બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Head Clerk Paper leak: Minister of State for Home Harsh Sanghvi to address press tomorrow at 10 am

હેડ ક્લાર્ક / પેપરલીક કેસમાં પોલીસને મળી ગયો મુખ્ય સૂત્રધાર, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કાલે સવારે 10 વાગ્યે પ્રેસ સંબોધશે

Vishnu

Last Updated: 10:49 PM, 16 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોલીસ વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ, સાબરકાંઠાની પોલીસ તપાસમાં જયેશ પટેલ મુખ્યસૂત્રધાર સાબિત થયો

  • હેડક્લાર્કની પરીક્ષાના પેપરલીકના મામલે ખુલાસો
  • આવતીકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કરી શકે છે જાહેરાત
  • સવારે 10.00 વાગ્યે હર્ષ સંઘવી મીડિયાને માહિતી આપશે

હેડક્લાર્કની પરીક્ષાના પેપર લીક થવાનો મામલો હવે ગરમાતો જઈ રહ્યો છે. કારણ કે, આ કેસમાં એક પછી એક નવા-નવા વળાંક આવી રહ્યા છે.. ગુરુવારે બપોર બાદ  યુવરાજસિંહ જાડેજા ગૌણ સેવા  પસંદગી મંડળને  પૂરાવા રૂબરૂ સોંપવા માટે ગયા હતા જ્યાં તે ચેરમેન અસિત વોરાને મળ્યા ગુપ્ત પુરાવા સોંપ્યા હતા. ત્યારે જો સમગ્ર કેસમાં ગૌણ સેવા પસંદગી મંડળ ફરિયાદી બને તો હેડ ક્લાર્કની પરીક્ષા રદ થવાની પૂરેપૂરી સંભાવના છે. 80 હજાર ઉમેદવારોએ 186 જગ્યા માટે પરીક્ષા આપી હતી પણ પેપર લીક થતાં પરીક્ષા રદ કરવાનો નિર્ણય ગમે તે ઘડીએ લેવાશે તેવી માહિતી ખાસ સૂત્ર દ્વારા પ્રાપ્ત થઈ રહી છે. 

કાલે સવારે 10 વાગ્યે હર્ષ સંધવી આપશે તપાસની માહિતી
હેડક્લાર્કની પરીક્ષાના પેપરલીકનો મામલો ગુંચ યથાવત જોવા મળી રહી છે. ત્યારે ગૃહરાજ્યમંત્રીએ હર્ષ સંધવી હવે એક્શન મોડમાં આવ્યા છે. તાત્કાલિકના ધોરણે તપાસમાં જોડાયેલા અધિકારીઓને બેઠકમાં હાજર રહેવાનો આદેશ કર્યો હતો. જે બાદ પેપરલીક કેસમાં અત્યાર સુધીની તપાસ મુદ્દે ચર્ચાઑ થઈ હતી. જે બાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે શુક્રવારે મોટી જાહેરાત કરી શકે છે. સવારે 10.00 વાગ્યે હર્ષ સંઘવી મીડિયાને સમગ્ર કેસ તપાસ અને નિર્ણય અંગે જાણકારી આપશે. 

જયેશ ઉર્ફે મુકેશ પટેલ પેપરલીક કેસમાં મુખ્ય સૂત્રધાર 
પેપર લીક કેસમાં પોલીસને હાથે લાગી મહત્વની માહિતી હાથ લાગી હોવાની સૂત્ર દ્વારા જાણકારી મળી રહી છે કે પોલીસ પેપર લીક કરનાર આરોપીઓ સુધી પહોંચી ગઈ છે. જયેશ ઉર્ફે મુકેશ પટેલની પેપરલીક કેસમાં સંડોવણી સામે આવી છે. જયેશ પટેલે પેપર ફોડ્યુ હોવાનું બહાર આવ્યું છે જેમાં તેની મદદ દેવલ પટેલ નામના શખ્સે કરી હતી. જયેશ સામે પ્રાંતિજ પોલીસમાં એક ફરિયાદ નોંધાયેલી છે. દેવલ પટેલ જયેશ પટેલનો ભત્રીજો છે પણ  કાકા-ભત્રીજા બંને હાલમાં પોલીસ સંપર્કથી બહાર છે.સાબરકાંઠાની પોલીસ તપાસમાં જયેશ પટેલ મુખ્યસૂત્રધાર સાબિત થયો છે. પ્રાંતિજનો રહેવાસી જયેશ પટેલ લીક કરી કોપી લાવ્યો હતો.

હું રાજીનામુ નથી આપવાનો-અસિત વોરા
GSSSBના ચેરમેને રાજીનામાની ચર્ચાને આપ્યો રદિયો
વધુ એક પેપરલીક થવાને કારણે અસિત વોરા પર રાજીનામાનું દબાણ
અસિત વોરાના રાજીનામાની ચર્ચા શરૂ થઇ 
 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ