અમદાવાદ શહેરમાં વધુ એક હિટ એન્ડ રનનો બનાવ બનતા ચકચાર મચી છે. અમદાવાદ રિવરફ્રન્ટ પર અઢી વર્ષના બાળકને એક કાર ચાલકે અડફેટે લીધો હતો. અકસ્માતમાં બાળકને ગંભીર રીતે ઇજા પહોંચતા તે મોતને ભેટ્યો છે.
રિવરફ્રન્ટ પર હિટ એન્ડ રન કેસ
અકસ્માતના વિગત ઉપર નજર કરીએ તો અકસ્માતનો ભોગ બનનાર બાળકનો પરિવાર ઉબેરની રાહ જોઇને ઉભો હતો. ત્યારે અચાનક જ જીપ કારમાં સવાર પાર્થ પટેલ નામના શખ્સે પાર્કિંગમાં પુરપાટ ઝડપે ગાડી ચલાવી હતી તેવી ત્યાં હાજર સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. પોતાના ધ્યાનમાં ઉભેલા પરિવાર અને પોતાની મસ્તીમાં ઉભેલા બાળકને કાર સવારે અડફેટે લઈ ફંગોળી દીધો હતો.કાર ચાલક અકસ્માત કરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
ટ્રાફિક પોલીસે કારને કબજે લીધી
ટ્રાફિક પોલીસે CCTV ફૂટેજના આધારે કારચાલક પાર્થ પટેલની ધરપકડ કરી છે. પાર્થ પટેલ MBBSમાં અભ્યાસ કરે છે. તેણે પાર્કિંગમાં રમી રહેલા બાળકને અકસ્માતે કારથી ટક્કર મારી દીધી હતી. ટ્રાફિક પોલીસે જીપ કાર નંબર GJ 01 KW 0408 કારને કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગરમાં પણ અકસ્માતનો બનાવ
ભાવનગર GIDC નંબર 2 નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો બાઈક અને ક્રેઈન વચ્ચે અકસ્માત થતાં ઘટના સ્થળે એક વ્યક્તિનું મોત થયું હતું જેરે અન્ય એક વ્યક્તિને ગંભીર રીતે ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સિહોર ઘાઘળી રોડ પર GIDC 2 આ બનાવ બનતા તેની જાણ પોલીસને કરવામાં આવી હતી. સિહોર પોલીસની ટીમ અકસ્માત સ્થળે પહોંચી હતી. અને તપાસ હાથ ધરી હતી.