બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / Health Minister Rushikesh Patel will held meeting on highest corona case in Ahmedabad

બેઠક / ગુજરાતના રેકૉર્ડબ્રેક કેસ અમદાવાદમાં નોંધાતા આવતીકાલે આરોગ્યમંત્રી કરશે આ કામ

Khyati

Last Updated: 06:28 PM, 7 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં કોરોનાના કેસ વધતા રાજ્ય સરકાર ચિંતામાં, આરોગ્યમંત્રી આવતીકાલે યોજશે સમીક્ષા બેઠક

  • અમદાવાદમાં વકર્યો કોરોના
  • રાજ્ય સરકારની ચિંતામાં વધારો 
  • આરોગ્યમંત્રી આવતી કાલે યોજશે સમીક્ષા બેઠક

રાજ્યમાં કોરોના વકર્યો છે તેમાં પણ ખાસ કરીને અમદાવાદમાં તો કોરોનાએ રફતાર પકડી છે. રાજ્ય સરકાર દ્વારા મહાનગરોમાં રાત્રે 11થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂની  જાહેરાત કરવામાં આવી છે તે સિવાય હજી કોઇ પણ નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા નથી.  જો કે અમદાવાદમાં કોરોનાના કેસ વધતા રાજ્ય સરકાર ચિંતિત જણાઇ રહી છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ આવતીકાલે એક સમીક્ષા બેઠક યોજશે. રિવરફ્રન્ટ ખાતે યોજાયેલ સમીક્ષા બેઠકમાં તેઓ વધતા કેસ અંગે અમદાવાદ મનપાના અધિકારીઓ સાથે ચર્ચા કરશે.  રાજ્યમાં કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા મુદ્દે ચર્ચા થશે.

કોરોનાની નવી ગાઇડલાઇનની થશે જાહેરાત

રાજ્યમાં કોર કમિટીની બેઠક બાદ નવા નિયંત્રણોની જાહેરાત થશે. વેક્સિનેશનને ધ્યાને રાખી નવા નિયંત્રણો અમલી બનાવાશે. જો કે જે લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધી હશે તેઓને નિયંત્રણોમાં છૂટછાટ મળી શકે છે. વાણિજ્યિક એકમોમાં કેપેસિટીને આધિન નિયંત્રણ લાદી શકાશે. 50 ટકા કેપેસિટી આધીન છૂટછાંટ આપવા વિચારણા કરવામાં આવી શકે છે. 

અમદાવાદમાં ક્યારે કેટલા કેસ ?

  • 6 જાન્યુઆરી, 2022-  1863 કેસ
  • 5 જાન્યુઆરી,2022- 1660 કેસ
  • 4 જાન્યુઆરી,2022- 1314 કેસ
  • 3 જાન્યુઆરી, 2022- 644 કેસ
  • 2 જાન્યુઆરી,2022-404 કેસ
  • 1 જાન્યુઆરી,2022- 559 કેસ

કોરોનાને લઇને સોલા-સિવિલ સજ્જ

ગુજરાત સાથે જ અમદાવાદમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે અમદાવાદ સોલા સિવિલ સજ્જતા ધારણ કરી છે. સોલા સીવીલમાં ઓક્સિજન ક્ષમતામાં કરાયો વધારો કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં બીજી લહેર વેળા  5 ટન ઓક્સિજન ક્ષમતા હતી તેના બદલે હવે આ ક્ષમતામાં વધારો કરાતા ત્રીજી લહેર પહેલા નવા ત્રણ પ્લાન્ટ સ્થાપિત કરાયા છે. સોલા સિવિલમાં 1 હજાર, 500 અને 230 LPMના ત્રણ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે. તો 5 ટનની ક્ષમતા વધારી 12.7 મેટ્રીક ટન કરવામાં આવી છે. દાખલ થનારા સંભવિત દર્દીઓ માટે 100 વેન્ટિલેટર અને 350 ઓક્સિજન બેડવાળા દર્દીની જરૂરિયાત પૂર્ણ કરી શકશે. અગાઉ સોલા સિવિલમાં અગાઉ 50 વેન્ટિલેટર બેડ હતા જે વધારીને 100 વેન્ટિલેટર બેડ કરવામાં આવ્યા છે.

સાડાચાર મહિના પછી ગુજરાત HCમાં ફિઝિકલ હિયરિંગ બંધ

રાજ્યમાં કોરોના સંક્રમણને પગલે સોમવારથી ગુજરાત હાઇકોર્ટમાં ફિઝિકલ હિયરિંગ બંધ કરવામાં આવ્યું છે. હવે વર્ચ્યુઅલ સુનાવણી થશે. સોમવારથી કોર્ટ કેમ્પસમાં સ્ટાફ સિવાયના લોકોનો પ્રવેશબંધી કરવામાં આવશે. આગામી બે દિવસ સુધી હાઇકોર્ટ પરિસરનું સેનિટાઇઝેશન કરવામાં આવશે. વકીલોની ચેમ્બર્સ પણ બંધ કરાશે. કેસના ફાઇલિંગ માટે 10 કાઉન્ટર્સ શરૂ કરાશે. વિસ્તૃત માર્ગદર્શિકા આજે દિવસ દરમ્યાન જાહેર થશે.

સરકારે વાઇબ્રન્ટ સમિટ, ફલાવર શો અને પતંગોત્સવ પણ મોકૂફ 

ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવતાં આખરે રાજ્ય સરકારે 6 જાન્યુઆરીએ આગામી 10થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો, સાથે જ અમદાવાદમાં યોજાનારા ફ્લાવર શો તથા પતંગોત્સવ પણ રદ કરવામાં આવ્યા છે. વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે દેશ-વિદેશથી પ્રતિનિધિમંડળો આવવાના હતા. જોકે ગુજરાત સહિત દેશ તથા દુનિયાભરમાં પણ સંક્રમણ વ્યાપક બનતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ