હવામાન / ભાદરવો ભારે રહેવાની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

heavy rain in gujarat saurashtra kutch weather forecast

સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. 24 કલાકમાં 32 જિલ્લાના 176 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સિઝનનો અત્યાર સુધી કુલ 98.10 ટકા જેટલો વરસાદ ખાબક્યો છે અને ઓગસ્ટ માસથી અત્યારસુધી રાજ્યમાં સરેરાશ 18 ઇંચ વરસાદ નોંધાયો છે. તો હવામાન વિભાગ દ્વારા ભાદરવો ભારે રહેવાના એંધાણ અપાયા છે. ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થતા આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર, દ.ગુજરાત સહિતના રાજ્યના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ