બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / રાજકોટ / High Court has refused to grant relief in the criminal case to Jamnagar BJP MLA Hakubha

જામનગર / ટિકિટની જાહેરાત પહેલા હકુભાને સૌથી મોટો ફટકો, હાઇકોર્ટે ક્રિમિનલ કેસમાં રાહત આપવાનો કર્યો ઇન્કાર

Kishor

Last Updated: 06:50 PM, 9 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગર ભાજપના ધારાસભ્ય હકુભાને ટિકિટની જાહેરાત પહેલા સૌથી મોટો ફટકો પડ્યો છે.જેમાં હાઇકોર્ટે ક્રિમિનલ કેસમાં રાહત આપવાનો ઇન્કાર કરી દીધો છે.

  • પૂર્વ મંત્રી હકુભા જાડેજાને મોટો ફટકો
  • હાઇકોર્ટે ક્રિમિનલ કેસમાં રાહત આપવાનો કર્યો ઇન્કાર
  • પૂર્વ મંત્રી હકુભા જાડેજાનું નિવેદન

ગુજરાત વિધાનસભાની ચુંટણીની જાહેરાત પહેલા જામનગર ભાજપના ધારાસભ્ય હકુભાને સૌથી મોટો ફટકો પડ્યો છે, હાઇકોર્ટે ક્રિમિનલ કેસમાં હકુભાને  રાહત આપવાનો ઇન્કાર કર્યો છે.એક બાજુ જામનગર ઉત્તર બેઠક પર ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબા દાવેદાર છે. જેને ટિકિટ મળે તેવા ઉજવા સંજોગો વર્તાઇ રહ્યા છે.  તેવામાં હાઇકોર્ટેના આદેશને લઇને હકુભાની મુશ્કેલીમાં વધારો થયો છે.  એક તરફ ભાજપ ગમે ત્યારે ઉમેવારોનું લિસ્ટ જાહેર કરે તેવી સ્થિતિ છે. ત્યારે હાઇકોર્ટે હકુભાને રાહતનો ઇનકાર કર્યો છે. 

રાજ્ય સરકારે કરેલી અરજીને હાઇકોર્ટે ફગાવી છેઃ હકુભા
બીજી તરફ હકુભાનું નિવેદન સામે  આવ્યું છે. જેમાં કહ્યું કે 2007માં 200થી વધુ લોકો આંદોલનમાં હતા. 48 લોકો પર જે-તે સમયે કેસ થયો હતો. ખેડૂત હિત રક્ષક સમિતની અધ્યક્ષતામાં અમારું આંદોલન હતું. હાઇકોર્ટમાં રાજ્ય સરકારે કેસ પાછો ખેંચવા માટે અરજી કરી હતી. રાજ્ય સરકારે કરેલી આ અરજીને હાઇકોર્ટે ફગાવી હોવાનું  હકુભાએ જણાવ્યું હતું.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાતો બાદ હવે ટિકિટ માટે લોબિંગ શરૂ થયું છે. જોકે સૌરાષ્ટ્રમાં જામનગરની ઉત્તર બેઠક સૌથી વધુ ચર્ચાનું કારણ બની શકે છે. ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની અને બહેન વચ્ચે જંગ જામી શકે છે. રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા ભાજપમાં છે. તે 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન માર્ચ મહિનામાં ભાજપમાં જોડાયા હતા. તો વળી રવિન્દ્ર જાડેજાની બહેન નયના જાડેજા એક મહિના પછી એપ્રિલ, 2019માં કોંગ્રેસમાં જોડાયા હતા. ત્યારથી નૈના રાજકીય રીતે ખૂબ જ સક્રિય છે અને જામનગર કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ પણ છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે, પાર્ટી આ વખતે તેમને મેદાનમાં ઉતારી શકે છે. નયના જાડેજા કોંગ્રેસમાં જોડાયા ત્યારથી સતત સક્રિય છે.

રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાને મળશે ટિકિટ ? 
રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા ઘણા સમયથી ભાજપમાંથી ટિકિટ માટે દાવેદારી કરી રહ્યા છે, પરંતુ જ્યાં સુધી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ધારાસભ્ય છે ત્યાં સુધી તેમનો ટિકિટ ના મળે તેવી સ્થિતિ બની છે. જો ભાજપ ધર્મેન્દ્ર સિંહની ટિકિટ કાપે છે તો રિવાબાનો નંબર લઈ શકાય છે. ક્રિકેટરની પત્ની અને પહેલેથી જ ભાજપમાં સક્રિય હોવાના કારણે તેમને ટિકિટ મળી શકે છે. રીવાબા રાજકોટના છે, તેના પિતા મોટા ઉદ્યોગપતિ છે. જેના કારણે રિવાબા વર્ષોથી સામાજિક કાર્યમાં સક્રિય છે.


તો પછી કોંગ્રેસ નયના જાડેજાને ટિકિટ આપશે ? 
જામનગર ઉત્તરમાં બદલાયેલા સમીકરણોમાં કોંગ્રેસ વેઈટ એન્ડ વોચના મૂડમાં છે. જો ભાજપ રિવાબાને ટિકિટ આપે તો કોંગ્રેસ રવિન્દ્ર જાડેજાની બહેન નયના જાડેજાને મેદાનમાં ઉતારી શકે છે. મહત્વનું છે કે, નયના જાડેજા કોંગ્રેસના મહિલા મોરચાના પ્રમુખ છે અને પાર્ટીમાં ખૂબ જ સક્રિય છે. નયના જાડેજા રાજકોટમાં આવેલી હોટલની માલિક છે. જો આમ થાય છે તો ટીમ ઈન્ડિયા ક્રિકેટર રવિન્દ્ર જાડેજા મુશ્કેલીમાં મુકાઈ જશે, તેમણે ચૂંટણી જંગમાં કોનો પ્રચાર કરવો જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ