બ્રેકિંગ ન્યુઝ
VTV / આરોગ્ય / Heart attack death toll rises across the world: Are young people the biggest victims? Learn how to survive
Megha
Last Updated: 04:55 PM, 9 December 2022
ADVERTISEMENT
આજકાલ તણાવ, ખરાબ લાઈફસ્ટાઈલ અને ખાવાની આદતને કારણે દરેક લોકોમાં હૃદયરોગના કેસ ઝડપથી વધી રહ્યા છે. જ્યાં સુધી હૃદય યોગ્ય રીતે કાર્ય કરવાનું ચાલુ રાખશે ત્યાં સુધી આપણું જીવન સામાન્ય રીતે ચાલશે પણ જ્યારે તે અટકી જાય છે જીવન પણ અટકી જાય છે. પહેલા એવું માનવામાં આવતું એક ઉંમર થયા પછી જ હાર્ટ અટેક આવે છે પણ આજકાલ યુવાઓને પણ હાર્ટઅટેક આવવાના કિસ્સાઓમાં વધારો થયો છે. ઘણીવાર હૃદય રોગ કે હાર્ટ એટેકના લક્ષણોને સમયસર નથી ઓળખી શકાતા અને તેના કારણે તેમને હાર્ટ એટેક આવવાની સંભાવના વધી જાય છે.
ADVERTISEMENT
દુનિયામાં હાર્ટ એટેકથી મૃત્યુઆંક વધ્યો
એક રિપોર્ટ અનુસાર અંદાજે એક તૃતિયાંશ લોકો હાર્ટ એટેકને કારણે મૃત્યુ પામે છે. હાર્ટ અને એને સંબંધિત રોગ વધુને વધુ ચિંતાનું કારણ બની રહ્યા છે. હાર્ટ એટેક આવવાની પાછળ સૌથી મોટી સમસ્યા અસંતુલિત ખાનપાન છે. ઘણી વખત એવું બને છે કે જયાં સુધી દર્દી હોસ્પિટલ પહોંચે ત્યાં સુધી ક્યારેક ઘણું મોડું થઈ ગયું હોય છે અને જો દર્દી બચી જય તો હાર્ટ એટેકને કારણે ક્યારેક વ્યક્તિને પેરાલિસિસથીનો પણ સામનો કરવો પડે છે. જો હાર્ટ અટેકના પ્રારંભિક સંકેત વિશે વાત કરી તો ડાબા ખભામાં કે છાતીમાં કોઈ ઈજા વગર સતત દુ:ખાવો અને સામાન્ય વાતાવરણમાં વધારે પડતો પરસેવો જેવા હોય શકે છે.
હાર્ટ એટેકના 10 ખતરનાક લક્ષણ
1 અસામાન્ય હાર્ટ બીટ
2 જડબા, દાંત અને માથામાં દુ:ખાવો
3 ખભામાં દુ:ખાવો
4 સતત ખાંસી
5 છાતીમાં બળતરા થવી
6 ઉંઘમાં નસકોરા બોલાવવા
7 વધારે પડતો પરસેવો આવવો
8 વારંવાર ઉલ્ટી થવી
9 હાથમાં સોજો આવવો
10 શ્વાસ લેવામાં તકલીફ થવી
શું આપણે હાર્ટઅટેકથી બચી શકીએ?
જીવનશૈલી બદલવાથી હૃદયરોગનુ જોખમ ૬૦% જેટલું ઓછું થઈ શકે છે
વઘુ પડતી જીવનની ભાગ-દોડથી દૂર રહેવું
તણાવથી દૂર રહેવા માટે યોગ અને ધ્યાન કરવું
વધુ પડતા ચરબી યુકત ઓઈલી પદાર્થનો ખોરાકમાં ઉપયોગ ન કરવો
લીલા શાકભાજી અને ફળના ઉપયોગથી હાર્ટ એટેકનું જોખમ ઘટાડી શકાય
કોઈપણ પ્રકારના તમાકુંના સેવનથી દૂર રહેવું જોઈએ
વ્યક્તિને સ્વસ્થ રહેવા રોજ 45થી 60 મીનિટ વ્યાયામ કરવું જોઈએ
યુવાઓમાં કેમ વધી રહ્યા છે હાર્ટ એટેકના કેસ?
લોકોના ખોરાકમાં પેકેટવાળા ભોજનનું પ્રમાણ વધ્યું છે
પ્રકૃતિના નિયમ વિરુદ્ધ ઉંઘ લઇએ
કોરોનાના કારણે લોકોની લાઇફસ્ટાઇલ વધુ બદલાઇ હતી
કોરોનાના કારણે લોકો વધુ તણાવમાં આવી ગયા હતા
લોકોમાં સ્ફૂર્તિ ખતમ થઇ ગઇ અને સુસ્ત થઇ ગયા
સુસ્ત જીવનના કારણે સ્વાસ્થ્યને અસર પડે છે
યુવાઓમાં હાર્ટ એટેકમાં વધારાનું અન્ય એક કારણ છે ટાઇપ-2 ડાયાબિટીઝ
વધુ પડતા આલ્કોહોલનું અને સ્મોકિંગને કારણે પણ જોખમ વધ્યું
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.