ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / High Tide, Heavy Rain In Mumbai

હવામાન / મુંબઇમાં ફરી ભારે વરસાદ, સ્કૂલ બંધ, 10 ફલાઇટ રદ્દ, 48 કલાકનું એલર્ટ

Published By: Divyesh

Last Updated: 12:34 PM, 3 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની આર્થિક રાજધાની ગણાતાં મુંબઇના કેટલાંક વિસ્તારોમાં શુક્રવાર રાતથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને લઇને મુંબઇમાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. હવામાન વિભાગ અનુસાર મુંબઇમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મુંબઇ સહિત આસપાસના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ADVERTISEMENT

મહારાષ્ટ્રના ઠાણે વિસ્તારમાં દરેક સરકારી સ્કૂલ બંધ કરવા આદેશ અપાયો છે. મુંબઇના મલાડ વિસ્તારમાં સતત વરસાદના કારણે રોડ પર પાણી ભરાયાં છે. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર મુંબઇ, નવી મુંબઇ, ઠાણે અને પાલઘર સહિત ઉત્તર કોંકણ વિસ્તારમાં વરસાદને લઇને એલર્ટ આપવામાં આવ્યું છે.


મુંબઇમાં અડધી રાતથી પડી રહેલા ભારે વરસાદના કારણે એરપોર્ટપરથી 10 ફલાઇટ રદ્દ કરવામાં આવી છે. હવામાન વિભાગે મુંબઇ સહિત આસપાસના વિસ્તારોમાં સોમવાર સુધીમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. મુંબઇ સહિત ગોવામાં પણ 48 કલાકમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.

મુંબઇના જોગેશ્વરી વિસ્તાર અને દહીસરમાં ભારે વરસાદ પડ્યો જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા છે. ત્યારે રોડ-રસ્તાઓ પર પાણી ભરાતાં વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
 


મુંબઇમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. બંગાળની ખાડીમાં અપર એરસર્કયુલેશન સર્જાતાં ભારતીય હવામાન વિભાગે શનિવાર અને રવિવારના રોજ મુંબઇમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.

મુંબઇમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે પાલઘરમાં તેજ વરસાદના કારણે ઠેરઠેર પાણી ભરાઇ ગયા છે. જેને લઇ હાલ બજારો પણ બંધ હાલતમાં છે.  જ્યારે મલાડ વિસ્તારમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અંડરબ્રિજ સહિતમાં વરસાદી પાણી ભરાઇ ગયા છે. પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાયો છે.
 

 


હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર ઠાણે, પાલઘર અને રાયગઢ જિલ્લામાં બે દિવસ ભારે વરસાદની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયામાં પણ શનિવાર અને રવિવારે મુંબઇ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. પૂરના કારણે મુંબઇની નજીક મહાલક્ષ્મી એક્સપ્રેસમાં પ્રવાસીઓ ફસાઇ ગયા હતા, જેને સુરક્ષિત  બહાર કાઢવામાં આવ્યાં હતા.

 

 

 

 


લેન્ડ સ્લાઇડના કારણે મુંબઇ-ગોવા હાઇવે બંધ
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ભૂસ્ખલન થતાં મુંબઇ-ગોવા હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે. પોલાદપુર પોલીસ ક્ષેત્રમાં ધામન દેવી પાસે ભૂસ્ખલનની ઘટના બની છે. જો કે ભૂસ્ખલન દરમિયાન કોઇ વાહન પસાર ન થતું હોવાથી જાનહાનિ ટળી છે. ભૂસ્ખલનના કારણે વાહનની આવન-જાવન રોકી દેવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Heavy Rain Mumbai weather Forecast મુંબઇ વરસાદ હવામાન વિભાગ Weather Forecast

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ