બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / High alert across Punjab ahead of PM Modi's visit, news of ISI hatching terror conspiracy

એલર્ટ / PM મોદીના પ્રવાસ પહેલા સમગ્ર પંજાબમાં હાઈ ઍલર્ટ, ISIએ આતંકી ષડ્યંત્ર રચ્યું હોવાની બાતમી

Priyakant

Last Updated: 12:44 PM, 21 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન મોદીની મોહાલી મુલાકાત પહેલા પંજાબમાં આતંક મચાવવા પાકિસ્તાની ગુપ્તચર એજન્સી (ISI)ના કાવતરાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું

  • PM મોદીની મોહાલી મુલાકાત પહેલા પંજાબમાં આતંકવાદી હુમલાને લઈને એલર્ટ જાહેર 
  • પંજાબમાં આતંક મચાવવા પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના કાવતરાને લઈ એલર્ટ 
  • પંજાબના 10 નેતાઓ આતંકીઓના નિશાના પર હોઇ કેન્દ્ર સરકાર સુરક્ષા આપી શકે છે 

આગામી દિવસોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોહાલીની મુલાકાત કરવાના છે. આ દરમ્યાન હવે નરેન્દ્ર મોદી મોહાલીની મુલાકાત પહેલા પંજાબમાં આતંકવાદી હુમલાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પંજાબમાં આતંક મચાવવા પાકિસ્તાની ગુપ્તચર એજન્સી (ISI)ના કાવતરાને લઈને આ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

દેશની ગુપ્તચર એજન્સીઓએ એક મહત્વપૂર્ણ એલર્ટ જાહેર કરીને કહ્યું છે કે, પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ચંદીગઢ અને મોહાલીમાં આતંકી હુમલાનું કાવતરું ઘડી રહી છે. એલર્ટ મુજબ આતંકવાદીઓ ચંદીગઢ અને મોહાલીમાં હુમલો કરી શકે છે. આતંકવાદીઓ બસ સ્ટેન્ડને નિશાન બનાવી શકે છે. ગુપ્તચર એજન્સીઓએ રાજ્ય પોલીસ, જીઆરપી અને રાજ્ય ગુપ્તચર એજન્સીને એકબીજા સાથે સંકલન કરીને ઈનપુટ્સ પર કામ કરવા કહ્યું છે. ગુપ્તચર એજન્સીઓને ટાંકીને મોટા સમાચાર છે કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIએ પંજાબમાં આતંક મચાવવાનું મોટું ષડયંત્ર રચ્યું છે.

પંજાબના 10 નેતાઓ છે આતંકીઓના નિશાના પર

પંજાબમાં આતંકી હુમલાનું એલર્ટ છે. ISIએ ચંદીગઢ અને મોહાલીમાં આતંક મચાવવાનું ષડયંત્ર રચ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પંજાબના 10 નેતાઓ આતંકવાદીઓના નિશાના પર છે. કેન્દ્ર સરકાર તેમને સુરક્ષા આપી શકે છે. 
 
PM મોદીના પ્રવાસ પહેલા એજન્સીઓ એલર્ટ

મહત્વપૂર્ણ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોહાલી મુલાકાતને લઈને એજન્સીઓ એલર્ટ પર છે. દરેક જગ્યાએ સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે. ISI સાથે જોડાયેલા લોકોને શોધી કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ