બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / આરોગ્ય / health tips bread combination harmful side effects chai bread diabetes weight heart

સાવધાન / ચાની સાથે મોટાભાગના લોકો ખાય છે આ વસ્તુ! થઈ જાવ સાવધાન નહીં તો થઈ શકે છે આ 5 ગંભીર સમસ્યાઓ

Arohi

Last Updated: 12:23 PM, 15 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં પાણી પછી સૌથી વધારે પીવાતું પીણું 'ચા' છે. સવારે અને સાંજે ચાની ચુસકી સાથે લોકો પોતાની પસંદનો નાસ્તો કરે છે. પરંતુ આ આદત મુશ્કેલી બની શકે છે. જાણો કઈ રીતે?

  • ભારતમાં ચા સૌથી લોકપ્રિય પીણું 
  • ચા સાથે નાસ્તાની પસંદગી ધ્યાનથી કરો 
  • નહીં તો સ્વાસ્થ્યને થઈ શકે છે મોટુ નુકસાન 

ભારતમાં એવા ઘણા લોકો છે જેમના માટે ચા માત્ર પીણું નથી પણ એક ઈમોશન છે. આ દેશમાં પાણી પછી ચા સૌથી વધુ પીવામાં આવતી વસ્તુ છે. લોકો સવારના નાસ્તાથી લઈને સાંજના ફ્રી ટાઈમ સુધી ચાની ચૂસકી લેવાનું પસંદ કરે છે. ચા સાથે બિસ્કિટ જેવા નાસ્તા ખાવા સામાન્ય વાત છે.

પરંતુ ઘણા લોકો નાસ્તામાં ચા અને બ્રેડનું સેવન કરે છે. જો કે ચા પોતાનામાં જ એક હાનિકારક વસ્તુ છે અને પછી તેની સાથે બ્રેડ ખાવાથી સમસ્યા વધુ વધી શકે છે કારણ કે તેનાથી અનેક ગંભીર બીમારીઓનો ખતરો રહે છે.

હાઈ બ્લડ પ્રેશર
જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની ફરિયાદ હોય તેમણે ચા અને બ્રેડને એકસાથે ન ખાવી જોઈએ કારણ કે તેનાથી બીપી વધે છે જે અન્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.

થઈ શકે છે પેટમાં ચાંદાની ફરિયાદ
ચા અને બ્રેડ એકસાથે ખાવાથી પેટમાં ચાંદા થઈ શકે છે. તેથી બંનેને ક્યારેય એકસાથે ન ખાવ. અમુક લોકોને આ બન્ને સાથે ખાવાથી એસિડિટીની ફરિયાદ થઈ શકે છે. 

પેટ પર પડે છે ખરાબ અસર 
જો તમે ચા સાથે બ્રેડ ખાવાના શોખીન છો, તો આમ કરવાથી સ્થૂળતા ઝડપથી વધશે, કારણ કે સફેદ બ્રેડમાં પ્રિઝર્વેટિવ્સ ઉમેરવામાં આવે છે જેથી તે ઘણા દિવસો સુધી ખાઈ શકાય, પરંતુ તે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, જેના કારણે પેટમાં ખરાબ અસર પડી શકે છે.

હાર્ટની બિમારીઓનું જોખમ વધે છે 
ચા અને બ્રેડનું કોમ્બિનેશન હૃદયની બીમારીઓનું જોખમ વધારે છે કારણ કે તેનાથી લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલનું જોખમ ઘણી હદ સુધી વધી જાય છે. કેટલાક લોકોને હાર્ટ એટેક પણ આવી શકે છે. તેથી તેનાથી બચવાનો પ્રયાસ કરો.

ડાયાબિટીસના દર્દી માટે નુકસાનકારક 
ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ચા અને બ્રેડ એકસાથે ખાવી યોગ્ય નથી કારણ કે તેનાથી ઇન્સ્યુલિન પર ખરાબ અસર પડે છે અને બ્લડ શુગર લેવલ પણ ઝડપથી વધી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ