બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Heavy rain forecast in some districts in Gujarat for next 5 days

ચોમાસું / ફરીવાર ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 5 દિવસ મેઘરાજા કરશે ધમાકેદાર બેટિંગ, માછીમારોને અપાઇ ચેતવણી

Dhruv

Last Updated: 07:58 AM, 14 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં હજુ આગામી 5 દિવસ સુધી અતિભારે વરસાદ વરસશે.

  • ગુજરાતમાં હજુ 5 દિવસ સારો એવો વરસાદ વરસવાની શક્યતા
  • અરબી સમુદ્રમાં વેલ માર્ક લો પ્રેશર સક્રિય થતાં વરસાદ વરસશે
  • આગામી 5 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં હજુ 5 દિવસ સારા એવા વરસાદની શક્યતા રહેલી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, 'અરબી સમુદ્રમાં વેલ માર્ક લો પ્રેશર સક્રિય થતાં રાજ્યમાં સારો એવો વરસાદ વરસી શકે છે.'

માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, અરવલ્લી, વલસાડ અને નવસારીમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તદુપરાંત માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે.

Ahmedabad Heavy wind blew in the western region heavy rain

ગઇકાલે અમદાવાદમાં મેઘરાજાએ રમઝટ બોલાવી હતી

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં ગઇકાલે અમદાવાદમાં બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો અને ત્યારબાદ અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં મોદી સાંજે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. શહેરના અખબારનગર, RTO સર્કલ, જુના વાડજ, નવા વાડજ, રાણીપ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. તો બોડકદેવ, સેટેલાઇટ, એસ.જી હાઇવે, સરખેજ, સનાથલ, શાંતિપુરા, બાકરોલ સહીતના વિસ્તારોમાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જેને લઈને લોકોને બફારામાંથી રાહત મળી હતી.

અખબનાર નગરથી નવા વાડજ તરફ વૃક્ષ ધરાશાયી, બાઇક ચાલક ફસાયો હતો

શહેરમાં વરસાદને પગલે અખબારનગરથી નવા વાડજ તરફ જવાના રસ્તા પર ઝાડ ધરાશાઈ થયું હતું. અચાનક ઝાડ પડતા એક બાઈક ચાલક ઝાડ નીચે ફસાયો હતો. પોલીસ અને સ્થાનિક દુકાનદારોની મદદથી તેને બહાર કાઢી 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોનો એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો કે અનેક અરજી કરી હતી પણ તંત્ર દ્વારા કોઈપણ કામગીરી કરવામાં આવતી નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ