બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Himachal Pradesh Election Exit Poll Result 2022: Will lotus bloom again in Himachal

ચૂંટણી વર્તારા / હિમાચલનો મિજાજ, 'નહીં બદલાય રિવાજ', અબકી વાર કોંગ્રેસનું રાજ, EXIT POLLમાં કઈ પાર્ટીને કેટલી બેઠક

Hiralal

Last Updated: 09:10 PM, 5 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના સત્તાવાર પરિણામ પહેલા એક્ઝિટ પોલ જાહેર થયો છે જેમાં કોંગ્રેસને બહુમતી મળવાનું અનુમાન વ્યક્ત કરાયું છે.

  • હિમાચલ ચૂંટણીનો આવ્યો એક્ઝિટ પોલ 
  • કોંગ્રેસને  30-40 બેઠકો મળવાનું અનુમાન 
  • ભાજપને 24-34 સીટો મળવાનું અનુમાન
  • 12 નવેમ્બરે 68 બેઠકો માટે થઈ હતી ચૂંટણી 
  • ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે મુકાબલો

12 નવેમ્બર 2022ના દિવસે હિમાચલપ્રદેશ વિધાનસભાની 68 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી પરંતુ તે વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ પણ જાહેર થઈ હોવાથી આચારસંહિતાને કારણે હિમાચલનું પરિણામ જાહેર કરવામાં આવ્યું નહોતું પરંતુ હવે 8 ડિસેમ્બરે તેનું પરિણામ જાહેર થવાનું છે પરંતુ તે પહેલા એક્ઝિટ પોલનો વર્તાવો આવ્યો છે એટલે કે કઈ પાર્ટીને કેટલી બેઠક મળશે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. 

EXIT POLL BJP Cong AAP Others
TV9 Network 33 31 0 4
Republic-PMARQ 34-39 28-33 0-1 0
ABP-C Voter 33-41 24-32 0 00-04
India Today 24-34 30-40 0 04-08
Times Now- Navbharat 34-42 24-32 0 01-03
India TV 35-40 26-31 0 00-03

હિમાચલમાં કોંગ્રેસની સરકાર બનવાના એંધાણ 
હિમાચલની ચૂંટણીમાં વિવિધ એજન્સીઓના અનુમાનમાં કોંગ્રેસની સરકાર બનવાના એંધાણ છે. ટાઈમ્સ નાઉ નવભારત ઇટીજીના એક્ઝિટ પોલ મુજબ કોંગ્રેસને  30-40, ભાજપને 24-34 બેઠક મળવાનું અનુમાન કરાયું છે. આમ આદમી પાર્ટી એક્ઝિટ પોલમાં પોતાનું ખાતું પણ ખોલાવી શકી નહોતી.  હિમાચલમાં સરકાર બનાવવા માટે કુલ 68 બેઠકોમાંથી 35 બેઠકોની જરૂર છે. હિમાચલ ભારતના ઘણા એવા રાજ્યમાં સામેલ છે જ્યાં લોકો દર પાંચ વર્ષે સરકાર બદલી નાખે છે. હાલમાં ટ્રેન્ડ પ્રમાણે તો હિમાચલમાં કોંગ્રેસ સ્પસ્ટ બહુમતી સાથે સરકાર બનાવે તેવું અનુમાન છે. 

2017ની હિમાચલ ચૂંટણીના એક્ઝિટ પોલ સાચા પડ્યાં હતા 
2017માં હિમાચલ પ્રદેશના એક્ઝિટ પોલ લગભગ સાચા પડ્યાં હતા.  ટુડેઝ ચાણક્ય અને ઇન્ડિયા ટુડે-એક્સિસ માય ઇન્ડિયાએ ભાજપની જીતની આગાહી કરી હતી. ગત ચૂંટણીમાં હિમાચલમાં ભાજપે મોટી જીત નોંધાવી હતી.

2017ની ચૂંટણીમાં હિમાચલમાં કોને કેટલી બેઠક મળી હતી  
હિમાચલ પ્રદેશમાં છેલ્લા પાંચ વર્ષથી ભાજપ સત્તામાં છે. દરેક વખતે સરકાર બદલવાનો ટ્રેન્ડ રહ્યો છે. આ કારણે કોંગ્રેસમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 68માંથી 44 બેઠકો જીતી હતી. આ સાથે જ કોંગ્રેસને 21 સીટો મળી હતી. 

આ દિગ્ગજોનું ભાવિ ઈવીએમમાં કેદ

આ ચૂંટણીમાં મુખ્યમંત્રી જય રામ ઠાકુર, પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહ અને ભાજપના પૂર્વ અધ્યક્ષ સતપાલ સિંહ સત્તી દાવ પર લાગ્યા છે. હિમાચલમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પણ જોરશોરથી પ્રચાર કર્યો હતો. કોંગ્રેસ તરફથી પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સક્રિય રહ્યા. મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો સીધો જોવા મળે છે.

ગત ચૂંટણીમાં ભાજપે 44 બેઠકો જીતી હતી
હિમાચલ વિધાનસભાનો કાર્યકાળ 8 જાન્યુઆરી, 2023 ના રોજ સમાપ્ત થાય છે. હિમાચલ પ્રદેશની 68 સભ્યોની વિધાનસભાની ચૂંટણી 9 નવેમ્બર, 2017ના રોજ યોજાઈ હતી. ભાજપે 68માંથી 44બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસને 21 બેઠકો મળી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Himachal Election Exit Poll Himachal Pradesh Election Exit Poll Result હિમાચલ એક્ઝિટ પોલ હિમાચલ એક્ઝિટ પોલ 2022 Himachal Pradesh Election Exit Poll Result 2022
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ