ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / hina khan upset dont get invitation for indian pavalion opening ceremony in cannes

કાન ફિલ્મ ફેસ્ટિવલ / બૉલીવુડમાં આજે પણ થાય છે ભેદભાવ, હું ભારતનું પ્રતિનિધિત્વ કરવા આવી હતી પણ મને ઇગ્નોર કરી...અભિનેત્રીએ કાઢ્યો બળાપો

Published By: Khyati

Last Updated: 03:52 PM, 20 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં ઈન્ડિયન પેવેલિયનના ઓપનિંગ સેરેમનીમાં આમંત્રણ ન મળતા હિના ખાન થઇ નારાજ. એક ઇન્ટરવ્યુમાં હિના ખાને નારાજગીનું જણાવ્યું કારણ

ADVERTISEMENT

  • હિનાખાન થઇ ગઇ દુઃખી
  • કાન્સમાં આમંત્રણ ન મળતા થઇ દુઃખી
  • 2019માં કાન્સમાં કર્યુ હતુ ડેબ્યૂ


કાન્સ 2022માં ટીવી એક્ટ્રેસ હિનાખાને પોતાના હુસ્નનો જલવો દેખાડવામાં કોઇ કસર છોડી ન હતી. જો કે હિનાના અત્યાર સુધી જે પણ લુક સામે આવ્યા છે તેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે હિનાખાન આજકાલ દુઃખી છે. કારણ કે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલને કારણે તેનું દિલ તૂટીગયું. આવો જાણીએ શું છે કારણ. 

હિનાને આમંત્રણ ન મળ્યું

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં ઈન્ડિયન પેવેલિયનના ઓપનિંગ સેરેમનીમાં આમંત્રણ ન મળવાથી હિના ખાન નારાજ છે. કાન્સમાં જે દિવસે ભારતીય પેવેલિયનનું ઉદ્ઘાટન થયું તે દિવસે માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર સાથે જાણીતી અભિનેત્રીઓ પણ હતી. દીપિકા પાદુકોણ, ઉર્વશી રૌતેલા, પૂજા હેગડે, તમન્ના ભાટિયા, સિંગર મેમે ખાન સહિત અન્ય સેલેબ્સ જોવા મળ્યા હતા. આ પ્રસંગે હિના ખાન હાજર ન હતી. કારણ કે તેમને આમંત્રણ પણ મળ્યું ન હતું.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by HK (@realhinakhan)

હિનાએ પોતાનું દર્દ વ્યક્ત કર્યું

હવે હિના ખાને કાન્સમાં ફિલ્મ કમ્પેનિયનને આપેલા ઈન્ટરવ્યુમાં આ અંગે નારાજગી વ્યક્ત કરી છે. હિના ખાનનું કહેવુ છે કે  આપણે બધા એક જ ઈન્ડસ્ટ્રીના છીએ. દરેક જણ અહીં ભારતનું પ્રતિનિધિત્વ કરવા આવ્યા છે. હું મારી ફિલ્મના પોસ્ટર લોન્ચને લઈને ખૂબ જ ઉત્સાહિત છું. બધાને ખબર હતી કે હું મારી ફિલ્મનું પોસ્ટર લોન્ચ કરવા આવીશ. હું ભારતીય પેવેલિયનમાંથી છું તેથી હું ખૂબ જ ઉત્સાહિત હતી. આ પછી હિનાએ કહ્યું કે ઇન્ડસ્ટ્રીમાં હજુ પણ એલિટિસ્ટ સિસ્ટમ છે.

હિનાએ માર્યો ટોણો

હિનાનું કહેવુ  છે કે એક ઓપનિંગ સેરેમની થઇ હતી અને ઇન્ડિયન પવેલિયનમાં એક ઇવેન્ટ થઇ હતી.  ત્યાં બધા જ હતા. બોલિવુડથી જ નહી પરંતુ કેટલાક સિંગર્સ પણ હતા,. મને તે લોકો પર ગર્વ છે. પરંતુ મને એ વાતનું દુઃખ છે કે હું ત્યાં ન હતી. તેઓ ઘૂમર કરી રહ્યા હતા. મે તે વીડિયો જોયો મને દેશ માટે ગર્વ થયો. હું સેલિબ્રિટીને બ્લેમ નથી કરતી પરંતુ મને લાગે છે કે આ ફિલ્ડના લોકો છે જે આ કામ કરે છે.  મે કમસે કમ ત્યાં ઓડિયન્સમાં તો હોતી. ચીયર અપ કરતી.આ સાથે હિનાએ આશા વ્યક્ત કરી કે આગલા વર્ષે તે કેન્સનો ભાગ બની શકે. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by HK (@realhinakhan)

ઈન્ડો-ઈંગ્લિશ ફિલ્મનું પોસ્ટર લૉન્ચ

હિના ખાન કાન્સ ફેસ્ટિવલમાં તેની ઈન્ડો-ઈંગ્લિશ ફિલ્મ કન્ટ્રી ઑફ બ્લાઈન્ડનું પોસ્ટર લૉન્ચ કરવા પહોંચી છે. હિનાએ તેના અદભૂત લુકથી કાન્સના રેડ કાર્પેટ પર ધૂમ મચાવી દીધી હતી. તે ઓફ શોલ્ડર થાઈ હાઈ સ્લિટ પેપ્લમ ફેધર ગાઉનમાં જોવા મળી હતી. હિના ખાનના આ લુક પરથી ચાહકો નજર હટાવી રહ્યા નથી.

સંકળાયેલા મુદ્દાઓ

HIna Khan cannes film festival 2022 કાન્સ ફિલ્મ ફેસ્ટીવલ હિના ખાન France

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ