બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / health ministry rejects report of getting XE variant of Corona in Mumbai

નિવેદન / XE વેરિઅન્ટનો પ્રથમ કેસ મુંબઇમાં મળ્યાના રિપોર્ટને કેન્દ્રએ નકારતા BMCનું મોટું નિવેદન, જાણો શું કહ્યું?

Dhruv

Last Updated: 11:24 AM, 7 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

XE વેરિઅન્ટનો પ્રથમ કેસ મુંબઇમાં મળ્યાના રિપોર્ટને કેન્દ્રએ નકારતા BMCએ કહ્યું કે, આ મામલે ફરીથી તપાસ કરવામાં આવશે.

  • XE વેરિઅન્ટનો પ્રથમ કેસ મુંબઇમાં મળ્યાના રિપોર્ટને કેન્દ્રએ નકાર્યો
  • BMCએ કહ્યું કે, આ મામલે ફરીથી તપાસ કરવામાં આવશે
  • NIBMG ને સિક્વન્સિંગ ડેટા મોકલવાનું કહેવામાં આવ્યું છે જેથી XE વેરિઅન્ટની પુષ્ટિ થઈ શકે

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે દેશમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના સબ-વેરિઅન્ટ 'XE' વેરિઅન્ટનો પ્રથમ કેસ મળ્યાનો સ્પષ્ટપણે ઇનકાર કરી દીધો છે. નવા વેરિઅન્ટથી એક દર્દી સંક્રમિત થયાનો રિપોર્ટ આવ્યાના કલાકો બાદ મંત્રાલયે કહ્યું કે, આ પુરાવા નવા વેરિઅન્ટની હાજરી તરફ નિર્દેશ નથી કરતા. જો કે, BMCનું આ મુદ્દે કહેવું છે કે આજની INSACOG બેઠકમાં તેઓએ વધુ વિશ્લેષણ માટે NIBMG ને સિક્વન્સિંગ ડેટા મોકલવાનું કહેવામાં આવ્યું છે જેથી XE વેરિઅન્ટની પુષ્ટિ થઈ શકે. INSACOG નાં અધિકારીઓનું કહેવું છે કે, આ મામલે ફરીથી તપાસ કરવામાં આવશે.

આરોગ્ય મંત્રાલયના સૂત્રોએ પ્રથમ કેસના રિપોર્ટ બાદ જણાવ્યું હતું કે, સેમ્પલના FastQ ફાઇલો કે જેને XE વેરિઅન્ટ હોવાનું કહેવાય છે તેની INSACOG જીનોમિક નિષ્ણાંતો દ્વારા ઊંડાણથી તપાસ કરવામાં આવી હતી. તેની અંદર અનુમાન લગાવવામાં આવ્યું છે કે, આ સંસ્કરણનું જીનોમિક બંધારણ 'XE' વેરિઅન્ટના જીનોમિક તસવીર સાથે સંબંધિત નથી.

વેરિઅન્ટ 'XE' નો પ્રથમ કેસ મુંબઈમાં સામે આવ્યો : BMC અધિકારી

BMCનાં એક અધિકારીએ ​​જણાવ્યું કે, XE નો પહેલો કેસ કોવિડ-19 નાં વધારે સંક્રમક વેરિઅન્ટ 'XE' નો પ્રથમ કેસ મુંબઈમાં સામે આવ્યો છે. ફેબ્રુઆરીમાં, દક્ષિણ આફ્રિકાથી મુંબઈ આવેલી એક મહિલાએ ઓમિક્રોનના આ વેરિઅન્ટના સંક્રમણની પુષ્ટિ કરી હતી. જો કે, મહિલામાં કોઈ લક્ષણો નથી અને તે સ્વસ્થ થઈ ગઈ છે.

તેઓએ જણાવ્યું કે, સીરો સર્વે દરમિયાન કોરોનાના કપ્પા વેરિઅન્ટના એક કેસની પણ પુષ્ટિ થઈ હતી. આ પરિણામ જિનોમ સિક્વન્સિંગ લેબમાં 11મી બેચના 376 સેમ્પલના સિક્વન્સિંગમાં જાણવા મળ્યું. અગાઉ પણ મુંબઈમાં કપ્પા વેરિઅન્ટના કેસો નોંધાયા હતાં. સીરો સર્વે સર્વેક્ષણ મુજબ, મુંબઈથી મોકલવામાં આવેલા 230 નમૂનાઓમાંથી 228 ઓમિક્રોન, એક કપ્પા અને એક XE વેરિઅન્ટ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. અધિકારીએ કહ્યું કે, નવા વેરિઅન્ટથી સંક્રમિત દર્દીની હાલત ગંભીર ન હોતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોનાના સૌથી ખતરનાક XE વેરિઅન્ટની એન્ટ્રી બાદ દેશમાં હડકંપ મચ્યો હતો. આ વેરિઅન્ટ ખતરનાક હોવાનું વર્લ્ડમાં સાબિત થતા ભારતમાં ચિંતાના વાદળ ઘેરાયા હતા પરંતુ મીડિયા રિપોર્ટના દાવાના થોડા કલાક આખરે કેન્દ્ર સરકારે જાહેર કરી દીધું હતું કે દેશમાં એક્સઈ વેરિઅન્ટનો કોઈ કેસ નોંધાયો નથી.

મુંબઈમાં XE વેરિઅન્ટનો કેસ નોંધાયો હોવાની BMCની જાહેરાત બાદ આરોગ્ય મંત્રાલયના સૂત્રોની સ્પષ્ટતા

મુંબઈમાં કોરોનાના ચેપી  XE વેરિઅન્ટનો કેસ નોંધાયો હોવાની BMCની જાહેરાત બાદ કેન્દ્ર સરકારની સ્પષ્ટતા સામે આવી હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સૂત્રોએ કહ્યું કે ભારતમાં XE વેરિઅન્ટનો કોઈ કેસ નોંધાયો નથી. મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો હતો કે મુંબઈમાં એક્સઈ વેરિઅન્ટનો પહેલો કેસ નોંધાયો છે અને સાઉથ આફ્રિકાથી પાછી આવેલી 50 વર્ષીય મહિલામાં એક્સઈ વેરિઅન્ટના લક્ષણો જોવા મળ્યાં હતાં.

મુંબઈમાં આવો કોઈ કેસ નોંધાયો નથી - આરોગ્ય મંત્રાલયના સૂત્રો

આરોગ્ય મંત્રાલયનાં સૂત્રોએ જણાવ્યું કે, મુંબઈમાં XE વેરિઅન્ટનો કોઈ કેસ નોંધાયો નથી જો કે BMCએ આ કેસ નોંધાયો હોવાનો સ્વીકાર કર્યો છે. BMCએ જણાવ્યું કે જે દર્દીમાં કોરોનાના નવા વેરિઅન્ટ XE જોવા મળ્યો છે તેના અત્યાર સુધી હળવા લક્ષણો છે. દર્દી પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. BMCએ કુલ 376 સેમ્પલનું ટેસ્ટિંગ કર્યું હતું, જેમાંથી 230 મુંબઈના નાગરિકો હતો, 230માંથી 228 સેમ્પલો ઓમિક્રોનના નીકળ્યાં હતા જ્યારે એક કપ્પા અને એક XEનો હતો.

પહેલા નેગેટિવ આવ્યા પછી પોઝિટિવ રિપોર્ટ આવ્યો

મીડિયા રિપોર્ટમાં એવું જણાવાયું હતું કે જે મહિલામાં એક્સઈ વેરિઅન્ટના લક્ષણો જોવા મળ્યાં છે તેણે  કોમિર્નાટી વેક્સિનના બંને ડોઝ લઈ લીધા હતા. દેશમાં આવ્યા બાદ તેનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, પરંતુ જ્યારે 2 માર્ચે રેગ્યુલર ટેસ્ટ દરમિયાન તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે તે પોઝિટિવ મળી આવી હતી. તેને હોટલ તાજના એક રૂમમાં ક્વોરન્ટાઈન કરવામાં આવી હતી. બીજા દિવસે 3 માર્ચના રોજ જ્યારે ફરીથી તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ