બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / hema malini was rejected many times in bollywood because of her name

ગળાકાપ સંઘર્ષ / વારંવાર રિજેક્શન બાદ આ અભિનેત્રીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બનાવ્યું પોતાનું અલગ સ્થાન, આજે ઓળખાય છે આ નામથી

Premal

Last Updated: 02:02 PM, 1 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હેમામાલિની એટલેકે હિન્દી સિનેમાની ડ્રીમ ગર્લ, જેની સુંદરતાથી લઇને અદાકારીની ચર્ચાઓ ખૂબ થતી હતી. પરંતુ શુ તમે જાણો છો કે આ હસીનાએ પણ કારકિર્દીમાં ખૂબ રિજેક્શન ભોગવ્યાં છે.

  • 60 અને 70ના દાયકાની અભિનેત્રીને આ કારણે મળતા હતા રિજેક્શન
  • હસીનાએ કારકિર્દીમાં ઘણા રિજેક્શન ભોગવ્યાં છે
  • ત્યારબાદ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક ઓળખ પ્રસ્થાપિત કરી છે 

હેમામાલિનીએ ઈન્ડસ્ટ્રીમાં એક અલગ જગ્યા બનાવી 

60 અને 70ના દાયકાની ટોપ અભિનેત્રી જેની બોલબાલા 80 અને 90ના દાયકામાં ખૂબ રહી અને આજે પણ છે. અમે વાત કરી રહ્યાં છે બોલીવુડની ડ્રીમ ગર્લ હેમા માલિનીની. જેણે પોતાની કારકિર્દીમાં ઘણા યાદગાર અને દમદાર રોલ નિભાવીને પોતાની અલગ જગ્યા ઈન્ડસ્ટ્રીમાં બનાવી છે. પરંતુ શુ તમે જાણો છો કે કારકિર્દીના શરૂઆતના સમયમાં અભિનેત્રીને ખૂબ રિજેક્શન મળ્યા હતા અને સંઘર્ષનો આ સમય 4 વર્ષ સુધી આમ જ ચાલતો રહ્યો હતો. આખરે તેમને એક તક મળી તો તેમણે પોતાના હાથમાંથી તેને જવા ના દીધી. 

આ કારણથી કરાતુ હતુ રિજેક્શન 

કહેવામાં આવે છે કે જ્યારે હેમામાલિની ઈન્ડસ્ટ્રીમાં આવી ત્યારે તે ખૂબ પાતળી હતી અને તેના કારણે તેમને ફિલ્મોમાંથી રિજેક્ટ કરી દેવામાં આવી હતી. નિર્માતા તેમને મળ્યાં બાદ ના પાડતા હતા. પરંતુ માત્ર આ કારણ ન હતુ. પરંતુ તેમને કહેવામાં આવતુ હતુ કે તેમનુ નામ પણ લોકોને પસંદ નહોતુ આવતુ તેઓ હેમા નામ સાંભળતા તો તેમને રિજેક્ટ કરી દેતા હતા. આ ક્રમ 4 વર્ષ સુધી ચાલ્યો અને ચાર વર્ષ સુધી તેઓ માત્ર નાના-મોટા રોલ કરતા રહ્યાં તે પણ સાઉથ સિનેમામાં. 

રાજકપૂરની સાથેની પહેલી ફિલ્મ 

આખરે તેમને એ તક મળી ગઇ જેની તેઓ રાહ જોતા હતા. 1968માં તેઓ રાજ કપૂરની સાથે સપનોના સૌદાગર ફિલ્મમાં દેખાઈ. જેમાં તેમને ખૂબ પસંદ કરવામાં આવ્યાં. બસ પછી શુ વાત હતી હેમામાલિનીના ભાગ્યએ પલટી મારી અને તેઓ જોતજોતામાં હિટ થયા અને તેમને જોતજોતામાં હિટ ફિલ્મો મળવા લાગી. સીતા અને ગીતા, લાલ પત્થર, અંદાજ, પ્રતિજ્ઞા અને શોલે જેવી કેટલી હિટ ફિલ્મોમાં હેમામાલિનીને ખૂબ પસંદ કરવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ