હવામાન /
સુરતમાં કડાકા-ભડાકા સાથે વરસ્યો વરસાદ: ભારે પવન સાથે કરા પણ પડ્યા, ખેડૂતો ચિંતાતુર
Team VTV06:58 PM, 18 Mar 23
| Updated: 09:02 PM, 18 Mar 23
સુરત જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. માંગરોળ, માંડવી, ઉમરપાડા સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે
સુરત જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો
અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ
માંગરોળ, માંડવી, ઉમરપાડા સહિતના વિસ્તારોમાં વરસાદ
રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી વાતાવરણમાં ભારે પલટો જોવા મળ્યો છે, ઠેર ઠેર કમોસમી કરા સાથેની મેઘસવારી જોવા મળી રહી છે. કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. હવામાન વિભાગની આગાહીના પગલે કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ તેમજ કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાી માહોલ જામ્યો છે. સુરતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.
સુરતમાં કરા સાથે વરસાદ
સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. માંગરોળ, માંડવી, ઉમરપાડા સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. ભારે પવન અને કરા સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ચિતા વધી છે. સુરતમાં 19 માર્ચ સુધી માવઠાની આગાહી છે ત્યારે માવઠાને લઇ ખેડૂતોની ચિંતાના વાદળો ઘેરાયા છે.
અંબાજીના દાંતા પંથકમાં વરસાદી માહોલ
બનાસકાંઠાના અંબાજીમાં ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ નિર્માણ પામી છે. અંબાજીના દાંતા પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું છે. કમોસમી વરસાદ આવતા ખેડૂતોની ચિંતા વધી છે.
સુરેન્દ્રનગરમાં ભારે પવન સાથે વરસાદ
સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. ભર ઉનાળે વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ઘઉં, જીરુ, અને ધાણાના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે. અમદાવાદ સહિત રાજયમાં વરસાદી માહોલ છવાયો છે. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ઘાગંઘ્રાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે મેઘરાજાનું આગમન થયું છે. કમોસમી વરસાદને લઈ જગતનો તાત ચિંતીત બન્યો છે
વલસાડના વિવિધ વિસ્તારોમાં વરસાદ
વલસાડ જિલ્લામાં બપોર બાદ વાતાવરણ પલટાયું છે. કપરડાના સુથારપાડા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. આગાહી બાદ વરસાદ પડતા ખેડૂતોની મુસીબતમાં વધારો થયો છે. કેરી અને કઠોળના પાકને મોટાપાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. વરસાદ થતા શાકભાજીની જીવાત અને ફૂગમાં વધારો થયો છે.
કચ્છમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ
કચ્છમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ શરૂ થયો છે. પવન સાથે કમોસમી વરસાદને કારણે ખેતીને નુકસાન થયું છે. ભુજના થરાવડા,અબડાસાના ઉસ્તીયા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ગાગોદર વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો છે.
ભરૂચમાં પણ પવન સાથે વરસાદ
ભરૂચના જંબુસરમાં વાતાવરણમાં એકાએર પલટો આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડ્યો છે. ટુંડજ સહિતના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો છે. માવઠાને લઇ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. રાજ્યના કેટલાક જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સુરતના માંગરોળ તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો છે. કોસંબા વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો છે. ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.
જામનગરમાં વરસાદ
જામનગરના લાલપુર તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. હરીપર ગામના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. બરફના કરા સાથે વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી છે.
દ્વારકામાં વરસાદ
દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. ખંભાળિયાના ભટ્ટમાં કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. કલ્યાણપુરના ગઢકા અને પટેલકા ગામમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ખંભાળિયા તેમજ કલ્યાણપુર તાલુકાના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. માવઠાના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે.
અમદાવાદમાં વરસાદી માહોલ
અમદાવાદ શહેરમાં કમોસમી વરસાદ વરસ્યો છે. શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. શહેરમાં પવન સાથે ધુળની ડમરીઓ પણ ઉડી છે. બોડકદેવ,માનસી ચાર રસ્તા,યુનિવર્સિટી વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. આશ્રમરોડ અને સરખેજ તેમજ નારોલ, નિકોલમાં વરસાદી માહોલ છવાયો છે
પાંથાવાડા ,મંડાર પંથકમાં કરા સાથે કમોસમી વરસાદ
ગુજરાત રાજસ્થાન બોર્ડર નજીકનાં વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. પાંથાવાડા ,મંડાર પંથકમાં કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. કરા અને પવન સાથે કમોસમી વરસાદનું આગમન થયું છે. કમોસમી વરસાદ પડતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. ખેતરમાં ઉભેલા ઘઉંના પાકને નુકશાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યાં છે.