બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Health workers continue hunger strike for second day in gandhinagar

ગાંધીનગર / સરકાર સાથે વાટાઘાટ નિષ્ફળ જતા આરોગ્ય કર્મીઓની અનોખી ભૂખ હડતાળ, બોલાવી શ્રી રામ જય રામ જય જય રામની ધૂન

Dhruv

Last Updated: 01:58 PM, 22 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી જુદા-જુદા વિભાગના કર્મીઓ ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. ત્યારે જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મીઓની હડતાળ હજુ યથાવત.

  • જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મીઓની હડતાળ યથાવત
  • આરોગ્ય કર્મીઓની સતત બીજા દિવસે ભૂખ હડતાળ યથાવત
  • GR ન થાય ત્યા સુધી આંદોલન યથાવત રાખવાની ચીમકી

આરોગ્ય કર્મીઓની સતત બીજા દિવસે ભૂખ હડતાળ યથાવત છે. આરોગ્ય કર્મીઓ પોતાની વિવિધ માંગને લઇ સ્વર્ણિમ પાર્ક ખાતે એકત્રિત થયા છે. મહત્વનું છે કે, આરોગ્ય કર્મચારીઓની સરકાર સાથેની બેઠક નિષ્ફળ નીવડી છે. અગાઉ પગાર વિસંગતતાને લઇને આરોગ્યકર્મીના આગેવાનોની સરકાર સાથે બેઠક યોજાઇ હતી. જે બેઠક નિષ્ફળ રહેતા આંદોલન હજુ યથાવત ધોરણે ચાલી રહ્યું છે.

શ્રી રામ જય રામની ધૂન સાથે આરોગ્ય કર્મીઓની હડતાળ યથાવત

હાલમાં સ્વર્ણિમ પાર્ક ખાતે આરોગ્ય કર્મીઓ શ્રી રામ જય રામ જય જય રામની ધૂન બોલાવીને વિરોધ કરી રહ્યાં છે. તમને જણાવી દઇએ કે, ગ્રેડ-પે, કોરોના રજા પગાર તથા ટ્રાવેલ અલાઉન્સને લઇને આરોગ્ય કર્મીઓ હડતાળ પર ઉતર્યા છે. GR ન થવા સુધી આંદોલન યથાવત રાખવા આરોગ્યકર્મીઓએ ચીમકી આપી છે. આરોગ્ય કર્મીઓની મુખ્ય માંગણી પગાર વિસંગતતા છે. આ હડતાળમાં ખૂબ મોટી સંખ્યામાં મહિલા આરોગ્ય કર્મચારીઓ પણ જોડાઇ છે.

સરકાર સાથેની બેઠક નિષ્ફળ રહેતા આરોગ્ય કર્મીઓએ ભૂખ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું

મહત્વનું છે કે, આરોગ્ય કર્મચારીઓએ 45 દિવસની લડત બાદ અંતે બુધવારના રોજ ગઇકાલથી ભૂખ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું. જેનો આજે બીજો દિવસ થયો છે. બે દિવસથી ભૂખ હડતાળના ભાગરૂપે ગાંધીનગર ખાતે જ રાત્રિ રોકાણ કરવાનો કર્મચારીઓમાં એક સૂર આવ્યો હતો. રાજ્યના પંચાયતના આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળના 45માં દિવસે ભૂખ હડતાળમાં કર્મચારીઓ પોતાના નાના બાળકો સાથે સામેલ થયા હતા. તદુપરાંત પતિ-પત્ની પણ હડતાળમાં સામેલ થયા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં એક જ દિવસમાં 4 આંદોલનોનો અંત લાવવામાં ભૂપેન્દ્ર પટેલની સરકારને સફળતા મળી છે. વિધાનસભાની ચૂંટણી પહેલા પૂર્વ સૈનિકો, એસ.ટી વિભાગ, વનરક્ષક બાદ  આશા વર્કર મહિલાઓનું વધુ આંદોલન સમેટાયું છે.  ઉપરાંત વિધાનસભાના ટૂંકા સત્રના પ્રથમ દિવસે જ ઢોર નિયંત્રણ બિલ સર્વાનુમતે પરત ખેંચવામાં આવ્યું છે. જેના કારણે માલધારી સમાજમાં ખુશીનો માહોલ સર્જાયો છે. એવામાં હવે ટીમ OPSએ સરકાર સામે બાંયો ચઢાવી છે.

ટીમ OPS દ્વારા પેન ડાઉનનું એલાન

ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તથા ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ દ્વારા સંકલિત રાજ્યમાં કાર્યરત તમામ NPS ધારકોને આવરી લેતાં મંચ ટીમ ઓપીએસ દ્વારા પેન દ્વારા પેન ડાઉનનું એલાન કરવામાં આવ્યું છે. તેમની માંગ છે કે NPSની સાપેક્ષ OPS (જૂની પેન્શન યોજના) પુનઃ લાગુ કરવામાં આવે.

27 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ

જૂની પેન્શન યોજના અને ગ્રેડ-પે મુદ્દે આંદોલન યથાવત છે. ત્યારે ટીમ ઓપીએસ દ્વારા પેન ડાઉનનું એલાન કરવામાં આવ્યું છે. તમામ કર્મચારીઓ પેનડાઉન કરીને આજે કામ નહીં કરે. આ ઉપરાત  ટીમ ઓપીએસ દ્વારા 27 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ટીમ ઓપીએસ દ્વારા કહેવામાં આવ્યું છે કે સરકાર અમારી માંગ નહીં સંતોષે તો તમામ કર્મચારીઓ  27 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ