રસીકરણ / સફળ રહ્યો કોરોના વેક્સિનેશનનો પ્રથમ દિવસ, કોઇને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર ન પડીઃ સ્વાસ્થ્ય મંત્રાલય

health ministry press conference on Corona vaccination in india

દેશમાં કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત શનિવારે થઇ ગઇ. સૌપ્રથમ સ્વાસ્થ્ય કર્મીઓને વેક્સિન અપાઇ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ કરતા જણાવ્યું કે, દેશમાં કેટલા લોકોને કોરોનાની રસી લગાવવામાં આવી. રસીકરણ અભિયાનના પહેલા દિવસ 1.91 લાખ લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, વેક્સિનેશન માટે 3351 સેન્ટર બનાવવામાં આવ્યા હતા. આ વેક્સિનેશન સેન્ટર પર 16755 લોકોની ડ્યૂટી લગાવવામાં આવી. વેક્સિન લગાવ્યા બાદ કોઇને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી પડી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ