બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ટેક અને ઓટો / hero splendor can be electric now conversion kit approved by rto

સરસ / પેટ્રોલની માથાકૂટમાંથી મળશે મુક્તિ! 35,000માં ખરીદો Hero Splendor, જાણો ફિચર્સ

Premal

Last Updated: 12:41 PM, 20 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આખા વિશ્વમાં ઈલેક્ટ્રીક વાહનોનો વધી રહેલો ક્રેઝ હવે ભારતમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે અને નવી નવી કંપનીઓ ઘણા સારા ઈલેક્ટ્રીક વાહન માર્કેટમાં લાવી રહી છે. જેનું સૌથી મોટું કારણ પર્યાવરણને નુકસાનથી બચાવવાનું છે. જોકે, પેટ્રોલ-ડીઝલની વધતી કિંમત પણ ઈલેક્ટ્રોનિક વાહન અપનાવવા પાછળનું મોટું કારણ છે.

  • ઈલેક્ટ્રીક વાહનોનો વધતો ક્રેઝ ભારતમાં જોવા મળ્યો
  • જો તમારે મોટરસાઈકલને ઈલેક્ટ્રીક બનાવી છે તો ખર્ચવા પડશે રૂ. 35,000
  • મોટરસાઈકલમાં લગાવવી પડશે EV કીટ, 95,000 રૂપિયાનો ખર્ચ આવશે

RTOની મંજૂરી મળી

ઈલેક્ટ્રીક વાહન તમારા પેટ્રોલ-ડીઝલના ખર્ચને સમાપ્ત કરી નાખે છે અને હવે તમારા વર્તમાન વાહનને પણ ઈલેક્ટ્રીક વાહન બનાવી શકો છો. જેના માટે તમારે ફક્ત EV કીટની જરૂર પડે છે. જેમાં બળતણથી ચાલતા એન્જિનના કારણે આ કન્વર્ઝન કીટ લગાવવામાં આવે છે. જ્યાં થોડા અઠવાડિયા પહેલાં કાર માટે ઈવી કન્વર્ઝન કિટ રજૂ કરવામાં આવી છે. તો મોટરસાઈકલ માટે ઈલેક્ટ્રીક કિટને ગયા મહિને લોન્ચ કરવામાં આવી હતી. થાણે બેસ્ડ એક ઈવી સ્ટાર્ટઅપ ગોગોએ 1 મોટરસાઈકલ માટે પહેલી ઈવી કન્વર્ઝન કિટ લઇને આવ્યું છે. જેને RTO તરફથી એપ્રુવલ મળ્યું છે. અહીં જો તમે પોતાની મોટરસાઈકલને ઈલેક્ટ્રીક બનાવવા માગો છો તો તમારે 35,000 રૂપિયા ખર્ચવા પડશે અને અલગથી 6300 રૂપિયા તેના પર GST કપાશે. આ કિટને 3 વર્ષની વોરંટીની સાથે રજૂ કરવામાં આવી છે. આ સિવાય તમારે પોતાની મોટરસાઈકલની રેન્જ 151 કિમી પ્રતિ ચાર્જ કરવાની હોય છે. જેના માટે આખી બેટરી પેક પર તમારે 95,000 રૂપિયાનો ખર્ચ આવશે.

2.8 કિલોવોટ-આર બેટરી પેક

ગોગોએ1એ દેશભરના 36 આરટીઓ પર ઈન્સ્ટોલેશન સેટઅપ લગાવ્યાં છે અને આ સંખ્યામાં ટૂંક સમયમાં મોટો વધારો જોવા મળી શકે છે. કારણકે તેને આરટીઓની મંજૂરી મળી ગઇ છે. એવામાં બાઈકનો ઈન્શ્યોરન્સ પણ થઇ જશે અને ટૂ-વ્હીલરની સ્થિતિ મુજબ તેની વેલ્યૂ નક્કી કરવામાં આવશે. જેમાં તમારા ટુ-વ્હીલરનો રજીસ્ટ્રેશન નંબર નહીં બદલાય. પરંતુ ગ્રીન નંબર પ્લેટ ચોક્કસ મળશે. આ ઈવી કન્વર્ઝન કિટમાં 2.8 કિલોવોટ-આર બેટરી પેક મળશે. જે 2 કિલોવોટ બ્રશલેસ ઇલેક્ટ્રીક મોટરથી સજ્જ હશે. હાલમાં એક હીરો સ્પેલન્ડરને ઈલેક્ટ્રીક અવતારમાં રજૂ કરવામાં આવી છે.

એક ચાર્જમાં 151 કિમી રેન્જ

જેમાં હીરો સ્પેલન્ડરમાં બજાજ પલ્સરમાંથી લેવામાં આવેલા બ્રેક્સ અને શૂજ લગાવવામાં આવ્યાં છે. આ ઈલેક્ટ્રીક સ્પાલન્ડરની ક્ષમતા 2.4  બીએચપી તાકાત અને 63 એનએમ પીક ટોર્ક છે. જોકે, મહત્તમ તાકાતને 6.2 બીએચપી સુધી વધારી શકાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ