બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Heavy rain many districts Gujarat rain forecast Meteorological Department

મેઘગર્જના / ગુજરાતના આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, જાણો હવામાન વિભાગની નવી આગાહી

Vishnu

Last Updated: 10:32 PM, 8 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બંગાળની ખાડીમાં હવાનું દબાણ સર્જાતા રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી

  • ગુજરાતમાં ઘણા જિલ્લામાં વરસાદી ઝાપટા
  • હવામાન વિભાગની મોટી આગાહી
  • આગામી 5 દિવસ વરસાદ બોલવશે રમઝટ

હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં વરસાદ થવાની સંભાવના છે, જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, તાપી અને ડાંગમાં વરસાદ થવાની શક્યતા છે. સાથે આણંદ, છોટા ઉદેપુર, વડોદરા અને ભરૂચમાં વરસાદ વરસી શકે છે.

ત્યારે આજે ગુજરાતમાં તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ  ધમાકેદાર એન્ટ્રી કરી છે. આજે વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. તે ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગર, રાજકોટ સહિત મધ્યગુજરાતના આણંદ, દાહોદના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા.

રાજકોટના જેતપુરના અમરનગર,દેવળકી, સ્ટેશન વાવડી, ગોંડલ તાલુકાના દેરડી(કુંભાજી), વાસાવડ, રાવણામાં વરસાદ
આણંદના પેટલાદ નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, વંટોળને કારણે અનેક જગ્યાએ વૃક્ષો પડ્યા
ભાવનગરના વાતાવરણમાં બપોર બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
ડાંગના સાપુતારાના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદને કારણે માટીનું ધોવાણ
નવસારી શહેરમાં મંકોડીયા, સર્કિટ હાઉસ ડેપો, સ્ટેશન રોડ વિસ્તારમાં વરસાદ
વલસાડ: વાપી રેલવે ગરનાળામાં પણ પાણી ભરાયા વાહન વ્યવહાર બંધ
દાહોદ જિલ્લામાં લીમખેડા, લીમડી, દાહોદ સહિત વિસ્તારોમાં વરસાદ 

જાણો રાજ્યમાં કેટલા જળાશયો એલર્ટ પર?
સિંચાઈ વિભાગના અધિકારીએ રાજ્યના જળાશયોની વિગતો આપતાં જણાવ્યું હતું કે સરદાર સરોવર જળાશયમાં ૩,૧૬,૩૮૪ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૯૪.૭૦% છે. રાજ્યનાં ૨૦૬ જળાશયોમાં ૪,૫૩,૫૯૪ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે,  જે કુલ સંગ્રહ શકિતના ૮૧.૨૬% છે. હાલમાં રાજ્યમાં કુલ ૧૦૨ જળાશય હાઇ એલર્ટ ૫ર, કુલ ૨૩  જળાશય એલર્ટ ૫ર તેમજ ૧૧ જળાશય વોર્નિંગ ૫ર છે.

8થી 10 સપ્ટેમ્બર દ. ગુજરાતમાં ભારે તો સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની વકી
બીજી બાજુ બંગાળની ખાડીમાં હવાનું દબાણ સર્જાતા રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારેથી મધ્યમ વરસાદની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર તારીખ 8મી સપ્ટેમ્બરના રોજ મહીસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદમાં મધ્યમ વરસાદની આગાહી તો 9મીએ વલસાડ, તાપી, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી તો અમદાવાદ, આણંદ, અરવલ્લી, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં મધ્યમ વરસાદ જ્યારે 10મીએ તાપી, નવસારી, ડાંગ અને નર્મદામાં ભારે વરસાદની આગાહી તો અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, ખેડા, મહીસાગર, ભાવનગર, બોટાદ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ