ગઢડામાં ACBની ટ્રેપમાં 20 હજારની લાંચ લેતા હેડ કોન્સ્ટેબલ ઝડપાયો

By : Hiren joshi 11:17 AM, 13 March 2018 | Updated : 11:17 AM, 13 March 2018
બોટાદઃ ગઢડામાં હેડ કોન્સ્ટેબલ પ્રકાશ કુકડીયા રૂ. 20 હજારની લાંચ લેતા ઝડપાયા છે. ACBએ છટકુ ગોઠવીને હેડ કોન્સ્ટેબલને ઝડપી પાડયા છે. માલણપુરમાં ઉચાપત મામલે બે મહિલાઓની ધરપકડ નહી કરવા લાંચ માગી હતી.

PSIએ લાંચની રકમના બાકી રૂપિયા હેડ કોન્સ્ટેબલને પહોંચાડવા કહ્યું હતું. PSI રાજુ કરમટીયાએ રૂ. 2 લાખ 20 હજારની લાંચ માગી હતી. જ્યારે ગઢડાના PSI રાજુ કરમટીયાના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરાતા PSI પણ શંકાના દાયરામાં છે.

રાણપુર તાલુકાના માલણપુરના ભીમા ઝપડીયાની પત્ની રાણપુર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન હતા. ઉચાપત મામલે ભીમાભાઇની પત્ની સહિત સાત લોકોની ધરપકડ કરાઇ હતી.


loading...

Recent Story

Popular Story