બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Heavy rains in Sabarkantha and Aravalli

મેઘતાંડવ / સાબરકાંઠામાં સાંબેલાધાર તો અરવલ્લીમાં આભ ફાટ્યું, 30થી વધુ ગામો સંપર્ક વિહોણા, હાઈવે પર 2-2 ફૂટ સુધી પાણી

Vishnu

Last Updated: 08:44 PM, 16 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર ગુજરાતમાં વરસાદે તારાજી સર્જી, ભિલોડા તાલુકાના 13 માર્ગે બંધ, ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો, પુરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂં

  • સાબરકાંઠામાં સાંબેલાધાર 
  • અરવલ્લીમાં આભ ફાટ્યું
  • જિલ્લાના મોટા ભાગના જળાશયો છલકાંયા 

ગુજરાતમાં આજથી ફરી મેઘાનું તાંડવ શરૂ થયું છેતેમાં પણ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાંતો જાણે આભ ફાટ્યું હોય તેમ વરસાદ પડી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લામાં પણ ગત મોડી રાત્રીથી જ સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે.વરસાદ પણ એવી રીતે પડી રહ્યો છેજાણે આખી સિઝનની તરસ એક દિવસમાં જ પુરી થઈ ગઈ હોય. તસવીરમાં હરણાવ નદીના આ દ્રશ્યો જુઓ હરમાવ જળાશયમાંથી 3 હજાર ક્યુસેક પાણી છોડાતા સાબરકાંટાના મીની કશ્મીરનો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો છેકારણ કે, નદીના પાણીએ રસ્તા પર અડ્ડો જમાવી લીધો છે. બીજી તરફ વરસાદી મહેર સાથેની રમત કેવી રીતે ભારે પડી શકે છેતેના પણ આ દ્રશ્યો જુઓઆ દ્રશ્યો હરણાવ  નદીનાં છેખેડવા જળાશયમાંથી 1 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા નદીપટમાં ફરતા બે યુવાનો ફસાઈ ગયા હતાજોકે હિંમત નગર ફાયર ટીમ ગણતરીના મિનિટોમાં પહોંચી જતાંબંને યુવાનોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું

બાઈક સવારે જીવ જોખમમાં નાખ્યો
ક્યારે વધુ પડતી ઉતાવળ જોખમી પણ સાબિત થઈ શકે છે. આવા જ દ્રશ્યો હિંમતનગરથી ભાલેશ્વરને જોડતા કોઝવે પર સામે આવ્યા. કોઝવે પરથી ધસમસતો પૂરનો પ્રવાહ વહી રહ્યો છેછતાં કોઝવે પાર કરવાનો પ્રયાસ કરે છેજેમાં તેનું બાઈક તણાય છે. પરંતુ કિસ્મત સારા હતા. કે તે બહાર નિકળી શક્યો. હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદના કારણે નદીઓમાં ધોડાપૂર આવ્યા છે. હાથમતી નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતાં 25 જેટલા પશુઓ ફસાઈ ગયા હતા. પરંતુ સ્થાનિક લોકોએ સમયસુચકતા સાથે તમામ લોકોનો બચાવ કરી લીધો હતો. જોકે સમગ્ર જિલ્લામાં એકંદરે સારો વરસાદ પડ્યો છે. જેમાં સવારે 4 વાગ્યાથી અત્યાર સુધીમાં ઇડરમાં સાડા ત્રણ ઇંચ, પ્રાંતિજમાં 2 ઈંચ, જેટલો વરસાદ નોંધાયો છે. 

મેશ્વો નદીનું રૌદ્ર સ્વરૂપ 
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યભરમાં અનેક જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે મેઘરાજા ક્યાક મહેર તો ક્યાક કહેર વરસાવી રહ્યા છેત્યારે અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. મોડાસાના જામલપુર પાસેની મેશ્વો નદીનું વહેણ વધતા નદીના વહેણમાં 14 લોકો ફસાયા હતાતો શામળાજીમાં ધોધમાર વરસાદના કારણે બજારમાં ઘોડાપૂર આવ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. દુકાનોમાં પણ પાણી ઘૂસ્યા છે. જેને કારણે  દુકાનદારોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. તો જિલ્લામાં ભારે વરસાદના કારણે 13 માર્ગ બંધ કરવામાં આવ્યા છે.

30 થી વધુ ગામો સંપર્ક વિહોણા 
અરવલ્લી જિલ્લામાં આભ ફાટ્યું હોય તેમ ગત મોડી રાત્રીથી જ વરસાદી તાંડવ જોવા મળી રહ્યું છે. જેમાં જિલ્લાના ટીંટોઈ ગામે 7 ઈંચ જેટલો વરસાદ પડતા આખું ગામ બેટમાં ફેરવાયું હતું. તમે ખુદ આ ગામની શેરીઓના આ દ્રશ્યો જોઈ શકો છોજેમાં પુરની જેમ પાણી વહી રહ્યા છે. ગામમાથી નિકળતી નદી બે કાંઠે વહેતા અનેક ઘરોમાં પાણી ભરાયા હતાવરસાદના તોફાની બેટિંગના પગલે શામળાજીના શામળપુર પાસે હાઈ-વેમાં પાણી ભરાયા હતાનેશનલ હાઈ-વેમાં પાણી ભરાતા વાહન ચાલકોને તો હાલાકી પડી જ હતીપરંતુ હાઈવેથી નીચાણ વાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં ગરદન સમા પાણી ભરાઈ ગયાં હતાતો ઘણા લોકોની તો આખી ઘરવખરી તણાઈ ગઈ હતીઆભ ફાટ્યું હોય તેમ વરસાદ પડતા ભીલોડા તાલુકામાં સ્થિતિ ગંભીર બની છેનદીઓએ એવુ રૌદ્રરૂપ ધારણ કર્યું છે કે, ભિલોડા તાલુકાના 13 માર્ગો બંધ કરવાની નૌબત આવી છેઉપરવાસમાં ભારે વરસાદના પગલે મેશ્વો જળાશયમાં પાણીની આવકથી 30 ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે

હાઈવે પર 2-2 ફૂટ સુધી પાણી
ભારે વરસાદના પગલે મોડાસા-શામળાજી હાઈ-વે ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતાતો બીજી તરફ શામળાજી સર્કિટ હાઉસનો આ નજારો પણ જોઈ શકો છોસર્કિટ હાઉસની દિવારો પરથી પાણી વેહેવા લાગ્યું હતુંઆ તરફ શામળાજી નજીક જ મેશ્વો નગદીમાં ઘોડાપૂર આવતા શામળાજીથી બહુચરપુરા તરફનો કોઝ-વે બંધ થઈ ગયો હતોજેના કારણે વાહન વ્યવહાર તો ખોરવાયો જ હતોપરંતુ કેટલાક લોકો જીવના જોખમે રસ્તો પાર કરતા પણ જોવા મળ્યામેઘાની મહેરના કારણે મોડાસા-શામળાજી હાઈવે પર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો હાઈવે પર 2-2 ફૂટ સુધી પાણી ભરાઈ જતા સ્ટેટ હાઈવેનું ધોવાણ થઈ ગયું હતુંજેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી

લોકોને નદી કાંઠાથી દૂર રહેવા સૂચન 
અરવલ્લીના સુનોખ ગામમાં અને આસપાસ વિસ્તારમાં મોડી રાતથી 6 ઈંચ વરસાદ ખાબકતાગામમાં કમર સુધીના પાણી ભરાયા હતાંગામમાંથી સીમમાં જવાના રસ્તાઓ સંપૂર્ણ પણે બંધ થઈ ગયા હતાજોકે એકંદરે વરસાદના આગમનથી લોકોમાં ખુશી જોવા મળીઅનરાધાર વરસાદના પગલે અરવલ્લીની તમામ નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. હાથમતી અને બુઢેલી, ઈન્દ્રાસી સહિતની નદીઓ રૌદ્ર રૂપે વહી રહી છે. જોકે હાથમતીના રૌદ્ર સ્વરૂપને લઈને તંત્ર દ્વારા 20 થી વધુ ગામને અલર્ટ કરાયા છે. જોકે શામળાજીમાં પણ વહેલી સવારથી પડેલા અનરાધાર વરસાદના કારણે મુખ્ય બજારોમાં પાણી ભરાયા હતા. સાથે જ શામળાજી મંદિર તરફ જવાનો રસ્તો પણ બંધ કરવાની જરૂર પડી હતીજ્યારે દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ જતાંદુકાનદારોનો બધો જ સામાન પલળી ગયો હતોહવામાન વિધાગ દ્વારા આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી અપાઈ છે. જેના પગલે સ્થાનિક તંત્રને અલર્ટ મોડમાં રહેવા સૂચનો અપાયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ