યુટ્યુબ પર વિવિધ વસ્તુઓના ટ્યુટોરિયલ્સ જોતાં સમયે નાકની સર્જરીનો વિડીયો જોઈ યુવકે પોતાના નાકની જ સર્જરી કરી નાખી, બાદમાં પહોંચ્યો હોસ્પિટલ
બ્રાઝિલના વ્યક્તિએ યુટ્યુબ વીડિયો જોયા બાદ પોતાના નાકની સર્જરી કરી
ઓપરેશન બાદ યુવક હોસ્પિટલ પહોંચતા મામલો બહાર આવ્યો
ડૉક્ટર દ્વારા જ સર્જરી કરાવવી યોગ્ય, બાકી જીવ ગુમાવવાનો પણ વારો આવી શકે
બ્રાઝિલના એક વ્યક્તિ હાલ પોતાના નાકની સર્જરીને લઈ ચર્ચામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, એક વ્યક્તિએ યુટ્યુબ વીડિયો જોયા બાદ પોતાના નાકની સર્જરી કરી હતી. જે બાદમાં તેની તબિયત લથડતા તે હોસ્પિટલ પહોંચતા સમગ્ર ઘટના સામે આવી હતી. જે બાદમાં ડોકટરોએ તેની યોગ્ય સારવાર કરી એક એડવાઈઝરી પણ બહાર પાડી અને લોકોને આમ કરવાની સખત મનાઈ કરી. ડૉક્ટરોએ કહ્યું કે માત્ર ડૉક્ટર દ્વારા જ સર્જરી કરાવવી યોગ્ય છે કારણ કે તે કોઈપણ માટે જીવલેણ સાબિત થઈ શકે છે.
ઘણીવાર લોકોને પોતાના શરીરનો કોઈ ભાગ પસંદ નથી હોતો. ખાસ કરીને ચહેરો તો તેઓ પ્લાસ્ટિક સર્જરીની મદદથી તેને સુધારવા માટે લાખો રૂપિયા ખર્ચવા તૈયાર થઈ જાય છે. ઘણા લોકો સર્જરી માટે વિદેશ પણ જતા હોય છે. સર્જરી માટે માત્ર પ્રશિક્ષિત ડોકટરોની જ જરૂર છે. પરંતુ હાલમાં બ્રાઝિલનો એક વ્યક્તિ એટલા માટે ખૂબ જ ચર્ચામાં છે કારણ કે. તેણે જાતે જ પોતાની સર્જરી કરવાનો પ્રયાસ કર્યો છે.
શું હતી સમગ્ર ઘટના ?
ઓડિટી સેન્ટ્રલ વેબસાઈટના રિપોર્ટ અનુસાર, બ્રાઝિલના સાઓ પાઉલોના એક વ્યક્તિએ યુટ્યુબ વીડિયો જોયા બાદ પોતાના નાકની સર્જરી કરી હતી. આજકાલ યુટ્યુબ પર વિવિધ વસ્તુઓના ટ્યુટોરિયલ્સ ખૂબ પ્રખ્યાત છે. લોકો યુટ્યુબ પરથી જોઈને રસોઈ બનાવવા માટેની આર્ટ અને ક્રાફ્ટ વસ્તુઓ પણ શીખે છે, પરંતુ આપણે જેની વાત કરી રહ્યા છીએ તે વ્યક્તિએ નાકની સર્જરી કેવી રીતે કરવી તે અંગેનું ટ્યુટોરીયલ જોયા પછી પોતાના નાકનું ઓપરેશન (રાઇનોપ્લાસ્ટી) કરાવ્યું.
ઓપરેશન બાદ હોસ્પિટલ પહોંચતા મામલો બહાર આવ્યો
મળતી માહિતી મુજબ આ ઘટના 21 જુલાઈની છે. જ્યારે વ્યક્તિ તેની તપાસ કરાવવા હોસ્પિટલ પહોંચ્યો હતો. તેના નાકની તપાસ કર્યા પછી ડોકટરોને ખબર પડી કે તેનો ઘા સંપૂર્ણ નથી અને તેને સાફ કરવાની જરૂર છે. આ વ્યક્તિએ પોતે કબૂલાત કરી હતી કે, યુટ્યુબ વિડિયોએ તેને નાકની સર્જરી વિશે વિચારવા મજબૂર કર્યો હતો. જેમાં નાકને પહોળું કરવાની યુક્તિ કહેવામાં આવી હતી. આ વ્યક્તિ તે વિસ્તારને જંતુમુક્ત કરવા માટે દારૂનો ઉપયોગ કર્યો હતો જ્યારે પ્રાણીઓને એનેસ્થેસિયા આપીને નાકને બહેરું કર્યું હતું. ઓપરેશન પછી તેણે સ્વ-ઓગળતા થ્રેડ અને સુપરગ્લુનો ઉપયોગ કરીને ઇજાને બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો.
ડોક્ટરોએ સારવાર કરીને શું કહ્યું ?
આ પછી ડોક્ટરોએ તેનો ઘા સાફ કર્યો અને મેડિકલ પ્રક્રિયા અનુસાર સર્જરી કરી હતી. આ પછી તેમણે એક એડવાઈઝરી પણ બહાર પાડી અને લોકોને આમ કરવાની સખત મનાઈ કરી. ડૉક્ટરોએ કહ્યું કે, માત્ર ડૉક્ટર દ્વારા જ સર્જરી કરાવવી યોગ્ય છે કારણ કે તે કોઈપણ માટે જીવલેણ સાબિત થઈ શકે છે.