બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વડોદરા / He was caught taking three bribes in two cities of the state

કાર્યવાહી / લાંચિયા બાબુઓ ફફડી ઉઠયા, રાજ્યભરમાં ACBની ટીમો સક્રિય, 4ને રંગેહાથ ઝડપ્યા

Dinesh

Last Updated: 10:40 PM, 17 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણાના નાગલપુર ગામના તલાટી અને બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ શાખામાં વચેટિયો લાંચ લેતા ઝડપાયા, વડોદરાના વાઘોડિયા સેવા સદનમાં સબ રજિસ્ટ્રારની ઓફિસમાં આઉટસોર્સિંગનું કર્મી લાંચ લેતા ઝડપાયો

  • વડોદરાના વાઘોડિયા સેવા સદન ખાતે ACBની સફળ ટ્રેપ
  • મહેસાણાના નાગલપુર ગામના તલાટી લાંચ લેતા પકડાયા
  • મહેસાણામાં ACBના છટકામાં આવ્યો લાંચિયો વચેટિયો


આજે રાજ્યના ત્રણ શહેરમાં ચાર લાંચની ઘટના સામે આવી છે, મહેસાણાના નાગલપુર ગામનો તલાટી લાંચ લેતા પકડાયા છે તેમજ મહેસાણામાં બીજા કિસ્સામાં  ACBના છટકામાં લાંચિયો વચેટિયો આવ્યો છે. વડોદરાના વાઘોડિયા સેવા સદન ખાતે આઉટસોર્સિંગ કર્મી લાંચ લેતા ઝડપાયો છે. વલસાડમાં ACBના સંકજોમાં નાયબ કાર્યપાલક ઇજનેર આવ્યો છે.

મહેસાણાના નાગલપુર ગામના તલાટી લાંચ લેતા પકડાયા
મહેસાણાના નાગલપુર ગામના તલાટી લાંચ લેતા પકડાયા ઝડપાયો છે. રૂપિયા 15000ની લાંચ લેતા એસીબીના છટકામાં તલાટી ઝડપાયો છે.  દાખલો કાઢી આપવા માટે 27000ની લાંચ  માંગી હતી. રૂપિયા 27,000ની લાંચનો પ્રથમ હપ્તા પેટે 15000ની લાંચ લેતા ઝડપાયો છે. મહેસાણા એસીબીએ છટકું ગોઠવી તલાટીને ઝડપી લીધા છે.

લાંચિયો તલાટી 

મહેસાણામાં ACBના છટકામાં આવ્યો લાંચિયો વચેટિયો
મહેસાણામાં મહેન્દ્રસિંહ રાજપૂત નામનો વચેટિયો લાંચ લેતા ઝડપાયો છે. બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ શાખામાં લાંચ લેતા વચેટિયો ઝડપાયો છે. 5 લાખની લોન મંજૂર કરવા માટે 65 હજારની લાંચ માગી હતી. રકઝકના અંતે 35 હજારમાં સોદો નકકી થયો હતો. 35 હજાર લાંચ વચેટિયો મહેન્દ્રસિંહ રાજપૂત લેતા ઝડપાયો છે. 

વડોદરાના વાઘોડિયા સેવા સદન ખાતે ACBની સફળ ટ્રેપ
વડોદરાના વાઘોડિયા સેવા સદન ખાતે ACBની સફળ ટ્રેપ સામે આવી છે. સબ રજિસ્ટ્રારની ઓફિસમાં આઉટસોર્સિંગનું કામ કરતો ચંદ્રેશ સોલંકી રૂપિયા 1 હજારની લાંચ લેતા ઝડપાયો છે. જાગૃત નાગરિકે ACBમાં ફરિયાદ કરી હતીય. ભરૂચ ACBએ લાંચિયા કર્મચારીની ધરપકડ કરી છે.

લાંચિયો કર્મચારી

વલસાડમાં ACBના સંકજોમાં નાયબ કાર્યપાલક ઇજનેર
વલસાડમાં જિલ્લા પંચાયતના નાયબ કાર્યપાલક ઇજનેર આસિ, ઇજનેર ACBની ટ્રેપમાં આવ્યા છે. સાથે -સાથે એક વચોટિયાની પણ ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદી પાસેથી 15 લાખની લાંચ માંગી હતી. કોન્ટ્રાક્ટર પાસેથી ફાઇનલ બીલ પાસ કરવા માટે લાંચ માંગી હતી. નાયબ કાર્યપાલ ઇજનેર નિલય નાયકની ધરપકડ કરવામાં આવી છે. વચોટિયો વિક્રમ પટેલની પણ  ધરપકડ કરાઇ છે. જ્યારે આસિ,ઇજનેર અનિરૂદ્વ ચૌધરીની પણ ધરપકડ કરી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ