બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / hdfc bank hikes interest rates on rd check icici bank and idfc first bank fd rates

ખુશખબર / ICICI બાદ HDFC બેંકનો નવો નિર્ણય! જાણીને ગ્રાહકો બોલ્યા- દિલ જીતી લીધુ

Premal

Last Updated: 04:10 PM, 25 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખાનગી સેક્ટરની આઈસીઆઈસીઆઈ બાદ હવે એચડીએફસી બેંકે પોતાના કરોડો ગ્રાહકોને ખુશખબર આપી દીધી છે. આઈસીઆઈસીઆઈએ થોડા દિવસો પહેલા ફિક્સ ડિપૉઝીટના દરમાં વધારો કર્યો હતો. હવે HDFC Bank એ રિકરિંગ ડિપૉઝીટ પર વ્યાજ દર વધાર્યા છે.

  • HDFC Bankએ કરોડો ગ્રાહકોને ખુશખબર આપી
  • HDFC Bank એ રિકરિંગ ડિપૉઝીટ પર વ્યાજ દર વધાર્યા
  • બેંકે વધારવામાં આવેલા દરને 17 મે, 2022થી લાગુ કરી દીધા

છ મહિનાની આરડી પર 3.50 ટકા વ્યાજ 

બેંકે વધારવામાં આવેલા દરને 17 મે, 2022થી લાગુ કરી દીધા છે. ખાનગી સેક્ટરની સૌથી મોટી બેંક તરફથી કરવામાં આવેલો આ ફેરફાર 27 મહિનાથી લઇને 120 મહિનાની આરડી પર લાગુ કર્યો છે. બેંક 6 મહિનાના આરડી પર 3.50 ટકાના હિસાબથી વ્યાજ આપવાનુ ચાલુ રાખશે. બેંક તરફથી 27 થી 36 મહિનામાં પાકતી આરડી પર વ્યાજ દર 5.20 ટકાથી વધારીને 5.40 ટકા કરવામાં આવ્યાં છે. તો 39 થી 60 મહિનામાં પાકતી આરડી પર વ્યાજ દર 5.45 ટકાથી વધારીને 5.60 ટકા કરવામાં આવ્યાં છે. 90 થી 120 મહિનાની RD પર વ્યાજ દર પહેલા 5.60 ટકા હતો. પરંતુ હવે તેમાં 15 આધાર પોઈન્ટનો વધારો કરી 5.75 ટકા કરવામાં આવ્યો છે. 

0.25 ટકાનુ વધુ પ્રીમિયમ 

બેંક તરફથી વરિષ્ઠ નાગરિકોને 6 મહિનાથી 60 મહિનાની RD પર 0.50 ટકા એકસ્ટ્રા પ્રીમિયમ મળવાનુ ચાલુ રહેશે. 5 થી 10 વર્ષ સુધીના સમયગાળાની રિકરિંગ ડિપૉઝીટ પર, સીનિયર સિટીજન્સને 30 સપ્ટેમ્બર 2022 સુધી 0.50 ટકાના પ્રીમિયમ સિવાય 0.25 ટકાનુ વધુ પ્રીમિયમ મળશે. આ સ્પેશિયલ ડિપૉઝીટ હેઠળ છે. HDFC Bankની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી મુજબ વરિષ્ઠ નાગરિકોને 0.25 ટકાનું એકસ્ટ્રા પ્રીમિયમ આપવામાં આવશે. આ ફાયદો એવા લોકોને મળશે જે 5 વર્ષ માટે 5 કરોડથી ઓછી કિંમતની FD બુક કરાવવા માંગે છે. આ ઑફર વરિષ્ઠ નાગરિકો તરફથી બુક કરાવવામાં આવેલી નવી એફડી સિવાય રિન્યુઅલ પર પણ લાગુ રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ