બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / Health workers of Gujarat prepared an outline of the movement from 15th to 20th

આંદોલનમય ગુજરાત / આરોગ્ય કર્મીઓ લડી લેવાના મૂડમાં, 15થી 20 તારીખ સુધીની તૈયાર કરાઈ આંદોલનની રૂપરેખા, આજે વિધાનસભા ઘેરાવ

Vishnu

Last Updated: 12:02 AM, 15 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માજી સૈનિકો, આરોગ્યકર્મીઓ, LRD વેઇટિંગ લિસ્ટ માટે ઉમેદવારો, જૂની પેન્શન યોજના લાગુ કરવાનો મુદ્દે સરકારી કર્મચારીઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં છે

  • વિરોધના વંટોળમાં સરકાર!
  • માજી સૌનિકો, આરોગ્યકર્મીઓનો વિરોધ
  • LRD ઉમેદવારોની નિમણૂકની માગ
  • વિરોધને કેવી રીતે ઠારશે સરકાર?

રાજ્યના આરોગ્ય કર્મચારીઓ પણ તેમના પ્રશ્નોનું નિરાકરણ જલ્દી આવે તેવી માગ કરી રહ્યા છે. અને જો ઝડપથી નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આરોગ્ય કર્મીઓ 15થી 20 સપ્ટેમ્બર સુધી હડતાળ પર ઉતરી રહ્યાં છે. આરોગ્ય કર્મીઓ કહી રહ્યાં છે કે અમારા પડતર પ્રશ્નો મુદ્દે હજુ કોઇ બાહેંધરી નથી અપાઇ. 

રાજ્યના આરોગ્ય કર્મચારીઓનું આંદોલન 

  • હજારો આરોગ્ય કર્મચારીઓ વિધાનસભાનો ઘેરાવ કરશે
  • 16 સપ્ટેમ્બર શુક્રવારે ગાંધીનગરમાં રેલીનું આયોજન  
  • 17 સપ્ટેમ્બર શનિવારે ગાંધીનગરમાં રસ્તારોકો આંદોલન કરશે  
  • 19 સપ્ટેમ્બર સોમવારે પરિવાર સાથે ગાંધીનગર ખાતે ધરણા કરશે
  • 20 સપ્ટેમ્બર મંગળવારથી પ્રશ્નોનો ઉકેલ ન આવે ત્યાં સુધી ભૂખ હડતાળ
  • આરોગ્ય કર્મચારી 8 ઓગસ્ટથી અચોકક્સ મુદતની હડતાળ પર છે
  • સરકાર દ્વારા પડતર પ્રશ્નો મુદ્દે હજુ સુધી બાંહેધરી નથી અપાઇ

LRD વેઇટિંગ લિસ્ટનો સળગતો મુદ્દો
LRD ઉમેદવારોમાં આક્રોશ છે કે ડેક્યુમેન્ટ વેરિફિકેસન થયું પણ નિમણૂક નથી મળી. આરોગ્યકર્મીઓમાં આક્રોશ છે કે પડતર પ્રશ્નોનું હજુ પણ નિરાકરણ નથી આવ્યું. અને માજી સૈનિકોમાં એ વાતનો આક્રોશ છે કે હજુ સુધી તેમની માગની સરકારે નોંધ નથી લીધી. આ વિરોધની એવી તસ્વીર છે જે આગામી સમયમાં સરકારની મુશ્કેલીઓ વધારી શકે છે. ગુસ્સો LRD વેઇટિંગ લિસ્ટના ઉમેદવારનો હોય. કે ગૌણ સેવામાં ભરતીની માગ કરતા ઉમેદવારોનો હોય. મુદ્દો માજી સૈનિકોનો હોય કે રાજ્યના આરોગ્ય કર્મચારીઓનો. આ તસ્વીરમાં મોટા ભાગના વિરોધમાં યુવાઓ જ દેખાઇ રહ્યાં છે. હાથમાં બેનર લઇને નીકળેલા LRD વેઇટિંગ લિસ્ટના મહિલા ઉમેદવારો. જેઓમાં રોષ છે કે બાહેંધરી પ્રમાણે તેમને નિમણૂક નથી મળી. વેઈટિંગ લિસ્ટના 20 ટકા ઉમેદવારોને નિમણૂંક આપવાની બાહેંધરી આપી હતી. પણ વેઈટિંગ લિસ્ટમાંથી માત્ર 118 પુરૂષ અને 101 મહિલાને જ નિમણૂક અપાઇ છે. ખુશ કરવા માટે માત્ર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યું પણ નિમણૂક હજુ નથી થઇ.

સરકારી ભરતીના ઉમેદવારો પણ મેદાને
તો ગૌણ સેવા પસંદગી મંડળ સામે ઉમેદવારોએ દેખાવો કર્યા. બિન સચિવાલય ક્લાર્ક, હેડ ક્લાર્ક, આસિસ્ટન્ટ ક્લાર્કની જગ્યા ભરવાની માગના બેનર લઇ ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસે પહોંચી ગયા. ડોક્યુમેન્ટ વેરીફીક્શન બાદ અન્ય પરીક્ષામાં પાસ થયેલા કોમન ઉમેદવારોને ખાલી જગ્યાઓમાં નિમણૂક  આપવા રજૂઆત કરવામાં આવી હતી.

માજી સૈનીકોના પડતર માંગને લઈ દેખાવો
તો બીજી તરફ ગાંધીનગરમાં માજી સૈનિકોનો જમાવડો પણ કહી રહ્યો છે કે લોકોમાં આક્રોશ તો છે. ગાંધીનગરમાં બીજા દિવસે પણ માજી સૈનિકોએ વિરોધ યથાવત રાખ્યો. માજી સૌનિકોની માગ છે કે શહીદના પરિવારને 1 કરોડ મળે,  સરકારી ભરતીમાં 10 ટકા અનામત મળે આવી કેટલીક માગો છે તે માજી સૈનિક કરી રહ્યાં છે.

આંદોલનમય બન્યું ગુજરાત
ત્યારે એક બાજુ સામે ચૂંટણી છે અને બીજી બાજુ વિરોધ અને તેમાં પણ વધુ યુવાઓ છે. ત્યારે હવે જોવું રહ્યું કે સરકાર આ વિરોધને કેવી રીતે ઠારશે. કારણ કે જે આપ જે રીતે પ્રચાર કરી રહ્યું છે. તે જોતા ચૂંટણીમાં સરકાર કોઇ પણ જોખમ લેવા નહીં માગે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ