચપટી તજ પાઉડર લો.
  • યોગ અને કસરતની મદદથી શરીરના સાંધાઓને એક્ટિવ અને લુબ્રિકેટ રાખી શકાય છે. જેથી ગઠિયા રોગ સામે રક્ષણ મળે છે.
  • ચાલતાં, ઉઠતાં, બેસતાં કે અન્ય એક્ટિવિટી કરતી વખતે ઘૂંટણ પર વધુ દબાણ ન આવે તેનું ધ્યાન રાખો. કારણ કે તેનાથી ગઠિયાની સંભાવના વધી જાય છે.
  • 50 વટાયા બાદ સીડીઓ ઓછી ચઢવાથી ગઠિયાના દુખાવાથી બચી શકાય છે.
  • 50ની ઉંમર વટાયા બાદ ગઠિયાથી બચવા વેસ્ટર્ન ટોયલેટનો જ ઉપયોગ કરવો.
  • વધુ સમય સુધી પલાંઠી મારીને બેસવાથી ઘૂંટણમાં દુખાવાની તકલીફ વધી શકે છે.
  • દીવેલ ગઠિયા રોગમાં બહુ કારગર રહે છે. તેમાં દુખાવો અને સોજાને દૂર કરવાના ગુણ રહેલાં છે.

સંકળાયેલા મુદ્દાઓ

Home Remedies Monsoon joints pain Benefits
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ