બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Hema Malini praises PM Modi during a speech Users trolls on social media

VIDEO / દુનિયા કહે છે મોદીજી યુક્રેન-રશિયા યુદ્ધને રોકે, હેમા માલિનીનો વીડિયો થયો વાયરલ, ટ્રોલર્સ બરાબરના બગડ્યા

Khyati

Last Updated: 10:34 AM, 26 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ બાબતે હેમા માલિનીએ પીએમ મોદીના કર્યા વખાણ, ભાષણ દરમિયાન પીએમ મોદીને ગણાવ્યા વિશ્વ નેતા.

  • ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી
  • હેમા માલિનીએ ભાષણ દરમિયાન પીએમ મોદીના કર્યા વખાણ
  • સોશિયલ મીડિયામાં થયા ટ્રોલ 

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિને ઠાળે પાડવા માટે વડાપ્રધાન મોદીની ટેલિફોનિક વાતચીત બદલ હાલમાં પીએમ મોદી ચર્ચામાં છે. અન્ય કોઇ દેશ આગળ ન આવ્યુ પરંતુ ભારતે આગળ આવીને આ બંને દેશોની સ્થિતિ ઠાળે પાડવા માટે જણાવ્યુ. આ બદલ ચોમેર પીએમ મોદીની પ્રશંસા થઇ રહી છે ત્યારે ભાજપ સાંસદ અને અભિનેત્રીએ હેમામાલિનીએ પણ પીએમ મોદીના વખાણ કર્યા. તેઓ યુપી વિધાનસભાની ચૂંટણીના પાંચમા તબક્કાના મતદાન માટે ભાજપના ઉમેદવારને સમર્થન આપવા બલિયાના બિલથરા રોડ વિધાનસભા ક્ષેત્રમાં પહોંચ્યા હતા. જ્યાં ભાષણ દરમિયાન પીએમ મોદીના વખાણ કર્યા હતા.

શું કહ્યુ હેમામાલિનીએ ?

જનતાને સંબોધિત કરતી વખતે  હેમામાલિનીએ કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ દેશમાં પોતાનું એક ખાસ સ્થાન બનાવ્યું છે, વિશ્વ નેતા તરીકે ઉભરી આવ્યા છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર હેમા માલિનીએ કહ્યું કે આખી દુનિયાના નેતાઓ ઈચ્છે છે કે મોદીજી આગળ આવે અને આ યુદ્ધને રોકે. સોશિયલ મીડિયા યુઝર્સે હેમા માલિનીના નિવેદન પર ઝાટકણી કાઢવાનું શરૂ કર્યું, જ્યારે કેટલાક લોકોએ આ અંગે નારાજગી વ્યક્ત કરીને પ્રતિક્રિયા આપી.

 


સોશિયલ મીડિયામાં હેમામાલિની ટ્રોલ થયા

પત્રકાર પ્રજ્ઞા મિશ્રાએ બીજેપી સાંસદના નિવેદન પર લખ્યું કે આને રોકવું જોઈએ? કેમ રોકાતા નથી ? બિચારા 20 હજાર વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા છે તેઓને બહાર કાઢો, કે પછી સોનું સુદની રાહ જોવાઇ રહી છે. તો એક યુઝર્સે લખ્યુ કે મોદીજી તો યુપીની ઇલેક્શનમાં વ્યસ્ત છે.

અરુણ મલિક નામના યુઝરે હસતા ઇમોજી સાથે કમેન્ટ કરી કે હેમા માલિનીજી કૃપા કરીને તેમને ત્યાં મોકલો. અશોક નામના ટ્વિટર યુઝરે લખ્યું, 'તમારા માટે આટલી શાનદાર સ્ક્રિપ્ટ કોણ લખે છે? શું તમને તે આઈટી સેલના અમિત માલવિયા પાસેથી લખાવડાયુ છે?' ઈમરાન અદબ નામના યુઝરે હેમા માલિનીના આ નિવેદનને જોક ઑફ ધ ડે ગણાવ્યું છે. તો ફિરોઝ નામના ટ્વિટર હેન્ડલ પરથી લખવામાં આવ્યું હતું - પહેલા યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને પાછા લાવો, પછી તમામ શ્રેય મોદીજીને આપો. ઉપરાંત અનામિકા નામના યુઝરે લખ્યું, 'ના બસંતી ના.. આવા જૂઠ્ઠાણા નથી બોલતા.' દિનેશ ભટ્ટ નામના ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે હેમા જી તમે સ્ટેન્ડ અપ કોમેડી કેમ શરૂ નથી કરતા? કપિલ શર્માને સારી ટક્કર આપશો,

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ