બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / heavy police force deployed in rajasthan bhilwara violence news

રાજસ્થાન / જોધપુર બાદ ભીલવાડામાં તણાવનો માહોલ: બે યુવક પર હુમલો થતા ભારે પોલીસ ફોર્સ તૈનાત, ઈન્ટરનેટ બંધ

Dhruv

Last Updated: 12:54 PM, 5 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના જોધપુર બાદ ભીલવાડામાં પણ તણાવભર્યો માહોલ સર્જાતા સમગ્ર જિલ્લામાં જોધપુરની જેમ ઈન્ટરનેટ બંધ કરી દેવાયું.

  • જોધપુર બાદ હવે ભીલવાડામાં તણાવનો માહોલ
  • સાંગાનેરમાં બે યુવકોને માર મારતા લોકોનો ઉગ્ર વિરોધ
  • સાંગાનેરમાં 150થી વધુ પોલીસ જવાનોને તૈનાત કરાયા

રાજસ્થાનના જોધપુર બાદ હવે ભીલવાડામાં પણ તણાવનો માહોલ સર્જાયો છે. અહીં સાંગાનેરમાં બુધવારની રાત્રિએ મોં પર દુપટ્ટા બાંધીને આવેલા એક ડઝનથી વધુ શખ્સોએ બે યુવકો સાથે મારપીટ કરીને તેની બાઇક સળગાવી દીધી હતી. ત્યાર બાદ લોકોએ હુમલાખોરોની ધરપકડની માંગ સાથે ઘાયલોને હોસ્પિટલ લઈ જવાનો વિરોધ કર્યો હતો. જો કે, પોલીસ-પ્રશાસનની સમજાવટ બાદ ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જો કે, ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા બાદ પણ શહેરમાં તણાવ ઓછો ન હતો થયો. સ્થિતિની ગંભીરતાને જોતા સાંગાનેર વિસ્તારમાં 33 પોલીસ સ્ટેશનના 150થી વધુ જવાનોને તૈનાત કરી દેવાયા છે. આ સાથે ગુરુવારે સવારથી જ સમગ્ર જિલ્લામાં ઈન્ટરનેટ પણ બંધ કરી દેવાયું છે. તમને જણાવી દઇએ કે, જોધપુરમાં ઈદના દિવસે પણ ભારે હોબાળો થયો હતો. ત્યાર બાદ શહેરમાં હજુ પણ કર્ફ્યુ લાગુ છે તેમજ ઈન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે.

લોકોને શાંત રહેવાની અપીલ

કલેક્ટર આશિષ મોદીએ જણાવ્યું કે, બંને યુવકો સાથે મારપીટ અને બાઇક સળગાવવાના કેસમાં પોલીસ હુમલાખોરોને શોધી રહી છે. સ્થળની આસપાસ તેમજ શહેરની બહારની તરફ જતા રસ્તાઓ પરના CCTV ફૂટેજ પણ સ્કેન કરવામાં આવી રહ્યાં છે. હાલમાં લોકો પાસેથી માહિતી એકત્ર કરીને આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી હતી.

સાંગાનેર સૌથી સંવેદનશીલ વિસ્તાર

ભીલવાડાના ઉપનગર સાંગાનેરને સૌથી સંવેદનશીલ વિસ્તારમાં ગણવામાં આવે છે. જો કે સાંગાનેરની આ ઘટનાને કરૌલી, અલવર, જોધપુર અને હવે ભીલવાડામાં વાતાવરણ બગાડવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.

નાગૌરમાં પણ ઈદના દિવસે બે જૂથો વચ્ચે બબાલ થઈ હતી

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ રાજસ્થાનના બે શહેરોમાં હિંસાના સમાચાર સામે આવ્યા હતાં. જોધપુરમાં ચાલી રહેલી હિંસા બાદ નાગૌરમાં પણ ઈદની ઉજવણી દરમિયાન બે જૂથો વચ્ચે બબાલ થઈ હતી. મીડિયા રિપોર્ટ અનુસાર નાગૌરના કિદવાઈ વિસ્તારમાં ઈદની ઉજવણી દરમિયાન બે જૂથ વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થઇ હતી. જેણે પાછળથી ઉગ્ર સ્વરુપ ધારણ કર્યું હતું અને જોતજોતામાં જ આખો મામલો ઉપડ્યો હતો. બંન્ને જૂથના લોકોએ એકબીજા પર ભારે પથ્થરમારો કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ