બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Highways number of road accidents in 2021 was 4,12,432

અહેવાલ / ગફલતમાં રહ્યાં તેમાં માર્યા ગયા 1,040 લોકો, તમે ન રહેતા તાબડતોબ કરી લેજો આવું કામ

Kishor

Last Updated: 08:48 PM, 1 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા બહાર પડેલા અહેવાલમાં 2021માં કુલ 4,12,432 માર્ગ અકસ્માતો થયા હોવાનું સામે આવ્યું છે જેમાં 1,53,972 લોકોના મોત થયા હતા.

  • દેશમાં વધતું જતું માર્ગ અકસ્માતનું જોખમ
  • મોબાઈલના ઉપયોગથી 2021માં થયા 1,997 અકસ્માત
  • અકસ્માતમાં 1,040 લોકોએ જીવ ગુમાવ્યા

દેશમાં માર્ગ અકસ્માતનું કારણ મોટાપાયે વધી રહ્યું છે. તેવામાં માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા એક અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાનો કારણે 2021માં કુલ 1,997 અકસ્માતો થયા હોવાનું સામે આવ્યું છે. જેમાં 1,040 લોકોએ જીવ ગુમાવ્યા હતા. અહેવાલમાં જણાવ્યા અનુસાર રેડ લાઈટ ક્રોસિંગને કારણે 555 માર્ગ અકસ્માત થયા છે. આ ઘટનામાં  222 લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.


ખાડાઓને કારણે 3,625 અકસ્માત

આ ઉપરાંત ખાડાઓને કારણે 3,625 અકસ્માત થાય હતા જેમાં 1,481 લોકોને કાળ ભેટ્યો હોવાનું સામે આવ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોની તમામ એજન્સીઓના સંયુક્ત પ્રયાસો દ્વારા માર્ગ અકસ્માતોને રોકવા જરૂરી બન્યા છે. જેને અટકાવવા એજન્સી દ્વારા કાર્યવાહી પણ ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.


2021માં બેદરકારીને કારણે 9,150 લોકોના મોત થયા હતા

તે જ રીતે વર્ષ 2021માં ડ્રાઇવરની ભૂલ તેમજ બેદરકારીને કારણે 19,478 અકસ્માતો થયા છે અને તેમાં 9,150 લોકોને કાળ ભેટ્યો છે. ઉપરાંત 19,077 લોકો ઘાયલ થયા હતા. અહેવાલમાં જણાવ્યા મુજબ વાહનની વધુ ઝડપ, ધ્યાન ભંગ અને ગોળાઈને કારણે વાહન પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાઈ છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના આ અહેવાલ મુજબ, 2021માં કુલ 4,12,432 માર્ગ અકસ્માતો થયા હતા, આ અકસ્માતમાં 1,53,972 લોકોના મોત થયા હતા, તો 3,84,448 લોકો ઘાયલ છે. જેમાં સૌથી વધુ 21.2 ટકા અકસ્માત પાછળથી વાહન અથડાવાને કારણે થયા હતા જેના કારણે 18.6 ટકા લોકોના મોત થયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ