ઓપરેશન વગર પથરીમાંથી છૂટકારો અપાવશે આ ધરેલૂ ઉપાયો

By : juhiparikh 01:17 PM, 14 September 2018 | Updated : 01:17 PM, 14 September 2018
આજ-કાલ પથરીની સમસ્યા બહુ વધતી જાય છે. પથરીનો દુખાવો ખૂબજ અસહ્ય હોય છે, પરંતુ ઘણા લોકો ઓપરેશનની બીકે તેને સહન કર્યા કરતા હોય છે, પરંતુ ઓપરેશન વગર પણ પથરીને ઓગાળી કે મટાડી શકાય છે, કેટલાક આયુર્વેદિક ઉપાયો અજમાવીને.

- નારિયેળના પાણીમાં લીંબુનો રસ મિક્સ કરી રોજ પીવાથી પથરી નીકળી જાય છે.

- કારેલાનો રસ છાશ સાથે પીવાથી પથરી નીકળી જાય છે.

- જૂનો ગોળ અને હળદર છાશમાં મિક્સ કરી પીવાથી પથરી ઓગળી જાય છે.

- કાળી દ્રાક્ષનો ઉકાળો પીવાથી પથરી ઓગળે છે.

- રાત્રે 50 ગ્રામ કળથી પલાળી રાખવી સવારે તેને મસળી પાણી ગાળી લેવું. આ પાણી રોજ સવારે પીવાથી પથરી ઓગળી જાય છે.

- લીંબુના રસમાં સિંધવ મીઠું મિક્સ કરી ઊભા-ઊભા પીવાથી પથરી ઓગળી જાય છે.

- ગાયના દૂધની છાશમાં સિંધવ મીઠું નાખી રોજ ઊભા-ઊભા પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે.Recent Story

Popular Story