બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / આરોગ્ય / home remedies of bloating and gas

ચેતી જજો / સપ્રમાણ ખાધા પછી પેટ ભારે ભારે લાગતું હોય તો થઇ જજો સાવધાન, તમને હોઇ શકે છે આ બીમારી

Khyati

Last Updated: 05:00 PM, 29 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્યા પછી જો પેટ ભારે લાગે તો થઇ જજો સાવધાન, ખાવા પીવાની આદત અને ડાયટમાં સામાન્ય ફેરફાર કરવા છે જરુરી

  • પેટ ફુલી જવુ એ હોઇ શકે છે બીમારી
  • ભોજન કર્યા પછી પેટ ભારે લાગવુ
  • પેટ ફુલી જવાની હોય સમસ્યા તો ડોક્ટરનો સંપર્ક કરો 
     

સપ્રમાણ ભોજન કર્યા બાદ પણ જો તમારું પેટ ફુલી જતુ હોય તો,  નજરઅંદાજ ભૂલથી ન કરતા, હોઇ શકે છે બીમારી
 બપોરે કે રાત્રે જમ્યા પછી પેટ ભારે લાગવુ કે પછી પેટ ફુલી જાય તે સામાન્ય વાત છે. જમ્યા પછી પેટમાં ગેસ બનવાને કારણે આવું થઇ શકે છે.  પરિણામે પાચનક્રિયા ખરાબ થાય છે.  ભલે આ સમસ્યા સામાન્ય હોય પરંતુ આ સ્થિતિને લઇને ગંભીરતા દાખવવી જરુરી છે. સામાન્ય ખોરાક ખાવાથી પણ જો પેટ ફુલવાની સમસ્યા હોય તો તેને નજરઅંદાજ ન કરશો.  તમને હોઇ શકે છે ગંભીર બીમારી. ત્યારે જો તમને પણ આવુ થતુ હોય તો કેટલીક બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. સાથે જ ડોક્ટરને બતાવવું પણ જરુરી છે.

પેટ ફૂલવાના કારણો શું ?

કેટલાક લોકોને સામાન્ય લોકો કરતાં પેટ ફૂલવાની સમસ્યા વધુ હોય છે. તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે. જેમ કે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ (IBS),પીરિયડ્સ, વારંવાર ખાવાની ટેવ અથવા વધુ પડતા ફાઇબરનું સેવન.પેટ ફૂલવાનું બીજું કારણ આંતરડાને લગતો રોગ હોઈ શકે છે જેને સ્મોલ ઈન્ટેસ્ટીનલ બેક્ટેરિયલ ઓવરગ્રોથ (SIBO) કહેવાય છે. નિષ્ણાતોના મતે આ બેક્ટેરિયા ભોજનમાંથી બને છે જેને કારણે  મિથેન, હાઇડ્રોજન અને હાઇડ્રોજન સલ્ફાઇડ જેવા વાયુઓ ઉત્પન્ન થાય છે.  આંતરડામાં આવા ગેસની રચનાને કારણે, પેટમાં ફૂલેલાની લાગણી થાય છે. જો તમને SIBO હોય, તો તમે કંઈપણ ખાધા પછી ફૂલેલું અનુભવો છો.  ત્યારે આવી સમસ્યાથી બચવા માટે શું કરવુ. આવો જાણીએ.

ભોજન વચ્ચે અંતર જાળવો

 નાના આંતરડા પોતાને સ્વચ્છ રાખવાનું કામ જાતે જ કરે છે.  જે ખોરાક પેટમાં પચતો નથી તે નાના આંતરડામાંથી મોટા આંતરડામાં જાય છે. જ્યારે આપણે ખાતા નથી ત્યારે દર બે કલાકે આવું થાય છે. આ ક્રિયા આપણા પેટમાં જોવા મળતા નાના બેક્ટેરિયાને સંતુલિત રાખે છે. પેટમાં આ સંતુલન જાળવવા માટે, કંઈપણ ખાવામાં થોડા કલાકોનું અંતર રાખો.

ધીમે-ધીમે ખાઓ
સ્વાસ્થ્ય નિષ્ણાતો કહે છે કે ખોરાક હંમેશા ધીમે ધીમે અને ચાવીને ખાવો જોઇએ. . તમે જેટલું વધારે ખોરાક ચાવશો, તેટલી ઓછી હવા તમારા મોંમાં જશે. મોંમાં ઓછી હવાનો અર્થ એ છે કે તમને પેટ ફૂલવાની સમસ્યા ઓછી થશે.

વધુ પાણી પીવો

ક્યારેક વધુ પડતું સોડિયમ લેવાથી પણ પેટ ફૂલી જાય છે. આવી સ્થિતિથી બચવા માટે પુષ્કળ પાણી પીવો. વધુ પાણી શરીરમાં સંગ્રહિત સોડિયમની વધારાની માત્રાને બહાર કાઢવામાં મદદ કરે છે.

ઓછા આથો વાળો ખોરાક લો
ડાયેટિશિયન કહે છે કે ઓછા આથોવાળો ખોરાક ખાવાથી SIBOના લક્ષણો અનુભવાતા નથી. જો કે, આ બાબતે વધુ સંશોધનની જરૂર છે. કૃત્રિમ સ્વીટનર, કઠોળ, કોબીજ અને બ્રોકોલી તથા ઉચ્ચ આથો ધરાવતા ખોરાક પેટમાં ગેસ ઉત્પન્ન કરવાનું કામ કરે છે. તેથી આ સમસ્યાથી બચવા માટે આ વસ્તુઓનું સેવન ઓછું કરો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ