બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / Height controversy in LRD and PSI recruitment exams, Gujarat High Court orders govt to submit height re-measurement report

ન્યાયની 'રાહ' / LRD અને PSI ભરતી પરીક્ષામાં ઉંચાઈ વિવાદ મામલે હાઈકોર્ટે ગુજરાત સરકારને કર્યો મોટો આદેશ

Vishnu

Last Updated: 10:54 PM, 21 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

LRD અને PSI ભરતીમાં ઉમેદવારોની શારીરિક માપણીમાં હાઈટ રિમેજરમેન્ટનો રિપોર્ટ રજુ કરવા સરકારને ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે

  • LRD અને PSI ભરતી પરીક્ષામાં ઉંચાઈ અંગેનો વિવાદ
  • ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને નોટીસ ઇશ્યુ કરી
  • ઓક્ટો. 2021માં શારીરિક માપણીમાં ઉમેદવારોને ગેરલાયક ઠેરવ્યા
  • 2019ની ભરતીમાં આ ઉમેદવારો થયા હતા પાસ

LRD અને PSI ભરતી પરીક્ષાનો વિવાદ વધુ વકર્યો છે.  હાલ LRD અને PSI ભરતી પરીક્ષામાં ઉંચાઈ અંગેનો વિવાદ સામે આવ્યો છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને નોટીસ ઇશ્યુ કરી છે. અને રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા હાઇકોર્ટનો આદેશ કર્યો છે. 

હાઈકોર્ટે તારણ કાઢ્યું?
હાઇકોર્ટે આ મામલે જણાવ્યુ હતું કે ઉમેદવારોની શારીરિક માપણીમાં હાઈટ રિમેજરમેન્ટનો રિપોર્ટ રજુ કરવામાં આવે. તેમજ આ મામલે અરજદારે હાઇકોર્ટમાં રજુઆત કરી છે. તો આ તરફ રિક્રુટમેન્ટ બોર્ડે શારીરિક માપણીમાં ભૂલ થઇ હોવાનો અરજદારે દાવો કર્યો છે. અને ઓક્ટોબર 2021માં શારીરિક માપણીમાં ઉમેદવારોને ગેરલાયક ઠેરવવામાં આવ્યાં છે. જયારે વર્ષ-2019માં ભરતી સમયે આ ઉમેદવારોને શારીરિક માપણીમાં યોગ્ય ઠેરવ્યા હતાં. આથી ઉમેદવારોના ઊંચાઈ માપણીના બે વિરોધાભાસને પરિણામે ઉમેદવારોએ કોર્ટમાં અરજી કરી હતી.

શું છે ઉંચાઈ વિવાદનો મામલો?
LRD-PSI શારીરિક પરીક્ષામાં ઊંચાઈને લઈ કેટલાય ઉમેદવારોને તકલીફો પડી રહી છે. વર્ષ 2019ની ભરતીમાં શારીરિક કસોટીના તમામ પાસાઓ એટલે કે દોડ, ઊંચાઈ, વજન, અને છાતીમાં પાસ થયેલા ઉમેદવારો આ ભરતીમાં ઊંચાઈ માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. કારણ કે શારીરિક કસોટીમાં ઉમેદવારની ઉંચાઈ 153 સે.મી. નોંધાઈ જ્યારે ઉમેદવારે પોતાની ઉંચાઈ 157 સે.મી હોવાનો દાવો કર્યો છે. ત્યારે 2 વર્ષ બાદ લેવાયેલી પરીક્ષામાં ઊંચાઈ 3થી 4 સેમી ઘટી છે. જેને લઇ 9 પુરુષ ઉમેદવાર અને 1 મહિલા ઉમેદવારે અરજી કરી છે. અને ઉમેદવારોએ ફરીથી ઊંચાઈ માપણી માટે માગ કરી હતી.જેથી હાઈકોર્ટમાં કરેલી અરજી બાદ હવે ઉમેદવાર હંસાબેન ચોરડા તેમજ મિતલ ચૌધરીએ ભરતી બોર્ડના ચેરમેનને ઊંચાઈના માપમાં વિસંગતતા હોવાની રજૂઆત કરી છે. પુનઃ માપ કરવા માટે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ