ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / Helmets are also mandatory for vehicle occupants in this city, with fines ranging from Rs.500 to license revocation.

કડક નિયમો / આ શહેરમાં વ્હીકલમાં પાછળ બેસનારાઓ માટે પણ હેલમેટ અનિવાર્ય, રૂ.500ના દંડથી લઈને લાયસન્સ રદ્દ કરવા સુધીની સજા

Published By: MayurN

Last Updated: 05:11 PM, 25 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈ ટ્રાફિક પોલીસની નજર હવે ટુ-વ્હીલર ચાલકો ઉપર કડક રીતે જોવા મળશે, હવેથી પાછળ રાઈડ કરી રહેલ વ્યક્તિએ પણ પહેરવું પડશે હેલ્મેટ

ADVERTISEMENT

  • મુંબઈમાં હવે ટુ-વ્હીલર માટે કડક નિયમો   
  • 2000 રૂપિયા સુધીનો લાગી શકે છે દંડ 
  • BIS માર્કવાળું હેલ્મેટ રહેશે માન્ય

મુંબઈ માં લાગશે ટ્રાફિકના કડક નિયમો 
મુંબઈ ટ્રાફિક પોલીસે બુધવારે એક જાહેરનામું બહાર પાડીને પાછળ બેઠેલા લોકો માટે પણ હેલ્મેટ ફરજિયાત બનાવ્યું છે. સાથે જ પોલીસે નિયમનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે આ નિયમ 15 દિવસ પછી અમલમાં આવશે, જે પછી ટ્રાફિક અધિકારીઓ ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી શરૂ કરશે.

 

હવે ટુ-વ્હીલર પાછળ બેસનારને પણ હેલ્મેટ ફરજીયાત
જાહેરનામા મુજબ શહેરમાં મોટાભાગના ટુ-વ્હીલર સવારો હેલ્મેટ પહેરતા નથી અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે તેવું ટ્રાફિક પોલીસને જાણવા મળ્યું છે. હાલ ટ્રાફિક પોલીસ હેલ્મેટ વગરના રાઇડર્સને 500 રૂપિયાનો દંડ અથવા તેમના લાઇસન્સ સસ્પેન્ડ કરી દે છે. અધિકારીએ જણાવ્યું કે, 15 દિવસ બાદ હેલ્મેટ વગર પાછળ બેસનારને પણ આ જ દંડ ફટકારવામાં આવશે.

જો હેલ્મેટ હલકી ગુણવતાનું હશે તો પણ લાગશે દંડ  
તમને વધુ જણાવી દઈએ કે ટ્રાફિકના નિયમો અનુસાર, જો તમે હેલ્મેટ પહેરો છો અને ટુ-વ્હીલર ચલાવો છો તો તમારું ચલણ પણ કાપી શકાય છે. ટ્રાફિકના નવા નિયમો અનુસાર, જો તમે હેલ્મેટ પહેરેલ છે તો પણ 2,000 રૂપિયાનું ચલણ ચૂકવવું પડી શકે છે. મોટર વ્હીકલ એક્ટ અનુસાર, જો કોઈ રાઇડર મોટરસાઇકલ અથવા સ્કૂટર ચલાવતી વખતે હેલ્મેટની પટ્ટી નહીં બાંધે તો તેને નિયમ 194ડી એમવીએ હેઠળ 1000 રૂપિયાનું ચલણ કાપવામાં આવશે. એટલું જ નહીં, જો હેલ્મેટ હલકી ગુણવત્તાનું કે બીઆઇએસ રજિસ્ટ્રેશનનું નિશાન વગરનું હોય તો ડ્રાઇવરને 194ડી એમવીએ મુજબ 1000 રૂપિયાનું ચલણ ચૂકવવું પડી શકે છે. બે વર્ષ પહેલાં કેન્દ્ર સરકારે નિયમ બહાર પાડ્યો હતો કે ભારતમાં ટુ-વ્હીલર્સ માટે માત્ર બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) સર્ટિફાઇડ હેલ્મેટનું જ ઉત્પાદન અને વેચાણ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર માર્ચ 2018માં રોડ સેફ્ટી પર બનેલી એક કમિટીએ દેશમાં હલકાં હેલ્મેટની ભલામણ કરી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Helmet Mumbai Traffic Fines Traffic rules mumbai police Traffic Rules

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ