બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Headclark paper leak: Jeetu Waghani praised the work of Asit Vora

પેપરલીક કાંડ / અસિત વોરા પર ગુજરાત સરકારના ચાર હાથ, વાઘાણીએ ક્લીનચિટ આપી જુઓ કેવા વખાણ કર્યા

Parth

Last Updated: 02:04 PM, 16 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં પેપરલીક કાંડમાં વિદ્યાર્થીઓના વિલેન બનેલા અસિત વોરા પર ગુજરાત સરકારનાં હજુ ચાર હાથ છે, ઊંધું તેમના વખાણ કરવામાં આવી રહ્યા છે.

  • અસિત વોરાને સરકારની ક્લીનચીટ!
  • સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીનું નિવેદન
  • આરોપોથી ચેરમેન પદેથી ન હટાવાય-વાઘાણી
  • જવાબદારો વિરુદ્ધ સરકાર પગલા લેશે

અસિત વોરા મુદ્દે સરકારના પ્રવકતા જીતુ વાઘાણીનું નિવેદન 
ગુજરાતમાં ફરી એકવાર પેપરલીક મામલે ઘમાસાણ મચી ગયો છે, રાજ્યના યુવાનોમાં એક બાદ એક આવી ઘટનાઓ થતાં રોષ જોવા મળી રહ્યો છે અને ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા સામે ભારે ગુસ્સો લોકોમાં જોવા મળી રહ્યો છે. જોકે સરકાર અસિત વોરા પર મહેરબાન હોય તેવું દેખાઈ રહ્યું છે, આજે ગુજરાત સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે અસિત વોરાને પદ પરથી હટાવવામાં આવશે નહીં. 

પેપરલીક કાંડ પછી પણ સરકારનો અસિત વોરા પર ચાર હાથ
એક બાજુ જ્યાં યુવરાજ સિંહ સહિતનાં નેતા અસિત વોરા સામે આરોપો લગાવી રહ્યા છે અને તપાસ માટે તેમને પદ પરથી દૂર કરવા માટે માંગ કરવામાં આવી રહી છે ત્યારે સરકારને અસિત વોરા પર પૂરો વિશ્વાસ છે. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આજે અસિત વોરાને ક્લીનચિટ આપી છે. 

અસિત વોરાને ચેરમેન પદેથી નહીં હટાવાય - વાઘાણી
વાઘાણીએ આજે અસિત વોરાના વખાણ કરતાં કહ્યું કે તેમના સમયમાં ગુજરાતમા સારી રીતે પરીક્ષા લેવાઈ રહી છે. અને તેમને ચેરમેન પદેથી હટાવવામાં આવશે નહીં. જૉ પેપરલીક થયું હશે તો જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવશે. 

અમને પૂરાવા નથી મળ્યા: અસિત વોરા
હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક મામલે ગૌણ સેવા પસંદગી બોર્ડના ચેરમેન અસિત વોરા ગાંધીનગરમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્યમાં 88 હજાર ઉમેદવારોએ હેડ કલાર્કની પરીક્ષા આપી છે, સરકારને બીજા દિવસે ટીવી મીડિયાથી અમને ખબર પડી કે પેપરલીક થયું છે. મંડળ પાસે આજદિન સુધીમાં પેપરલીક મામલે કોઈ જ ફરિયાદ આવી નથી. હાલ આ મામલે સાબરકાંઠામાં 16 ટીમો દ્વારા સઘન તપાસ ચાલી રહી છે.અને જો ગેરરીતિ જણાશે તો કડકમાં કડક પગલાં લેવાશે. તેમજ તેણે ઉમેર્યું હતું કે, પેપરલીક થયું હોય તેવા કોઈ જ નક્કર પુરાવા અમને મળ્યા નથી, પોલીસને કોઈ પુરાવા મળશે તો મંડળ ફરિયાદ દાખલ કરશે. 

અસિત વોરાની શંકાસ્પદ ભૂમિકા, તેમને તપાસમાંથી દૂર કરવામાં આવેઃ યુવરાજસિંહ
હેડ ક્લાર્ક પેપર લીક આક્ષેપ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, અમે ગૌણ સેવાના સચિવને પુરાવા આપ્યા હતા. 2 વાગ્યે પેપર ફૂંટ્યા અંગે જાણ કરી હતી. પરંતુ તેમણે કહ્યું કે ઓથેન્ટિંગ પુરાવા આપો. હવે તેઓ કયા પુરાવાને ઓથેન્ટિંગ માને છે તે અમને નથી ખબર. આ પેપર લીકની તપાસમાં GSSSBના ચેરમેનની શંકાસ્પદ ભૂમિકા છે, તેથી તપાસમાંથી અસિત વોરા ને દૂર કરવામાં આવે એવી માંગ છે. અમે અસિત વોરાને તપાસથી દુર કરીને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. અસિત વોરા અધ્યક્ષ હતા ત્યારે અનેક કૌભાંડ થયા છે. અસિત વોરાને અધ્યક્ષ પદેથી દુર કરવામાં આવે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ