બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / Heavy rains in 70 talukas of Gujarat today, heavy rains forecast on Tuesday

મેઘમહેર / આજે ગુજરાતના 70 તાલુકાઓમાં ધોધમાર વરસાદ, મંગળવારે ભારે વરસાદની હવામાને કરી આગાહી

Vishnu

Last Updated: 03:25 PM, 7 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમા કુલ 70 તાલુકામા વરસ્યો વરસાદ, અમરેલી સાવરકુંડલા અને ખાંભામાં 3 ઇંચ વરસાદ નોંધાયો

  • ગુજરાતમાં વરસાદને લઇ હવામાન વિભાગની મોટી આગાહી 
  • 5 દિવસ રાજ્યમાં મેઘમહેર રહેશે યથાવત
  • 8 જુલાઈએ અતિભારે વરસાદની આગાહી

વરસાદને લઇ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આગામી 5 દિવસ રાજ્યમાં મેઘમહેરના વરતારા છે. 8 જુલાઈએ અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તેમજ અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના માછીમારો આજથી દરિયો ન ખેડવાની સુચના આપવમાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ વરસ્યો છે. પણ હજુ પણ ગુજરાતમાં વરસાદની સરેરાશ 34 ટકા ઘટ છે. 

મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત, નવસારી, દમણ, વલસાડ, ખેડા, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, અમરેલી, નવસારી, સુરત, આણંદ,મ વડોદરા, ભરૂચ, સુર,  પોરબંદર, ભાવનગર, અમરેલી, દ્વારકા, બોટાદ, ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના છે.

6 જુલાઈના રોજ નવસારી, સુરત અને આણંદમાં વરસાદની આગાહી
બીજી બાજુ તારીખ 6 જુલાઈના રોજ નવસારી, સુરત, આણંદ વડોદરા, ભરૂચ, સુરત, પોરબંદર, ભાવનગર, અમરેલી, દ્વારકા, બોટાદ અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમા કુલ 70 તાલુકામા વરસ્યો વરસાદ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘો ઘડબડાતી બોલાવી રહ્યો છે. સોમવારે રાજ્યના કુલ 70 તાલુકામા વરસાદી મહેર જોવા મળી છે.અમરેલી સાવરકુંડલા અને ખાંભામાં 3 ઇંચ વરસાદ, પારડીમા 3 ઇંચ ઉમરગામમાં 2.5 ઇંચ વરસાદ, વાપી 2 ઇંચ  વિસાવદરમા 2 ઇંચ વરસાદ, સુરતના પલસાનામા 2 ઇંચ વરસાદ નોંધાયો છે.

સુરત અને નવસારીમાં NDRFની ટીમ તૈનાત કરી દેવાઇ
સુરત અને નવસારીમાં NDRFની ટીમ તૈનાત કરી દેવાઇ છે. ભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમ એલર્ટ થઇ ગઇ છે. સુરત અને નવસારીમાં 25 સભ્યોની ટીમ આવી પહોંચી છે.
હાલ નીચાણવાળા વિસ્તારનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

રાજ્યમાં આજે મેઘરાજાએ કઇ-કઇ જગ્યાએ ધડબડાટી બોલાવી?
સાવરકુંડલામાં ગ્રામ્ય વિસ્તારમાં સારો એવો વરસાદ વરસતા સાવરકુંડલાના ભમોદરા, ઠવી, વિરડી, મિતિયાળા અને કૃષ્ણગઢ ગામે વરસાદે રમઝટ બોલાવી. જો કે, ધોધમાર વરસાદના કારણે સાવરકુંડલા ગોજારો નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે.સાવરકુંડલા સહિત તાલુકાભરમાં ધોધમાર વરસાદ વરસતા સાવરકુંડલાની મધ્યમાંથી પસાર થતી નાવલી નદીમાં પૂર આવ્યું. નાવલી નદીમાં સીઝનનું પ્રથમ પૂર આવતા લોકો પૂર જોવા ઉમટી પડ્યા છે. સાવરકુંડલા સહિત તાલુકાભરમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉપલેટા શહેર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં દોઢ ઈંચથી વધુ વરસાદ ખાબકતા ઉપલેટાના ચકલી ચોરા, જવાહર રોડ વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. ઉપલેટાના ઈસરા, વાડલા, સમઢીયાલા, ડુમિયાણી અને મોજીરા ગામમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સુરતમાં 6 કલાકમાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો છે. સતત વરસાદના પગલે અનેક વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. સુરત જિલ્લામાં સૌથી વધુ વરસાદ ચોર્યાસી તાલુકામાં નોંધાયો છે. 6 કલાકમાં ચોર્યાસી તાલુકામાં 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ