high court decision if rape victim does not fighting back it does not mean consent
ચુકાદો /
દુષ્કર્મ પીડિતા વિરોધ ન કરે, તેનો અર્થ એવો નથી કે તે સેક્સ માટે સહમત થઈ ગઈ: પટના હાઈકોર્ટ
Team VTV11:15 AM, 28 Jun 22
| Updated: 11:20 AM, 28 Jun 22
પટના હાઈકોર્ટે રેપના એક આરોપીની લોઅર કોર્ટની સજા વિરુદ્ધ કરવામાં આવેલી અપીલની સુનાવણી કરતા મોટો ચુકાદો આપ્યો છે.
રેપ કેસમાં પટના હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
લોઅર કોર્ટની સજા વિરુદ્ધ કરવામાં આવી હતી અરજી
અપીલકર્તાની અરજી કોર્ટે ફગાવી દીધી
રેપ પીડિતા જો હુમલાના સમયે મારપીટ નથી કરતી અથવા તો તેના શરીર પર ઈજાના કોઈ નિશાન નથી, તો તેનો અર્થ એવો નથી કે, તે સેક્સ માટે સહમત થઈ ગઈ છે. પટના હાઈકોર્ટે રેપના એક આરોપીની લોઅર કોર્ટની સજા વિરુદ્ધ કરવામાં આવેલી અપીલની સુનાવણી દરમિયાન આ વાત કહી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે, જો રેપ પીડિતાનું નિવેદન વિશ્વાસુ અને સાચ્ચુ લાગે છે, તો ફક્ત એ આધાર પર રેપને સહમતીથી સેક્સ માની શકાય નહીં કે પીડિતાએ ઘટના સમયે શારીરિત રીતે કોઈ પ્રતિરોધ નથી કર્યો.
સુનાવણી દરમિયાન કોર્ટે કહી આ વાત
એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, 2015માં થેયલા એક રેપ કેસની સુનાવણી કરતા જસ્ટિસ એએમ બદરે કહ્યું કે, આઈપીસીની કલમ 375 સ્પષ્ટ કરે છે કે, સેક્સમાં ભાગીદારી માટે જે સહમત હતી, તે સ્પષ્ટ દેખાવું જોઈએ. આ મામલે નિચલી કોર્ટે રેપના આરોપીને આપેલા એક સજાના વિરુદ્ધમાં અપીલ કરી હતી. જસ્ટિસ એએમ બદરે અપીલકર્તા ઈસ્લામ મિયાં ઉર્ફ મોહમ્મદ ઈસ્લામની અરજી રદ કરતા કહ્યું કે, કોઈ મહિલાએ રેપ દરમિયાન શારીરિક રીતે વિરોધ નથી કર્યો તેનો અર્થ એવો નથી કે, તે એ શખ્સ સાથે સેક્સ માટે સહમત થઈ ગઈ છે.
મહિલાની એકલતાનો ફાયદો ઉઠાવી રેપ કર્યો
આ મામલામાં જમુઈની રહેવાસી એક મહિલાએ મોહમ્મદ ઈસ્લામ પર રેપનો આરોપ લગાવ્યો હતો. પીડિત મહિલા મોહમ્મદ ઈસ્લામના ઈંટના ભઠ્ઠા પર કામ કરતી હતી. 9 એપ્રિલના રોજ તેણે મોહમ્મદ ઈસ્લામ પાસેથી મજૂરીના પૈસા માગવા ગઈ, તો તેણે કહ્યું કે, પછી આપીશ. તે દિવસે મહિલાનો પતિ ઘરે નહોતો. મોહમ્મદ ઈસ્લામ ઘરે આવ્યો અને તેને તેની સાથે રેપ કર્યો. પીડિત મહિલાએ આગામી દિવસે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.