હેરાફેરી 3માં કાર્તિક આર્યનને અક્ષય કુમારની જગ્યાએ રિપ્લેસ કરવામાં આવ્યાં. કાર્તિકને ફિલ્મમાં આવતા પહેલા નિર્માતાએ વરૂણ ધવનને રાજુનો રોલ ઑફર કર્યો હતો.
હેરા ફેરી 3માં અક્ષય કુમારની જગ્યાએ હવે આ અભિનેતા દેખાશે
અક્ષય કુમારે રાજુના રોલ માટે ના પાડી હતી
અક્ષય કુમારે ના પાડ્યા બાદ નિર્માતાએ આ એક્ટરને પણ રોલ ઑફર કર્યો હતો
હેરા ફેરી 3માં હવે અક્ષય કુમારની જગ્યા કોણ લેશે?
થોડા દિવસો પહેલા ફિલ્મ હેરાફેરી ખૂબ ચર્ચામાં હતી. ફિલ્મના ત્રીજા પાર્ટ એટલેકે હેરા ફેરી 3માં કાર્તિક આર્યનને અક્ષય કુમારની જગ્યાએ રિપ્લેસ કર્યો. જેને લઇને અક્ષય કુમારે પોતાની વાત મુકી હતી અને જણાવ્યું હતુ કે કેમ તેમણે રાજુના પાત્ર માટે ના પાડી દીધી હતી. જો કે, હવે સામે આવ્યું છે કે અક્ષય કુમારે ના પાડ્યા બાદ કાર્તિકને ફિલ્મમાં આવતા પહેલા નિર્માતાએ વરૂણ ધવનને રાજૂનો રોલ ઑફર કર્યો હતો. પરંતુ ભેડિયા એક્ટરે ના પાડી દીધી.
વરૂણ ધવનને ઑફર થઇ હતી હેરા ફેરી 3
એક રિપોર્ટ મુજબ આનંદ પંડિત અને ફિરોજ નાડિયાદવાલાએ હેરા ફેરી 3 માટે કાર્તિક આર્યન પહેલા વરૂણ ધવનનો એપ્રોચ કર્યો હતો. બંને ઈચ્છતા હતા કે ફિલ્મમાં અક્ષયનુ પાત્ર રાજુને વરૂણ નિભાવે. પરંતુ વરૂણે તેના માટે ના પાડી દીધી. સૂત્રના હવાલા પરથી રિપોર્ટમાં લખવામાં આવ્યું, વરૂણ, અક્ષય કુમારની દિલથી વધારે રિસ્પેક્ટ કરે છે અને અક્ષય-ફિરોજની સારી ઈક્વેશનનો ફાયદો ઉપાડીને સ્ટારડમની સિડી ચઢવા માંગતો નથી. હેરા ફેરી 3ને અત્યારથી બ્લોકબસ્ટર કહેવાઈ રહી છે. પરંતુ વરૂણ મુજબ માત્ર અક્ષય જ આ પાત્ર નિભાવી શકે છે, તેથી તેમણે ના પાડી દીધી.
મહત્વનું છે કે રિપોર્ટમાં એવુ પણ જણાવવામાં આવ્યું કે નિર્માતા ઈચ્છતા હતા કે માત્ર વરૂણ, રાજુનુ પાત્ર નિભાવે, પરંતુ ડેવિડ ધવન ફિલ્મને પુત્ર રોહિતની સાથે નિર્દેશિત પણ કરે. પરંતુ ડેવિડ ધવનને એેવુ જ ફીલ થયુ કે તેઓ તેની સાથે ન્યાય નહીં કરી શકે અને એવામાં તેમણે પણ ના પાડી દીધી. ઉલ્લેખનીય છે કે, હવે ફિલ્મ હેરાફેરી 3માં અક્ષય કુમારની જગ્યાએ કાર્તિક આર્યન દેખાશે અને સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની સાથે તે દેખાશે.