બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / આરોગ્ય / highly nutritional food helps to gain height of child

સુપરફૂડ / તમારા બાળકોની હાઇટ વધારવી હોય ખવડાવો આ સુપરફૂડ, ઝડપથી લંબાઈ વધારવામાં છે કારગર

Khyati

Last Updated: 05:15 PM, 19 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે ઈચ્છો છો કે તમારાં બાળકની લંબાઈ સારી રીતે વધે તો તમારે તેનાં ડાયેટ પર શરૂઆતથી જ ખાસ ધ્યાન આપવું જોઈએ.

  • મારા બાળકોની હાઇટ વધારવી હોય ખવડાવો સુપરફૂડ
  • ઝડપથી લંબાઈ વધારવામાં છે કારગર
  • બાળકને પત્તાદાર શાક જેવાંકે પાલક તથા કોબી ખવડાવો.

સામાન્ય રીતે તો બધા જાણે છે કે લંબાઈ વધવાની એક નિશ્ચિત ઉંમર હોય છે અને અનુંવાન્શિક કારણ પણ માણસની લંબાઈને નિર્ધારિત કરે છે. છતાં આ વાતમાં પણ બે મત નથી કે પૌષ્ટિક ભોજન તથા સારી ડાયેટ પણ લંબાઈ વધારવામાં કારગર મનાય છે. જો તમે ઇચ્છોછો કે તમારાં બાળકની લંબાઈ સારી રીતે વધે તો તમારે તેની   ડાયેટ પર સરુથી જ ખાસ ધ્યાન આપવું જોઈએ. ચાલો જાણીએ કે કઈ વસ્તુઓને   ડાયેટમાં શામેલ કરવાથી લંબાઈ વધારવાનાં પ્રયાસો સારું ફળ આપે છે.
1. શક્કરીયાં:
શક્કરીયાં આમ તો એક શાક છે અને લોકો તેને છૂંદીને ખાવાનું પસંદ કરે છે પરંતુ ઘણાં ઓછા લોકોને ખ્યાલ હશે કે શક્કરીયાં લંબાઈ વધારવા માટેનું સુપરફૂડ માનવામાં આવે છે. શકરકંદમાં વિટામીન એ હોય છે જેનાં કારણે હાડકાઓના સ્વાસ્થ્યને સુધારીને લંબાઈ વધારવામાં મદદ મળે છે. એટલું જ નહિ શકરકંદમાં સોલ્યુબલ અને ઇન્સોલ્યુંબલ બંને પ્રકારના તત્વ હાજર હોય છે જે બાળકની ડાયજેસ્ટઈવ હેલ્થને પ્રમોટ કરવાની સાથે સાથે આંતો માટે સારા બેક્ટેરિયા બનાવે છે.


2. સાલ્મન માછલી:
જો તમે બાળકને માછલી ખવડાવો છો તપ સાલ્મન માછલી ખવડાવો. સાલ્મન માછલીમાં ઓમેગા-3 ફેટી એસીડ હોય છે જે બાળકના શરીરની ગ્રોથ તથા લંબાઈ માટે ઘણું સારું માનવામાં આવે છે. ઓમેગા-3 ફેટી એસીડમાં હૃદયના સ્વાસ્થ્યને ફાયદો પહોચાડવાવાળા તત્વો પણ શામેલ હોય છે.

3. બેરીજ:
બધીજ જાતની બેરીજ જેવી કે બ્લુબેરી, સ્ટ્રોબેરી, બ્લેકબેરી કે રસબેરીમાં ઘણાં પ્રકારનાં વિટામિન્સ તથા ન્યુટ્રીશન છે કે જે બાળકોનાં ગ્રોથ માટે જરૂરી છે. બેરીજમાં હાજર રહેલાં વિટામીન સી શરીર કોશિકાઓનો વિકાસ કરે છે અને શરીરના ટીશ્યુસ રિપેયર કરવાનું કામ કરે છે. એટલું જ નહિ વિટામીન સી કોલેજનના સિંથેસીસને પણ વધારે છે જેથી બાળકની લંબાઈ અને ગ્રોથ વધે છે.


4. પત્તાદાર શાક:
બાળકોને પત્તાદાર શાક જેવાંકે પલક અને કોબી ખવડાવવી જોઈએ. આ શાકમાં વિટામીન સી, કેલ્શિયમ, આયરન, મેગ્નીશીયમ અને પોટેશિયમની સાથે સાથે વિટામીન કે હોય છે. જે શરીરમાં હાડકાઓનું ધનાત્વ એટલે કે વોલ્યુમ વધારે છે અને જેનાથી લંબાઈ વધે છે.

5. ઈંડા:
ઈંડા પણ આમ તો સુપરફૂડ છે. ઇંડાને પોષણનું પાવરહાઉસ કહીએતો ઉચિત રહેશે. બાળકોના નરમ હાડકાઓના સ્વાસ્થ્ય માટે ઈંડામાં ઘણાં જરૂરી પોષક તત્વો હ્પ્ય છે. આ શરીરમાં મસલ્સ તથા તીશ્યુસના ગ્રોથ માટે પણ કારગર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ