બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / high court said marrying a minor after misconduct does not reduce the seriousness of the crime

ચુકાદો / હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી: સગીરા સાથે દુષ્કર્મ કર્યા બાદ લગ્ન કરવાથી ગુનો ઓછો થઈ જતો નથી

Pravin

Last Updated: 10:54 AM, 23 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન સ્પષ્ટ કર્યું છે કે, દુષ્કર્મ બાદ સગીર સાથે લગ્ન કરવાથી બાળકના જન્મના આધાર પર ગુનાની ગંભીરતા ઓછી થઈ જતી નથી.

  • દિલ્હી હાઈકોર્ટે એક કેસની સુનાવણીમાં મહત્વનો ચુકાદો આપ્યો
  • સગીર સાથે સહમતીથી સંબંધ બાંધવાથી ગુનો ઓછો થઈ જતો નથી-હાઈકોર્ટ
  • સગીર યુવતી સાથે લગ્ન કર્યા બાદ જામીન માટે કરેલી અરજી કોર્ટે ફગાવી


દિલ્હી હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન સ્પષ્ટ કર્યું છે કે, દુષ્કર્મ બાદ સગીર સાથે લગ્ન કરવાથી બાળકના જન્મના આધાર પર ગુનાની ગંભીરતા ઓછી થઈ જતી નથી. આવા કેસમાં સગીરની સહમતીનો કોઈ અર્થ રહેતો નથી, કારણ કે કાયદામાં તેનું કોઈ મહત્વ નથી. કોર્ટે તે સમયે આ ટિપ્પણી કરતા આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી. 

ન્યાયમૂર્તિ અનૂપ કુમાર મેંદીરત્તાએ પોતાના ચુકાદામાં કહ્યું કે, ફોસલાવીને સગીર સાથે સંબંધ બનાવ્યા બાદ તેમની સહમતીના દાવાને નિયમિત માની શકાય નહીં. કારણ કે દુષ્કર્મ ફક્ત પીડિતા વિરુદ્ધ નહીં પણ સમાજ વિરુદ્ધનો અપરાધ છે. 

કોર્ટે ઉપરની ટિપ્પણી કરતા કલમ 363, 366 અને 376 અંતર્ગત ફરિયાદની આરોપીની જામીન અરજી ફગાવતા કરી હતી. આ મામલામાં ફરિયાદ પીડિતાની માતાએ નોંધાવી હતી. તેમાં આરોપ લગાવ્યો હતો કે, કોઈ અજાણ્યા વ્યક્તિ તેમની 15 વર્ષની દિકરીનું અપહરણ કર્યું છે. છોકરી જૂલાઈ 2019થી ગુમ છે. મોબાઈલ ટેકનિકથી નજર રાખતા તે અરજીકર્તાના ઘરેથી આઠ મહિનાની બાળકી સાથે 5 ઓક્ટોબર 2021ના રોજ ધરપકડ થયો હતો. 

યૌન શોષણ જઘન્ય અપરાધ

કોર્ટે કહ્યું કે, બાળકોના યૌન શૌષણ જઘન્ય અપરાધ છે. તેને પ્રભાવી રીતે લાગૂ કરવાની જરૂર પડે છે. તેમણે કહ્યું કે, કાયદાકીય સગીર સાથે યૌન સંબંધ બનાવવા પર રોક લગાવેલી છે. ભલે યૌન સંબંધ સહમતીથી સગીર પત્ની સાથે કેમ ન બનાવ્યો હોય. સહમતીથી સંબંધ બનાવાથી અને તેમના બાળકોનો જન્મ થવાની ગુનો ઓછો થ ઈ જતો નથી. અરજીકર્તાએ કહ્યું કે, તેણે પીડિતા સાથે એક મંદિરમાં વિવાહ કર્યા હતા. તે ગુનાને પવિત્ર નહીં કરી શકતો. કારણ કે પીડિતા સગીર હતી અને ઘટના સમયે તથા 15 વરઅષથી ઓછી ઉંમરની હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ