heavy rainfall snowfall expected in these areas says IMD forecase orange alert in rajasthan
ભારે વરસાદની આગાહી /
હવે ચારથી પાંચ દિવસ સાચવજો, જ્યાં ભાગ્યે જ વરસાદ પડે છે ત્યાં પણ ઓરેન્જ અલર્ટ, IMD ની ગંભીર ચેતવણી
Team VTV08:30 AM, 08 Jan 22
| Updated: 08:43 AM, 08 Jan 22
ભારતીય હવામાન વિભાગ (IMD) ની આગાહી અનુસાર અમુક વિસ્તારોમાં આગામી દિવસોમાં ભારે વરસાદ પડશે તો ક્યાંક હિમવર્ષા પણ જોવા મળશે. જાણો તમારા વિસ્તારની આગાહી
ભારતીય હવામાન વિભાગની આગાહી
અહીં વરસાદ અને હિમવર્ષા
આ જિલ્લાઓમાં ઓરેન્જ અલર્ટ
9 જાન્યુઆરી સુધી મધ્યમથી ભારે વરસાદની ચેતવણી
ભારતીય હવામાન વિભાગે પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં વરસાદ સાથે હિમવર્ષાની આગાહી કરી છે અને ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં 9 જાન્યુઆરી સુધી મધ્યમથી ભારે વરસાદની ચેતવણી આપી છે. જો કે, આગામી 4-5 દિવસ દરમિયાન ઉત્તર ભારતમાં શીત લહેરની સ્થિતિ રહેશે નહીં. વરસાદને જોતા રાજસ્થાનના ઘણા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
અહીં વરસાદ અને હિમવર્ષા થશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ હિમાલય વિસ્તારમાં 9 જાન્યુઆરી સુધી વરસાદ સાથે હિમવર્ષા થશે અને તે પછી તેમાં નોંધપાત્ર ઘટાડો થશે. શનિવાર અને રવિવારે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. હિમાચલ પ્રદેશમાં 9 જાન્યુઆરી સુધી હળવી હિમવર્ષા થવાની સંભાવના છે.
હવામાન વિભાગે આ શક્યતા વ્યક્ત કરી
IMD અનુસાર, ઉત્તરપશ્ચિમ અને અડીને આવેલા મધ્ય ભારતમાં અરબી સમુદ્રમાંથી નીચલા અને મધ્યમ ઉષ્ણકટિબંધીય સ્તરોમાં ઉચ્ચ ભેજ આવી રહ્યો છે અને આગામી 2-3 દિવસ દરમિયાન ચાલુ રહેવાની શક્યતા છે.
આ રાજ્યોમાં વરસાદ ચાલુ રહેશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પંજાબ, હરિયાણા, ગુજરાત, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં 9 જાન્યુઆરી સુધી હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે. આ સિવાય મધ્યપ્રદેશમાં 11 જાન્યુઆરી સુધી અને વિદર્ભ અને છત્તીસગઢમાં 9 થી 11 જાન્યુઆરી દરમિયાન હળવા વરસાદની શક્યતા છે.
ગુજરાતનાં શું હાલ?
ભર-શીયાળે વરસી રહેલા વરસાદે રાજ્યના ખેડુતોની ચિંતામાં વધારો કર્યો છે.. આ કમોસમી વરસાદ કચ્છના વિસ્તારોમાં બંધ થવાનુ નામ જ નથી લઈ રહ્યો...આજે કચ્છના ખીરઈ ગામે કરાનો વરસાદ પડ્યો છે..રાપરના ખીરઈ ગામે પવન સાથે કરાનો વરસાદ પડતાં ઉભા પાકને ભારે નુકસાન પહોંચ્યુ છે.તમને જણાવી દઈયે કે, કચ્છમાં સતત ત્રણ દિવસથી માવઠાની અસર જોવા મળી રહી છે..ત્યારે રાપરના ખીરઈ ગામે કરા સાથે વરસાદ વરસતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. પુર્વ કચ્છના ભચાઉમાં સતત દિવસે પણ કમોસમી વરસાદ વરસ્યો છે.ભચાઉના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ પડતાં ઠંડીનુ મોઝુ ફરી વળ્યુ છે... આ કમોસમી વરસાદથી રવિ પાકને નુકશાન થવાની શક્યતા જોવા મળી રહી છે.
પોરબંદરમાં વરસાદી ઝાપટા
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ગુજરાતમાં અનેક સ્થળો પર ઝરમર વરસાદ વરસ્યો છે.પરંતુ પોરબંદરના બરડા પંથકમાં અન્ય વિસ્તારની તુલનામાં વધારે વરસાદ પડ્યો હોવાથી ખેડુતોના ઉભા પાકને નુકસાન પહોંચ્યુ છે.પોરબંદરના બરડા વિસ્તારમાં આશરે અઢી ઈંચ આફતી વરસાદ ખાબક્યો હતો. જેથી ખેડુતોના ઉભા પાકમાં પાણી ભરાઈ જવા પામ્યુ છે.આ કમોસમી વરસાદથી અહીંના ખેડુતોના ધાણા, જીરું,ચણા, અને ઘઉં જેવા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયુ છે.
રાજ્યમાં 2 દિવસ રહેશે કમોસમી વરસાદ: હવામાન વિભાગ
કમોસમી વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં આગામી બે દિવસ રાજ્યમાં કમોસમી વરસાદ રહેશે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. અને આવતીકાલે ઉત્તર ગુજરાતના વિસ્તારમાં કમોસમી વરસાદ રહેશે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મોડાસામાં વરસાદ આગાહી કરાઇ છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિતમાં ઠંડી વધશે. રાજ્યમાં લઘુત્તમ તાપમાન 3 થી 5 ડિગ્રી ઘટવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ બે દિવસ કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે.