health ministry said vaccine will be cheaper from abroad
મહામારી /
વિદેશ કરતા ભારતીય વેક્સિન સસ્તી હશે પરંતુ આ લોકોને જ અપાશે ફ્રી ડોઝ : આરોગ્ય મંત્રાલય
Team VTV04:36 PM, 04 Dec 20
| Updated: 04:38 PM, 04 Dec 20
દેશભરમાં કોરોના વેક્સિનની આતુરતા પૂર્વક રાહ જોવાઇ રહી છે. સીરમ, ભારત બાયોટૅક અને ઝાયડસ કેડિલા સહિત 3 અન્ય મળીને દેશમાં કુલ 6 કોરોના વેક્સિનના ટ્રાયલ યથાવત છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આગામી વર્ષના માર્ચ મહિના સુધીમાં કોઇ એક વેક્સિન આવી જશે.
ભારતીય કોરોનાની વેક્સિનને લઇને આવ્યા મોટા સમાચાર
તમામ લોકોને ફ્રીમાં નહીં મળે ડોઝ
PM મોદીએ કહ્યું વેક્સિન માટે વધુ લાંબો સમય નહીં જોવી પડે રાહ
તાજેતરમાં જ પ્રધાનમંત્રી મોદીએ પણ વેક્સિનના ત્રણ મુખ્ય દાવેદારો સાથે મળીને રસી અંગેની સમક્ષી કરી હતી. ત્યારે હવે એવા સમાચારો સામે આવ્યા છે કે, સરકાર પ્રાથમિકતા વાળા સમૂહનો જ ખર્ચ ઉઠાવશે.
વેક્સિન બધાને ફ્રીમાં નહીં મળે
સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર કેન્દ્રિય મંત્રાલયે કહ્યું હતું કે, વિદેશોના મુકાબલે ભારતમાં વેક્સિન સસ્તી હશે. કહેવામાં આવ્યું છે કે, સરકાર પ્રાથમિકતા ધરાવતા સમૂહોનો જ વેક્સિનેશન ખર્ચ ઉઠાવશે. આ સાથે જ જેમની સ્થિતિ વધુ ગંભીર છે અથવા જેમનો ડેટા કોવિડ દર્દી તરીકે નોંધાયો છે તેમને વેક્સિન ફ્રીમાં અપાશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, મંત્રાલયે 8 રસીનો ઉલ્લેખ કર્યો જેમાંથી કેટલીય રસી ત્રીજા તબક્કામાં પહોંચી ચૂકી છે.
PM મોદીએ કહ્યું વેક્સિન માટે વધુ લાંબો સમય નહીં જોવી પડે રાહ
કોરોના મુદ્દે યોજાયેલી સર્વદળીય બેઠક બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વેક્સીનને લઇને મહત્વપૂર્ણ વાત કહી છે.પીએમ મોદીએ કહ્યું કે વેક્સીન માટે લાંબો સમય રાહ જોવી નહી પડે. આગામી થોડા જ સપ્તાહોમાં વેક્સીન મળવાની સંભાવના છે. રસીકરણ માટે આપણી પાસે સારી વ્યવસ્થા છે.
વેક્સીનની કિંમત મુદ્દે પીએમ મોદીનું નિવેદન
પીએમ મોદીએ સર્વદળીય બેઠક બાદ વેક્સીન આપવાને લઇને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તે સાથે વેક્સીનન કિંમતને લઇને જણાવ્યું કે વેક્સીનની કિંમતને લઇને રાજય સરકારો સાથે વાતચીત ચાલુ છે. પીએમ મોદીએ વેક્સીનની કિંમતને લઇને કહ્યું કે લોકોને પરવડે તે રીતે ભાવ નક્કી કરાશે.
પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં અન્ય દેશો કરતાં કોરોનાથી મૃત્યુદર ખૂબ નીચો છે. કોરોનાને લઇને ફેબ્રુઆરીથી ડિસેમ્બર સુધી ભારતે લાંબી યાત્ર કરી. કોરોના વેક્સીન પહેલા વૃદ્ધોને આપવામાં આવશે. કોરોના વેક્સિન માટે વિશેષ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.
ભારતની પોતાની 3 અને અન્ય દેશની 5 એમ 8 રસીઓનું ઉત્પાદન ભારતમાં થવાનું છે
ભારતમાં બનનારી સસ્તી અને સૌથી સુરક્ષિત રસી પર વિશ્વની નજર છે
હેલ્થવર્કર, ફ્રન્ટલાઈન વર્કર, ગંભીર બીમારીથી ઝુઝતા લોકોને રસી સૌથી પહેલા અપાશે
ભારતે રસીના મેનેજમેન્ટ માટે વિશેષ સોફ્ટવેર COVIN બનાવ્યું
COVIN સોફ્ટવેરમાં કોરોનાના લાભાર્થી, સ્ટોકની રીઅલ ટાઈમ માહિતી હશે
ભારતમાં રસીના રિસર્ચમાં જોડાયેલા લોકોનો વિશેષ ટાસ્ક ફોર્સ બનાવ્યો છે
રસીકરણ અભિયાનની જવાબદારી 'નેશનલ એક્સપર્ટ ગ્રુપ'ને આપવામાં આવી છે
રાષ્ટ્રીય અને સ્થાનિક જરૂરિયાત મુજબ નેશનલ એક્સપર્ટ ગ્રુપ તમામ નિર્ણયો લેશે
નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સર્વદળીય બેઠક મળી
દેશમાં વકરતી કોરોનાની સ્થિતિને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સર્વદળીય બેઠક મળી. કોરોના પર ચર્ચા મુદ્દે આજે સર્વદળીય બેઠક મળી. આ બેઠકમાં કોરોના સંક્રમણની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં થઇ રહી છે. બેઠકમાં કોરોના વેક્સિન મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી રહી છે.