બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / Hearing on advertisement hoardings in Gujarat High Court, Notice to Government and AMC to submit reply

હવે માથા નહીં ફૂટે / જાહેરમાં લગાવેલા હોર્ડિંગ્સ પર ગુજ. હાઈકોર્ટ લાલધૂમ, તંત્રને કહ્યું આટલા હોર્ડિંગ્સની પરવાનગી કેવી રીતે મળે?

Vishnu

Last Updated: 07:56 PM, 8 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

HCએ સરકાર અને AMCને નોટિસ ઈશ્યુ કરી આગામી મુદતમાં જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.

  • જાહેર રસ્તા પર હોર્ડિંગ્સ લગાવવા મુદ્દે હાઇકોર્ટમાં અરજી મુદ્દે સુનાવણી
  • ઘણીવાર રોડ પર લગાવતાં હોર્ડિગ્સ જોખમી બની શકે છેઃ અરજદાર
  • આટલા હોર્ડિંગ્સની પરવાનગી કેવી રીતે મળે?: HC

જાહેર રસ્તાઓ પર નિયમભંગ કરી લોકોની સલામતી જોખમાય તે રીતના હોર્ડિંગ,  એલ.ઇ.ડી. બિલબોર્ડ,અને એલ.સી.ડી. બોર્ડ, કિઓસ્ક, ગ્લાસ ડિસ્પ્લે રાખવામાં આવતા હોવાની ફરિયાદ કરતી રિટ ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી હતી જેના સુનાવણી દરમિયાન  HCએ સરકાર અને AMCને નોટિસ ઈશ્યુ કરી આગામી મુદ્દતમાં આ અંગે જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.જેની  વધુ સુનાવણી 7 નવેમ્બરના રોજ હાથ ધરાશે

આટલા હોર્ડિંગ્સની પરવાનગી કેવી રીતે મળે?: HC
જાહેર હિતની અરજી કરતા અરજદારે કોર્ટને કહ્યું હતું કે બિલબોર્ડ, LED બોર્ડ પર રોક લગાવામાં આવે કારણ કે ઘણીવાર રોડ પર લગાવતાં હોર્ડિગ્સ જોખમી બની શકે છે, હાલમાં નિયમોને આધીન બિલ્ડિંગ પર નહીં પણ જાહેર રસ્તા પર હોર્ડિંગ્સ લગાવવામાં આવી રહ્યા છે. જેથી વધુ વરસાદ, પવન કે વાવાઝોડાના વખતે આસપાસ રહેતા લોકોના માથે જીવનું જોખમ ઊભું થયું રહ્યું છે. કોર્ટે સુનાવણી દરમિયાન HCએ સરકાર અને AMCને નોટિસ ઈશ્યુ કરી આગામી  7 નવેમ્બરના રોજ જવાબ રજૂ કરવાનો આદેશ કર્યો છે તથા સવાલ કર્યો છે કે આટલા હોર્ડિંગ્સની પરવાનગી કેવી રીતે મળે? 

જોખમી બોર્ડ ગમે ત્યાં મૂકી દેવાય છે
મહત્વનું છે કે શહેરના વિવિધ જાહેર રસ્તાઓ અને ઇમારતો પર હોર્ડિંગ, બિલબોર્ડ, વિવિધ ઈલેકટ્રિક બોર્ડ, કિઓસ્ક, કાચ ડિસ્પ્લે માધ્મયથી આઉટડોર જાહેરાત  કરવામાં આવે છે. તેના નિયમ પ્રમાણે આ પ્રકારના મોટા હોર્ડિંગ અને બિલબોર્ડ મર્યાદિત ઇમારતો અને સ્ટ્રક્ચર પર જ મૂકી શકાય છે.પણ હાલમાં આવા જોખમી બોર્ડ ગમે ત્યાં મૂકી દેવાય છે. આ ઉપરાંત અમુક સલામત અંતર જાળવવાના નિયમ છે. જેથી આ હોર્ડિંગ આસપાસના રહેવાસીઓ અને અન્ય લોકો માટે જીવના જોખમ રૂપી ન બને. અરજદારનો આક્ષેપ છે કે તોકતે વાવાઝોડા દરમિયાન વધુ પડતાં હોર્ડિગ્સને કરાણે અનેક લોકો ઘાયલ થયા હતા અને તેમના જીવ પર બની આવી હતી આથી આ અંગે કોર્ટ જરુરી આદેશો આપે તો બિલબોર્ડ, LED બોર્ડ પર રોક લગાવી શકાય છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ