બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / સુરત / Heavy rains in Surat with heavy winds announces helpline cancels officers' leave

મેઘકહેર / ભારે પવન સાથે સુરતમાં સાંબેલાધાર વરસાદ, તંત્રએ જાહેર કરી હેલ્પલાઈન, અધિકારીઓની રજાઓ રદ્દ

Kishor

Last Updated: 05:08 PM, 7 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં મેઘમહેર, મેઘકહેર સબીત થઇ રહી છે. સાંબેલાધાર વરસાદને લઇને તંત્ર દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરાયા છે અને અધિકારીઓની રજાઓ રદ્દ કરાઇ છે.

  • સુરતમાં તમામ અધિકારી કારીઓની રજાઓ રદ કરાઈ
  • વરસાદના કારણે સુરતમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
  • બારડોલીમાં મુખ્યમાર્ગ ઉપર ઝાડ ધરાશાયી થતા એક તરફનો વાહનવ્યવહાર ઠપ્પ

સુરત શહેરમાં શરૂ થયેલો વરસાદ અટકવાનું નામ જ ન લેતા આ વરસાદ હવે વેરી સબીત થઇ રહ્યો છે. સતત વરસાદના કારણે સુરતમાં વરસાદી આફત આવી છે. વરસાદના કારણે સુરતમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.જેને લઈને શહેરના રાંદેરના રામનગર વિસ્તારમાં, આનંદ સોસાય ટીમાં પાણી ભરતા  લોકોને પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે. પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાથી થોડા જ વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે. અહીં વારંવાર પાણી ભરાઈ જવાથી સ્થાનિકો પરેશાન છે. તંત્રને અનેક રજૂઆતો કરવામાં આવી તેમ છતાં પણ પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી ન હોવાથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 

તમામ અધિકારી કારીઓની રજાઓ રદ કરાઈ
સુરત શહેરમાં આજે પણ મેઘમહેર યથાવત રહેવા પામી હતી. શહેરમાં વહેલી સવારથી જુદા જુદા વિસ્તારોમાં કયાક સાંબેલાધાર તો ક્યાંય ઝાપટુ વરસ્યું હતું. શહેરના અડાજણ, પાલ, રાંદે, પીપલોદ, અઠવાલાઇન્સ, નાનપુરા, ભટાર, ઉધના, મજૂરા, વેસુ અને પાંડેસરા વિસ્તારમાં ભારે વરસાદ ખબક્યો હતો. અતિ ભારે વરસાદની શક્યતાને લઈ આજે સુરત મનપામાં ફરજ બજાવતા અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. બીજ બાજુ સુરત જિલ્લાના ઓલપાડ, કિમ, સાયણ વિસ્તારમાં પણ વરસાદ પડયો હતો. ટૂંકા વીરામ બાદ તેજ પવન સાથે ફરી વરસાદ  શરૂ થયો હતો.

બારડોલીમાં તોતિંગ લીમડાનું વૃક્ષ ધરાશાયી
વધુમાં જિલ્લાના બારડોલીમાં પણ વરસાદે ફરી સટાસટી બોલાવી હતી. તોફાની વરસાદને પગલે ઠેર ઠેર નુકસાની પણ થઇ હતી. ભારે વરસાદને લઇને બારડોલી નગરના મુદિત પેલેસથી શાસ્ત્રી રોડને જોડતા માર્ગ પર આવેલા સ્વામિનારાયણ મંદિર નજીક તોતિંગ લીમડાનું વૃક્ષ ધરાશાયી થયું હતું. મુખ્યમાર્ગ ઉપર ઝાડ ધરાશાયી થતા એક તરફનો વાહનવ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો આ ઉપરાંત વીજતાર ઉપર ઝાડ પડતા વીજપુરવઠાને પણ અસર થવા પામી હતી. 
  
અધિકારીઓ હેડક્વાર્ટર ન છોડવા આદેશ
બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આ આગાહીને લઇને સુરત તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા માટે સૂચના આપી દેવામાં આવી છે. સુરત જિલ્લા કલેક્ટરે દ્વારા આ આદેશ જાહેર કરવામાં આવ્યા છે. 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહીને કારણે અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાનો આદેશ જાહેર કરાયો છે. વધુમાં સ્થાનિક કંટ્રોલ રૂમના 0260-2663200  અને 0261-1077 નંબર કરાયા જાહેર કરવામાં આવ્યા છે. 
 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ