છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેમા સૌથી વધારે ગીર સૌમનાથમાં 10 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદને કારણે નદી અને ડેમો છલકાયા છે.
રાજ્યમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા
છેલ્લા 48 કલાકથી અરાધારાર વરસાદ
ગીસ સોમનાથમાં સૌથી વધું 10 ઈંચ વરસાદ
ગુજરાતમાં મેઘરાજા છેલ્લા બે દિવસ મન મુકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ છેલ્લા 48 કલાકથી રાજ્યમાં અરાધારાર વરસાદ વરસી રહ્યો છે. આપને જણાવી દઈએ કે ગુજરાતના 100 તાલુકાઓમાં અત્યાર સુધીમાં 10 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. સાથેજ હજું પણ વરસાદ પડીજ રહ્યો છે.
ક્યાં કેટલો વરસાદ?
સૂત્રાપાડા
10 ઈંચ
માણાવદર
7.5 ઈંચ
માંગરોળ
7 ઈંચ
વંથલી
6.5 ઈંચ
દ્વારકા
6.5 ઈંચ
વેરાવળ
6 ઈંચ
કુતિયાણા
6 ઈંચ
ગોંડલ
5.5 ઈંચ
માળિયા
5 ઈંચ
વિસાવદ
5 ઈંચ
બાબરા
5 ઈંચ
કડાણા
5 ઈંચ
ભાણવડ
5 ઈંચ
કેશોદ
4.5 ઈંચ
ખાંભા
4.5 ઈંચ
ભેંસાણ
4 ઈંચ
તાલાળા
4 ઈંચ
જૂનાગઢ
4 ઈંચ
મેઘરજ
4 ઈંચ
રાણાવાવ
3.5 ઈંચ
વલ્લભીપુર
3.5 ઈંછ
લોધિકા
3.5 ઈંચ
પોરબંદર
3.5 ઈંચ
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સાંબેલાધાર
સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રમાં નોંધાયો છે. પરંતુ તેની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે નદી નાળા છલકાઈ ગયા છે. જોકે ભારે વરસાદને કારણે ખેડૂતોમાં આનંદનો માહોલ જોવના મળી રહ્યો છે.
20 કરતા વધારે ડેમમાં નવા નીરની આવક
આપને જણાવી દઈએ કે વરસાદ મોડો પડ્યો તેના કારણે સૌરાષ્ટ્રમાં પાણીની ભારે અછત સર્જાઈ હતી. જોકે હવે ભરપૂર વરસાદ પડતા સૌરાષ્ટ્રના 20 કરતા વધારે ડેમોમાં નવા નીરની આવક જોવા મળી છે. જેના કારણે જગતના તાતમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ લોકોએ પણ હાંશકારો અનુભવ્યો છે.
સૌથી વધુ ગીર સોમનાથમાં 10 ઈંચ વરસાદ
જિલ્લા મુજબ જોવા જઈએ તો ગીર સોમનાથ સુત્રાપાડામાં 10 ઈંચ વરસાદ પડ્યો છે. માણવદરમાં 8 ઈંચ. વંથલી-દ્વારકામાં 7 ઈંચ, વેરાવળમાં 6 ઈંચ વરસાદ પડ્યો છે. કુતિયાણા-ગોંડલમાં 6 ઈંચ વરસાદ પડ્યો છે. ઉપરાંત માળિયા વિસાવદરમાં 5 ઈંચ વરસાદ પડ્યો છે.
દુષ્કાળની સ્થિતી વચ્ચે નદી અને ડેમ છલકાયા
ઉલ્લેખનીય છે કે ભાદરવા મહિનામાં મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. જેના કારણે ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. તેના પાછળનું કારણ છે કે અગાઉ વરસાદ નહોતો પડ્યો તે પહેલા દુષ્કાળની સ્થિતી સર્જાઈ હતી. પરંતુ હવે તો ભારે વરસાદને કારણે નદી-ડેમ છલકાઈ ગયા છે. જેના કારણે ખેડૂતોને હવે સિંચાઈનું પાણી પણ મળી રહેશે.