High Court upset over report of not a single meat shop having license in Junagadh, doubts about Surat report
ગેરકાયદે કતલખાના /
જૂનાગઢમાં એક પણ મીટ શોપ પાસે લાયસન્સ ન હોવાના રિપોર્ટ પર હાઈકોર્ટ નારાજ, સુરતના રિપોર્ટ અંગે શંકા
Team VTV07:37 PM, 01 Feb 23
| Updated: 07:37 PM, 01 Feb 23
ગેરકાયદેસર કતલખાના અને શોપ મામલે હાઈકોર્ટના આદેશની અમલવારી અંગેનો સરકાર દ્વારા રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે સરકારના રિપોર્ટ પર હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી.
ગેરકાયદેસર કતલખાના અને શોપનો મામલો
સુરતમાં 2 જ દિવસમાં 500થી વધુ લાયસન્સ વિનાની દુકાનો બંધ કરી
સુરતના રિપોર્ટ અંગે હાઇકોર્ટે શંકા વ્યક્ત કરી
સુરત ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટીને હાઇકોર્ટે તપાસના આદેશ આપ્યા
ગેરકાયદેસર કતલખાના અને શોપ મામલે હાઈકોર્ટના આદેશની અમલવારી અંગેનો સરકાર દ્વારા રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે સરકારના રિપોર્ટ પર હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. માત્ર સુરતમાં 2 જ દિવસમાં 500 થી વધુ લાયસન્સ વિનીની દુકાનો બંધ કરવામાં આવી છે. સુરતના રિપોર્ટ અંગે હાઈકોર્ટે શંકા વ્યક્ત કરી છે અને સુરત ડિસ્ટ્રીક્ટ લીગલ સર્વિસીસ ઓર્થોરિટીને હાઈકોર્ટે તપાસના આદેશ આપ્યા. જૂનાગઢમાં એક પણ મિટ શોપ પાસે લાયસન્સ ન હોવાના રિપોર્ટ પર હાઈકોર્ટ નારાજ છે. મીટ શોપ્સના માલિકોએ પણ આ અરજીમાં તેમને સાંભળવામાં આવે તેવી રજૂઆત કરી છે. જે બાબતે હાઈકોર્ટે કહ્યું કે યોગ્ય અરજી કરી રજૂઆત કરશો તો સાંભળીશું. હવે વધુ સુનાવણી 8 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે. કેમિકલ યુક્ત મીટ કેન્સરનું કારણ બને છેઃહાઈકોર્ટ
ગેરકાયદે ચાલતા કતલખાનાઓ મુદ્દે આજે ફરી હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી જેમાં હાઇકોર્ટે અમદાવાદમાં લાયસન્સ વિના ચાલતી મીટશોપ બંધ કરવા માટે આદેશ આપ્યો છે. આ પહેલાની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે કે કેમિકલયુક્ત રેડ મીટ કેન્સરનું કારણ બને છે અને ગુજરાતમાં ગેરકાયદે માંસની દુકાનો અને ગેરકાયદેસર કતલખાનાઓ પણ ચાલી રહ્યા છે. લાયસન્સ વિનાની તમામ મીટશોપ બંધ કરો- હાઈકોર્ટ
અમદાવાદમાં ચાલતા ગેરકાયદે કતલખાનાને બંધ કરવા માટે AMCની કાર્યવાહી સામે હાઈકોર્ટએ ટકોર કરતાં કહ્યું હતું કે, 'જે દુકાનોની ફરિયાદ આવી છે તેમાંથી અમૂક દુકાનો હજુ ચાલુ છે, લાયસન્સ વિનાની તમામ મીટશોપ બંધ થવી જોઈએ અને સીલિંગ કાર્યવાહી કરવાની જરૂર હોય તો એ માટે ટીમ બનાવો.' જણાવી દઈએ કે આ સુનાવણી સમયે ફૂડ સેફ્ટી કમિશનર પણ ત્યાં હાજર રહ્યાં હતા. લાયસન્સ વગર અને બિનઆરોગ્યપ્રદ મીટ વહેંચતી 3200 થી વધુ દુકાનો વિરૂદ્ધ કેસ દાખલ
આ બાબતે રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના પ્રત્યેક નાગરિકને આરોગ્યપ્રદ ભોજન મળી રહે તે માટે સરકાર કટિબધ્ધ છે. જાન્યુઆરી મહિનામાં DLSA (ડિસ્ટ્રીક્ટ લીગલ સર્વિસ ઓથોરીટી) દ્વારા રાજ્યમાં નગરપાલિકા – મહાનગરપાલિકા વિસ્તારની 4300 થી વધુ મીટની દુકાનોનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાંથી લાયસન્સ વગર અને બિનઆરોગ્યપ્રદ મીટ વહેંચતી 3200 થી વધુ દુકાનો ધ્યાને આવતા દુકાનદારો વિરૂધ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા છે. આ સર્વે દરમિયાન અત્યાર સુધીમાં લાયસન્સ વગરની જણાઈ આવેલી 1247 દુકાનોને સીલ કરવામાં આવી છે.