બ્રેકિંગ ન્યુઝ
VTV / Health Harms Of Making Food In Non stick
Noor
Last Updated: 03:33 PM, 21 January 2021
ADVERTISEMENT
નોનસ્ટિક વાસણ
એવું માનવામાં આવે છે કે નોનસ્ટિક વાસણમાં રસોઇ ઝડપથી અને સરળતાથી બને છે, તેલ ઓછું વપરાય છે. ભોજન બળતું નથી, પણ તેના કોટિંગ પર સહેજ ઘસારો પડે તો તે તમારા માટે હાનિકારક નીવડે છે. નોનસ્ટિક વાસણોમાં રહેલું પરફ્લુ-ઓરિનેટેડ કમ્પાઉન્ડને કારણે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.
નોનસ્ટિકનો ઉપયોગ કરો એટલે તેનું કોટિંગ ઘસાય તે સ્વાભાવિક છે, પણ જ્યારે તેનું કોટિંગ નીકળે ત્યારે હવામાં રહેલ ઓક્સિજન તેમાં ભળીને એક હાનિકારક રસાયણ બનાવે છે, જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. તે ઉપરાંત, ડાઇ, પેઇન્ટ અને ફાયર-ફાઇટિંગ ફોમ પણ હોય છે. આ કારણસર નોનસ્ટિકનો ઉપયોગ જોખમી છે. રસોઇ બનાવતી વખતે તેમાં કોટિંગની સાથોસાથ કેમિકલ પણ ભળે છે, જે રસોઇને ઝેરીલી બનાવે છે.
ADVERTISEMENT
નોનસ્ટિકના વાસણોમાં રસોઈ બનાવવાથી શરીરમાં આયર્નની ઉણપ થઈ શકે છે. જેથી હાડકાઓ નબળાં પડી જાય છે.
નોનસ્ટિકના વાસણોમાં ટેફ્લોનનું કોટિંગ હોય છે. એક રિસર્ચ અનુસાર જો સતત શરીરમાં ટેફ્લોનની માત્રા વધી જાય તો થાઈરોઈડ જેવી બિમારીઓની રિસ્ક વધી શકે છે.
નોનસ્ટિકના વાસણોમા વધારે પકાવેલું જમવાનું એવા તત્વો ઉત્પન કરે છે કે જેનાથી કેન્સર જેવી બિમારીઓ થવાના ચાન્સ વધારે રહે છે.
સતત નોનસ્ટિકના વાસણોનો ઉપયોગ કરવાથી હાડકાં, થાઈરોઈડ, કેન્સર, હૃદય, કિડનીના રોગોનો ખતરો વધે છે.
જે લોકો હમેશાં નોનસ્ટિકના વાસણોનો ઉપયોગ કરે છે તેમને યૌન સંબંધી સમસ્યાઓ થવાનો પણ ખતરો રહે છે.
રોજ નોનસ્ટિકના વાસણોમાં ભોજન રાંધવાથી ઈમ્યૂન સિસ્ટમ નબળી થવા લાગે છે. શરીરને પૂરતાં પોષક તત્વો મળી રહેતાં નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.