બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / HDFC bank special fixed deposit scheme for senior citizens extended

બેંક ઑફર / HDFC બેંક ગ્રાહકોને મોટી ભેટ, આ સ્કીમના લાભ મળશે માર્ચ 2023 સુધી

Vaidehi

Last Updated: 07:48 PM, 5 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

HDFC બેંકે 18 મેં 2020નાં રોજ સીનિયર સિટીઝન કેયર સ્કીમને લૉન્ચ કરી હતી. જેના ફાયદા ગ્રાહકોને માર્ચ 2023 સુધી મળી શકે છે. આ સ્કીમમાં બેંક 5થી 10 વર્ષની FD પર વાર્ષિક 6.5% નાં વ્યાજદરે ઑફર આપી રહી છે. જે સામાન્ય નાગરિક ગ્રાહકોથી 0.75% વધુ વ્યાજદર છે.

  • HDFC બેંક ગ્રાહકોને મોટી ભેટ
  • સ્કીમનો લાભ મળશે માર્ચ 2023 સુધી
  • FD પર વાર્ષિક 6.5% નાં વ્યાજદરે મળશે ઑફ

નવી દિલ્લી: પ્રાઇવેટ સેક્ટરમાં મોટું નામ ધરાવતી HDFC બેંકે વરિષ્ઠ નાગરિકો એટલે કે સિનિયર સિટીઝન માટે પોતાની વિશેષ FD યોજનાનો સમયગાળો વધારી દીધો છે.  HDFC બેંક દ્વારા સીનિયર સિટીઝન કેયર સ્કીમને લૉન્ચ કરી હતી જે 30 સપ્ટેમ્બર 2022 સમાપ્ત થવાની હતી. હવે વધતાં વ્યાજદરોની વચ્ચે HDFC બેંકે આ યોજનાને 31 માર્ચ 2023 સુધી વધારી દીધેલ છે. આ સ્કીમમાં બેંક 5 થી 10 વર્ષની FD પર 6.50% વ્યાજદર આપી રહી છે. 

આ FD સ્કીમમાં કરી શકાશે રોકાણ 
5 વર્ષ 1 દિવસથી 10 વર્ષમાં મેચ્યોર થનારી FD પર HDFC બેંક 5.75% જેટલું નિયમિત વ્યાજદર પ્રદાન કરે છે પરંતુ વરિષ્ઠ ગ્રાહકો માટે 6.50%નાં વ્યાજદરે મળશે, જે નિયમિત દરથી 75 બીપીએસ જેટલું વધારે છે. આ સ્કીમ 18 મેં 2020થી લઇને 2023 સુધી અમલમાં રહેશે. જો તમે પણ વધુ વ્યાજદરનો લાભ મેળવવા ઇચ્છતાં હોવ તો જરૂરથી આ સ્કીમમાં નિવેશ કરી શકાશે. 

આ જાહેરાત RBIનાં રેપોરેટમાં 50 બેસિસ પોઇન્ટ્સમાં થયેલ વધારાને અનુરૂપ છે. HDFC બેંક સિવાય,  IDBI અને SBI બેંકોએ પણ હાલમાં જ સિનિયર સિટીઝનને લઇની FD સુવિધાના વ્યાજદરમાં વધારો કરી ઑફર આપી રહી છે. આ ઉપરાંત એચડીએફસી, આઈસીઆઈસીઆઇ, આઇડીબીઆઇ બેંક અને એસબીઆઇ એ સ્પેશલ એફડીની ઑફર પણ શરૂ કરી છે.

આ બેંકોમાં પણ મળશે લાભ
આઇડીબીઆઇ બેંકની 'આઇડીબીઆઇ નમન વરિષ્ઠ નાગરિક જમા યોજના' પર વાર્ષિક 0.50% વ્યાજદર સિવાય 0.25% જેટલું વધુ વ્યાજદર મળશે.

SBI બેંક પોતાના વેકેયર સિનિયર સિટીઝન ટર્મ ડિપોઝીટ સ્કીમમાં 5 વર્ષ કે તેનાથી વધુ સમય સુધીના રોકાણ પર 30 બેસિસ પોઇન્ટસ્ જેટલો વધારે પ્રીમિયમ ઇન્ટરેસ્ટ ફાળવે છે. પાંચ વર્ષથી ઓછા સમયગાળાંની ટર્મ ડીપોઝિટ પર સામાન્ય નાગરિકોની સરખામણીએ 0.50% વધુ વ્યાજ મળશે. તો 5 વર્ષથી વધુના ટર્મ ડીપોઝીટ પર સામાન્ય માણસને વરિષ્ઠ નાગરિક 0.80% વધુ વ્યાજ મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ