બોલીવુડની કોમેડી ફિલ્મનું નામ આવે ત્યારે હેરાફેરીનું નામ પહેલા લેવામાં આવે છે, ત્યારે લોકો હવે હેરાફેરી 3 માટે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે નિર્માતાએ કહ્યું થોડા સમયમાં જાહેરાત થઇ શકે છે.
હેરાફેરી 3 માં જોવા મળશે જૂની 3 ની ટોળકી
રાજુ, બાબુરાવ અને શ્યામના જલ્દી જોવા મળી શકે છે
ફિલ્મ નિર્માતા ફિરોઝ નડિયાદવાલાએ કરી જાહેરાત
હવે હેરાફેરી જોવા મળશે જૂની કાસ્ટ સાથે
ઘણા વિલંબ અને રાહ જોયા પછી, ફિલ્મ નિર્માતા ફિરોઝ નડિયાદવાલાએ કહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં કલ્ટ કોમેડી સિરીઝ 'હેરા ફેરી' ના ત્રીજા ભાગની જાહેરાત કરવા જઈ રહ્યા છે. ફિરોઝે એમ પણ કહ્યું હતું કે ફિલ્મમાં ઓરિજિનલ સ્ટારકાસ્ટ મુખ્ય ભૂમિકામાં અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનીલ શેટ્ટી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.આ કોમેડી ફ્રેન્ચાઇઝીની પહેલી ફિલ્મ 2000ની સાલમાં રજૂ થઇ હતી. તે ૧૯૮૯ ની મલયાલમ ફિલ્મ 'રામજી રાવ સ્પીકિંગ' ની રીમેક હતી.
2000માં રજૂ થયેલી આ ફિલ્મની સિક્વલ જે 2006માં રજૂ થઇ હતી
તેમાં અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનીલ શેટ્ટી રાજુ, બાબુરાવ અને શ્યામના રોલમાં હતા. ફિરોઝ નડિયાદવાલાએ 'હેરા ફેરી 2'નું નિર્માણ કર્યું હતું. ફિલ્મના ત્રીજા ભાગનું નિર્માણ પણ ફિરોઝ કરશે. બોલિવૂડ હંગામા સાથેની વાતચીતમાં ફિરોઝે કહ્યું કે, "તમે બધા ટૂંક સમયમાં જ ફિલ્મને જોશો અને તે પણ જૂની સ્ટાર કાસ્ટ સાથે અક્ષય કુમાર પરેશ રાવલ અને સુનીલ શેટ્ટી. સ્ટોરી તૈયાર થઇ રહી છે. અમે થોડી વસ્તુ પર કામ કરી રહ્યા છે. અમે આ ફિલ્મ પણ જૂની ફિલ્મની જેમ જ બનાવશું. અમે કોઈ પણ વસ્તુને ગ્રાન્ટેડ લેવા નથી માંગતા. આવામાં સ્ટોરી, કોન્સેપ્ટ, સ્ક્રીનપ્લે, કિરદાર અને મેનારિજમને લઈને થોડું સતર્ક રહેવું પડશે.
ડાયરેક્ટરને લઈને ચર્ચાઓ
આ ત્રીજી ફિલ્મના ડાયરેક્ટર કોણ રહેશે ? આ ઉપર ફિરોજે જણાવ્યું " આમે ઘણા લોકોના નામ શોર્ટ લીસ્ટ કર્યા છે. ઘણાં સાથે વાતચીત ચાલુ છે. જલ્દી જ આના વિશે અમે એનાઉન્સમેન્ટ કરીશું . પહેલા ભાગનું નિર્દેશન પ્રિયદર્શને કર્યું હતું. બીજો ભાગ નીરજ વોરાએ કર્યો હતો. તેણે આ ફિલ્મ પણ લખી હતી. ડ્રીમ ગર્લ' ના દિગ્દર્શક રાજ શાંડિલ્યનો ત્રીજા ભાગ માટે સંપર્ક કરવામાં આવ્યો નથી. લોકોને ત્રીજા ભાગ પાસેથી ઘણી અપેક્ષાઓ હોય છે, આવી સ્થિતિમાં, જવાબદારી પૂરતી છે.
2014 માં આવવાની હતી હેરાફેરી 3
હેરા ફેરી 3 2014માં આવવાની હતી, પરંતુ બાદમાં તેને સ્થગિત કરી દેવામાં આવી હતી. આ ફિલ્મમાં નીરજ વોરા કામ કરી રહ્યા હતા. એ વખતે એમની તબિયત બહુ ખરાબ હતી, જેના કારણે ફિલ્મ મોકૂફ રાખવામાં આવી હતી. નીરજ વોરાનું 2017માં નિધન થયું હતું. એક વર્ષ સુધી તે કોમામાં હતા. તે સમયે અક્ષય કુમાર આ ફિલ્મનો ભાગ બનવાનો નહોતો. જ્હૉન અબ્રાહમ અને અભિષેક બચ્ચનને નવા રોલમાં લેવાના હતા. બધી બાબતો મુલતવી રાખવામાં આવી હતી, પરંતુ હવે વાર્તા બદલાઈ ગઈ છે. અક્ષય કુમાર હવે આ ફિલ્મનો ભાગ બનશે.