બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Heavy rain in Jodhpura 7 people lost their lives, army took over the front

મેઘકહેર / જોધપુરમાં વરસી આકાશી આફત, 7 લોકોએ ગુમાવ્યો જીવ, સેનાએ સંભાળ્યો મોર્ચો

ParthB

Last Updated: 03:27 PM, 28 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના જોધપુરમાં ગુરુવારે થોડો સમય વરસાદ બંધ થયા બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા પ્રશાસનની મદદ માટે સેનાએ પણ મોરચો સંભાળ્યો છે.

  • જોધપુરમાં આકાશી આફત વરસતાં સેનાએ સંભાળ્યો મોરચો 
  • સેનાએ બચાવ કાર્ય હાથ ધરી લોકોને કર્યા રેસ્ક્યું 
  • રાજસ્થાનમાં સામાન્ય કરતાં 55 ટકા વરસાદ વધું નોધાયો

રાજસ્થાનમાં ચોમાસાનું વિકરાળ સ્વરૂપ યથાવત છે. રાજસ્થાનમાં ઘણા જિલ્લાઓમાં વાદળો છવાઈ રહ્યા છે. ચોમાસામાં પશ્ચિમ રાજસ્થાનના જિલ્લાઓમાં વિનાશની સ્થિતિ સર્જાય છે. જોધપુર સહિત જેસલમેર, પાલી, નાગૌરમાં ભારે વરસાદ બાદ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. બીજી બાજુ જોધપુરમાં રવિવાર સાંજથી વરસાદ બાદ પરિસ્થિતિ સતત બગડી રહી છે.

જોધપુરમાં વરસાદ બંધ થતાં વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ 

જોધપુરમાં ગુરુવારે વરસાદ બંધ થયા બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં વહીવટીતંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જો કે, અનેક વિસ્તારોમાં ભારે પાણી ભરાવાના કારણે એજન્સીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી બાજુ  સેનાએ પણ જોધપુરમાં જિલ્લા પ્રશાસનની મદદ માટે મોરચો સંભાળ્યો છે. સેનાના જવાનો બચાવ કાર્યની સાથે કેટલાક દિવસોથી તેમના ઘરમાં ફસાયેલા લોકોને ભોજન પણ આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, જોધપુરમાં છેલ્લા 3 દિવસમાં વરસાદે 15 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે જ્યાં ત્રણ દિવસમાં 10 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.

રાજસ્થાનમાં સામાન્ય કરતાં 55 ટકા વરસાદ વધું નોધાયો

ચાલુ વર્ષે રાજસ્થાનમાં સામાન્ય કરતાં 55 ટકા વધુ ચોમાસું નોંધાયો છે. જોધપુર જિલ્લામાં સોમવાર સાંજથી ગુરુવાર સવાર સુધીમાં લગભગ 10 ઈંચ વરસાદ પડ્યો છે. તમને જણાવી દઈએ કે જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદના કારણે 7 લોકોએ જીવ ગુમાવ્યા છે. અહીં જિલ્લામાં ભારે વરસાદ બાદ સતત ત્રીજા દિવસે તમામ સરકારી અને ખાનગી શાળાઓ બંધ રાખવામાં આવી છે.

બચાવ કામગીરીમાં સેનાના જવાનો પણ જોડાયા
 
તમને જણાવી દઈએ કે જોધપુર જિલ્લામાં વરસાદ બાદ બગડેલી પરિસ્થિતિ વચ્ચે શહેરમાં બચાવ માટે 40થી વધુ સેનાના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે,જ્યાં શહેરની ઘણી કોલોનીઓમાં લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે. સેનાના જવાનો મોટી સંખ્યામાં બોટમાં બેઠેલા લોકોને બચાવી રહ્યા છે. આ સાથે સૈનિકો અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટ પણ પહોંચાડી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જોધપુરમાં વરસાદ બાદ નહેરો, નાળા, ઝરણા અને તળાવ ઓવરફ્લો થઈ ગયા છે. બીજી તરફ જોધપુરમાં ત્રણ દિવસમાં વરસાદની તબાહીમાં સાતના મોત થયા છે, જેમાં પાંચ બાળકો, એક મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે.

ઘણી કોલોનીઓને  ખાલી કરાવવામાં આવી  

ભારે વરસાદના કારણે  બાસનીમાં ડર્બી શ્રમિક કોલોનીને વરસાદ બાદ ખાલી કરાવવામાં આવી છે, તો આ તરફ જિલ્લા વહીવટીતંત્રે કોલોની ખાલી કરવાનો આદેશ આપ્યો છે અને પાણીમાં ફસાયેલા 400 લોકોને બચાવી લીધા છે. આ સિવાય SDRFની ટીમે લગભગ 150 લોકોને નજીકની શાળાઓમાં મોકલ્યા છે.બીજી તરફ મંડોર રોડ પર સ્થિત જનતા કોલોનીના 20 પરિવારોને મદરેસામાં શિફ્ટ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં વરસાદના કારણે 15થી વધુ મકાનો ધરાશાયી થયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ